આંગણાની બહાર – જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ
અને ઉઘાડી એક એક બારી
જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે
કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !

આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ
એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી
ઝાડના આ લીલા તળાવણા તળિયે તો
ભૂરું આકાશ ગયું જંપી !
વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો
એને તારલાથી દીધો શણગારી.

ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ
એની પછવાડે જોઉં એક દેરી
તુલસીના ક્યારાની જેમ મારા મનને હું
રાત-દિવસ રહું છું ઉછેરી :
રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ
જોયા કરે છે ધારી-ધારી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચાલો, ચોરીને સમજીએ ! – દિનકર જોષી
ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ Next »   

3 પ્રતિભાવો : આંગણાની બહાર – જગદીશ જોષી

 1. Kalidas V. Patel { Vagosana } says:

  જગદીશભાઈ,
  સુંદર મજાનું ગેય કાવ્ય માણવા મળ્યું. આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. shravana TivaarI says:

  મસ્ત કાવ્ય. અભિનંદન.
  શ્રવણ.

 3. ashok pandya says:

  ખુબ જ મજાનું અને અત્યંત સરળ બાનીમાં લખાયેલું મસ્ત ગીત..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.