ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

શ્વાસનું વર્તુળ છોડી વિસ્તરી શકતો નથી,
માર્ગ મેં એવો લીધો, પાછો ફરી શકતો નથી.

ખળખળી શકતો નથી કે આછરી શકતો નથી;
હું નદી છું આંખની, કૈં પણ કરી શકતો નથી.

પ્રશ્નનો ઉત્તર નથી, કિન્તુ ખુલાસો છું જરૂર;
વાત મારી એટલે હું આદરી શકતો નથી.

જખ્મની એક્કે નિશાની ક્યાં હવે દેખાય છે ?
જખ્મનું કારણ ભલા તેથી ધરી શકતો નથી.

કર્મની કઠણાઈ નહીં તો શું કહું આને બીજું;
પાંદ છું સુક્કું, છતાં નીચે ખરી શકતો નથી !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આંગણાની બહાર – જગદીશ જોષી
રિચાર્જ – અનિલ ભટ્ટ Next »   

4 પ્રતિભાવો : ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

 1. Aarti Bhadeshiya says:

  બહુ સરસ…….ગઝલ લખી છે. જ્યારે કરી શકતા નથી એ વાત આવે ત્યારે દરેકને જીવનના ન કરી શકેલા પ્રસંગોની યાદ ફરી તાજી થાય.

 2. sudhir patel says:

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 3. nilesh says:

  just following me

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.