ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

શ્વાસનું વર્તુળ છોડી વિસ્તરી શકતો નથી,
માર્ગ મેં એવો લીધો, પાછો ફરી શકતો નથી.

ખળખળી શકતો નથી કે આછરી શકતો નથી;
હું નદી છું આંખની, કૈં પણ કરી શકતો નથી.

પ્રશ્નનો ઉત્તર નથી, કિન્તુ ખુલાસો છું જરૂર;
વાત મારી એટલે હું આદરી શકતો નથી.

જખ્મની એક્કે નિશાની ક્યાં હવે દેખાય છે ?
જખ્મનું કારણ ભલા તેથી ધરી શકતો નથી.

કર્મની કઠણાઈ નહીં તો શું કહું આને બીજું;
પાંદ છું સુક્કું, છતાં નીચે ખરી શકતો નથી !

Leave a Reply to Aarti Bhadeshiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.