સારસ અને સારસીની જોડ – દિલીપ ભટ્ટ

સંકલ્પ હો મારો અને ઉચ્ચાર કરે તું
કોઈ ફૂલની ઈચ્છા હો તારી અને એ ફૂલ વીણી લાવું હું !
તારા મનનું ગીત, આવે મારા હોઠ પર
અને મેં જોયેલું સ્વપ્ન, કહી આપે તું !
આપણું અસ્તિત્વ અભિન્ન.
ભલે વર્ષો સુધી અવ્યક્ત જ રહ્યો હોય સ્નેહ
અને વાર્ધક્યે ફરી મૌનમાં સરી
પડવાનો હોય આ પ્રણય,
તોય ગુંજતા ને મહેકતા રહે છે આ બાગ.
ઘોર તડકામાં એક શીતળ છાંયો, ઠંડો પવન,
કાતિલ ઠંડીની રાત્રિમાં હૂંફાળા ઘરનો આશ્રય,
ત્યારે ઝંઝાવાતમાંય ટમટમતો આશાદીપક
એ જ છે
આપણો સહજીવનનો સહઅનુભવ,
એ જ છે ચમેલી અને મોગરાની સુગંધ,
એ જ છે સારસ અને સારસીની જોડ.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આંગણાની બહાર – જગદીશ જોષી
ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ Next »   

4 પ્રતિભાવો : સારસ અને સારસીની જોડ – દિલીપ ભટ્ટ

 1. Lata Bhatt says:

  સુંદર કાવ્ય અભિનંદન્
  સહજ સહવાસ ખરેખર દુર્લભ છે

 2. Piyush shah says:

  Wow…

 3. Sejal Shah says:

  આદર્શ સહજિવનનિ સુન્દર કલ્પના.

 4. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  દિલીપભાઈ,
  સહજ અને પ્રેમાળ દાંપત્ય જીવનનું નિરૂપણ કરતું આપનું ગીત ગમ્યું. આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :