રિચાર્જ – અનિલ ભટ્ટ

[ ‘પ્રયત્ન’ સામાયિકમાંથી સાભાર. આપ અનિલભાઈનો (જામનગર) આ નંબર પર +91 9428074508 સંપર્ક કરી શકો છો.]

પૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’
‘હા, બેટા.’
‘અરે કહું છું, સાંભળો છો ? ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો !
અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો !’
‘જી, મેડમ !’
રિચાર્જ શબ્દ આજે સર્વ સામાન્ય શબ્દ થઈ ગયો છે. કેટલાનું રિચાર્જ કરવું છે ?
કેટલાનું રિચાર્જ કરાવ્યું ? ક્યારે રિચાર્જ કરવાનું છે ? હમણાં તો રિચાર્જ કરાવ્યું’તું !’
…. સતત આવા શબ્દો સાંભળવા મળે છે. આપણને મોબાઈલ રિચાર્જ કરવાનું યાદ આવે છે !
પણ તમે રિચાર્જ થયા ? ક્યારે થશો ?
પોતાની જાતને પણ રિચાર્જ કરવી અત્યંત જરૂરી છે, દોસ્તો !
જે આપણે સાવ ભૂલી ગયા છીએ !
આપણું રિચાર્જ આપણા જ હાથમાં છે !
છતાં આપણને ‘આપણને’ રિચાર્જ કરવાનું યાદ આવતું નથી !
હું જીવંત છું ‘અનિલ’, કારણ કે રિચાર્જ થાઉં છું,
મોર્નિંગ વૉકથી, કવિતા વાર્તા લખવાથી
અને વાંચવાથી અને ખાસ ‘પ્રયત્ન’ સતત પ્રગટ કરતા રહેવાથી,
મનગમતી પ્રવૃત્તિ કરવા માટે તમે સમયને ચોરતા ક્યારે શીખશો ! ને ક્યારે રીચાર્જ થશો ???!!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ
સત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા – રતિલાલ બોરીસાગર Next »   

7 પ્રતિભાવો : રિચાર્જ – અનિલ ભટ્ટ

 1. HITU PANDYA says:

  : ખુબ જ સારી વાર્તા છે!!

 2. VINOD BARIA says:

  રિચાર્જ . . . લેખ વાચ્યો ખુબ જ પ્રેરણાદાયક્..

 3. devina says:

  નાનુ અને સરસ

 4. Aarti Bhadeshiya says:

  આપનિ વાત એકદમ સાચિ દરેકે રોજ રિચાર્જ થઉં જોઇયે જ.

 5. Lata Bhatt says:

  સરસ કવિત અભિનંદન
  અત્યારની યુવા પેઢીને સમજવા જેવી

 6. sofi says:

  khub j srs

 7. Mayur says:

  રિચાર્જ ખુબ સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.