[dc]આ[/dc]પણા મનની ગજબ જેવી વાત એ છે કે સુખદ સ્મૃતિઓ આપણે બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ અને દુઃખ ઘટનાઓ આપણો ક્યારેય પીછો નથી છોડતી ! આ સુખ અને દુઃખના તડકા-છાંયડાની રમત વચ્ચે ક્યારે હાસ્યનો વરસાદ વરસી પડે એવા રમૂજી પ્રસંગો આપણા જીવનમાં બનતાં હોય છે. મૂળ તકલીફ એ વાતની […]
Monthly Archives: March 2013
[ અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારો, વિચારકો અને ચિંતકોના ચૂંટેલા વિચારબિંદુઓનું સંપાદન કરીને આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તાજેતરમાં એક સુંદર નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેનું નામ છે ‘સાત વિચારયાત્રા’ આ સાતેય મહાનુભાવોની વિચારયાત્રામાંથી બે-બે વિચારબિંદુઓ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કાકા કાલેલકરની વિચારયાત્રા […]
[‘ભૂમિપુત્ર’ સામાયિક માર્ચ-2013માંથી સાભાર.] રીના સાથે લગ્ન કરવાના મારા નિર્ણયથી ભાઈ બે કારણસર નારાજ હતા. (પિતાજીને અમે ભાઈ કહી સંબોધતા). એક તો રીનાની અને અમારી ન્યાત જુદી હતી અને બીજું, રીનાના પિતાજી અમારા કરતાં ઘણા વધુ શ્રીમંત હતા. ભાઈની એવી દઢ માન્યતા હતી કે લગ્નસંબંધ બરોબરીવાળા વચ્ચે જ થવો જોઈએ. […]
[ સંસ્કૃતસત્ર-12 ખાતે યોજાયેલા મનનીય વક્તવ્યોમાંથી કેટલાક વક્તવ્યો આપણે ‘સંસ્કૃતસત્ર : 12 ભાગ-1’માં માણ્યા હતાં. એ પછી સમય અભાવે તેનો બીજો ભાગ પ્રકાશિત કરી શકાયો નહોતો. તેથી હવે પછી બાકી રહેલા કેટલાક વક્તવ્યો અલગ લેખ સ્વરૂપે આપવામાં આવે છે, જે અંતર્ગત આજે ડૉ. હર્ષદેવ માધવનું ‘સંસ્કૃતસત્ર : 12 – લઘુકાવ્ય’ […]
[‘ગુજરાત’ સામાયિક, દીપોત્સવી અંક-2012માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 9833076673 અથવા આ સરનામે varshaadalja@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘મમ્મી આ દ્રૌપદી પણ કમાલ છે ! સાચ્ચે જ ગુસ્સો આવે છે એની પર.’ મોડી સવારે આરાધના બાલ્કનીમાં ગરમ કોફી પી રહી હતી. સામે જ શાંત દરિયો દૂર સુધી ફેલાતો […]
[ જગતવિખ્યાત ‘સેવા’ નામની સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટ (અમદાવાદ)નું જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી, વૉશિંગ્ટનમાં માનદ ડૉક્ટરેટની પદવી સ્વીકારતાં અંગ્રેજીમાં આપેલું વક્તવ્ય (તા.19 મે-2012) અત્રે ‘વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર પ્રકાશિત કર્યું છે.] આજનું કમેન્સમેન્ટ વ્યાખ્યાન આપવું એ મારું સૌભાગ્ય છે. આવા તેજસ્વી યુવાન ગ્રેજ્યુએટોની સમક્ષ ઊભી છું ત્યારે મારા પગમાં જોર અને […]
સામાન્યતઃ શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને શિખવવાનું છે પરંતુ આજે એક એવી શાળાની વાત કરવી છે કે જે અન્ય અનેક શાળાઓ માટે આદર્શ બની શકે તેમ છે. વાત છે કલોલ ખાતે આવેલી ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ની. ‘શાળા’ શબ્દનું સ્મરણ થાય એટલે આપણા મનમાં એક ટિપિકલ શાળાની છાપ ઉપસી આવતી હોય છે કે જેમાં […]
જીવનની સાથે ચક્ર જોડાયેલું છે- સમયચક્ર ! ‘એવં પરિવર્તિતં ચક્રમ’ જીવનચક્ર શરૂ થાય છે….. પાંચ વર્ષનું બાળક થોડું સમજણું થાય છે ત્યારે તે એમ માને છે કે ‘મારા પપ્પા જેવા ડાહ્યા ને પ્રેમાળ…. બીજા કોઈ નથી….’ જરા મોટું થતાં તે શાળામાં જવાનું શરૂ કરે છે. બહારની દુનિયાનો તેને થોડો પરિચય […]
શિક્ષક : રેડિયો અને ન્યૂઝપેપરમાં શું ફેર છે ? વિદ્યાર્થી : ન્યૂઝપેપરમાં ખાવાનું વીંટાળીને રાખી શકાય છે. ****** આધુનિક લગ્નો કેવા હશે ? એક નમૂનો…. પંડિત : ‘શું તમે બંને ફેસબુક પર તમારું સ્ટેટ્સ બદલીને મેરિડ કરવા તૈયાર છો ?’ યુવક-યુવતી : ‘હા, અમે તૈયાર છીએ.’ પંડિત : ‘બસ, તો […]
[ ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-1 અને ભાગ-2) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. હાલમાં આ પુસ્તકનું પુનમુદ્રણ થયું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો ટૂંક સમય બાદ ઉપલબ્ધ બનશે.-તંત્રી.] સુખ અને દુઃખ વિષેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા […]