એક ઈશારો – ‘દિલ’ મોરબીયા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.]

લાખ વિરોધાભાસ લઈને આવું છું
એક ઈશારો ખાસ લઈને આવું છું

મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે
અમૃતની કડવાસ લઈને આવું છું

પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ
એક નવું આકાશ લઈને આવું છું.

ઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર
હું તો શ્રાવણ માસ લઈને આવું છું

ફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ,
ચાર ઉછીના શ્વાસ લઈને આવું છું.

નોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય
એની એ જ તલાશ લઈને આવું છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “એક ઈશારો – ‘દિલ’ મોરબીયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.