પ્રિય વાચકમિત્રો, આમ તો મેં આપને થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે ડૉક્ટરે મને કોમ્પ્યુટરનો સતત ઉપયોગ કરવાની ના પાડી છે. કારણ માત્ર એટલું છે કે દરેક કામ જ્યારે એકલા હાથે કરવાનું હોય ત્યારે બ્રેક જરૂરી છે અને હું હાલમાં આ નિયમનું બરાબર પાલન કરી રહ્યો છું અને તેનાથી તાજગી […]
Monthly Archives: April 2013
[‘સદભાવના ફોરમ’ સામાયિકમાંથી સાભાર.] મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે હું કહ્યા કરું છું કે આવા પ્રશ્નોના જવાબ આપવા માટે મારું ગજું નથી. તેમ છતાં હું […]
[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.] શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. […]
[ ‘હૂંફાળા અવસર’માંથી આપણે અગાઉ કેટલાક મનનીય લેખો માણ્યા હતા. આજે વધુ બે લેખોનું આચમન કરીએ.] [1] પ્રેરણા બે સગા ભાઈઓ હતા. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] જીવનમાં અનેક અજાયબીઓ છે. યોગ્ય કહેવાયું છે કે હકીકતો ઘણી વાર કલ્પના કરતાંય વધુ અજાયબ હોય છે ! ક્યાં જન્મેલો ને ક્યાં જવા નીકળેલો માણસ ક્યાંનો ક્યાં જઈ ચડે છે ! કોઈ કાર્યમાં ડૂબેલી વ્યક્તિ બધું કોરાણે મૂકી શુંનું શું કરવા માંડે છે ! લોકો બધો ભાગ્યનો […]
[પુનઃપ્રકાશિત] [ આપણા સાહિત્યની નક્ષત્રમાળામાં એક ઝળહળતું નામ છે ‘મુકુન્દરાય વિ. પારાશર્ય’. કવિ-સાહિત્યકાર અને તેથીયે વધીને કહેવું હોય તો – એક સહજ જીવન જીવેલાં સાધુપુરુષ. તેઓ સત્વશીલ સાહિત્યના મહાન સર્જક તરીકે ઓળખાય છે. તેમના ‘સત્યકથાઓ’ નામના પુસ્તક અને ચરિત્રનિબંધ ‘નબૂ’ને આજે પણ ઉત્તમ કૃતિઓ તરીકે યાદ કરવામાં આવે છે. તાજેતરમાં […]
[આદરણીય લોકશિક્ષક અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ વિશે તેમના સમકાલીન મહાનુભાવો – જેવા કે સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર વગેરે એ લખેલા સુંદર લેખોનું તેમના પુત્ર શ્રી ભરતભાઈ ભટ્ટે સંપાદન કરીને તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકમાં તેમના જીવનપ્રસંગો અને જીવનઝાંખીનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી માણીએ […]
પ્રિય વાચકમિત્રો, થોડા લેખોનું સમીક્ષાકાર્ય તેમજ કેટલીક ટેકનિકલ ક્ષતિ દૂર કરવાની હોઈને થોડો વિરામ જરૂરી છે. વળી, સતત કાર્યને લીધે ડૉક્ટરની વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવાની હમણાં સલાહ છે તેથી વચ્ચે બે-ચાર દિવસ રજા લેવાનું ઉચિત લાગે છે. વાચકોને રસભંગ થાય છે પરંતુ તેઓ મને ક્ષમા કરે તેવી વિનંતી. નવા […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] તાર કાં તો માર રસ્તા બે જ છે. જીત કાં તો હાર રસ્તા બે જ છે. શહેર સપનાં છીનવે એ પૂર્વે તું; ભાગ બારેબાર રસ્તા બે જ છે. જીવવું જો હોય તો એ જોઈશે; કલમ કાં તલવાર રસ્તા બે જ છે. આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં- મર […]
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બીછાને હવે ? વારતા એકેય આવડતી નથી બાને હવે. એ પ્રભાતી બાળપણ, યૌવનની તપતી એ પળો, યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે. સૂર્યનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ, ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે. ક્યાં હવામાં શિલ્પ કંડાર્યાનું તેં એને કહ્યું […]
સર : ‘ચંદ્રગુપ્ત મૌર્યા કોણ હતા ?’ વિદ્યાર્થી : ‘સર, ગણપતિ બાપ્પા મૌર્યા ના ભાઈ હશે !’ ****** સેમસંગે પહેલાં ‘એસ-ટુ’ મોડલ બહાર પાડ્યું, પછી ‘એસ-થ્રી’ અને હવે ‘એસ-ફોર’. લાલુયાદવ કહે છે : ‘અગર હમ રેલવે મંત્રી હોતા તો સેમસંગ પે કોપીરાઈટ કા કેસ કર દેતા ! હમરે સારે સ્લીપર […]
[પુનઃપ્રકાશિત] [1] શાણપણની સમજણ જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. […]