એક ઈશારો – ‘દિલ’ મોરબીયા
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.]
લાખ વિરોધાભાસ લઈને આવું છું
એક ઈશારો ખાસ લઈને આવું છું
મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે
અમૃતની કડવાસ લઈને આવું છું
પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ
એક નવું આકાશ લઈને આવું છું.
ઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર
હું તો શ્રાવણ માસ લઈને આવું છું
ફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ,
ચાર ઉછીના શ્વાસ લઈને આવું છું.
નોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય
એની એ જ તલાશ લઈને આવું છું.



મને ગઝલ બહુ જ ગમિ….લખતા રહો …
ગઝલ ગમી.
ચોથી લીટીમાં – કડવાસ- ને બદલે ” કડવાશ ” જોઈએ. સુધારવા વિનંતી.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
nice
મજા આવેી.
સુંદર ગઝલ.
નવાનો આનંદ લઈને આવવુ અને અનુભવવુ. તાજી હવા ચલી -જેવો અહેસાસ કરાવ્યો.
તમારા વાક્ય મા ઉચર સારા ૬
Bahu saras ghazal che
“mitha zer kdvu amrut”good one.
Phari phari AA matini……,,,,. I prefer this lines most. I remember aadil mansoori.
સરસ અહેસાસ કરાવ્યો મોરબિયા ભઐ
સરસ
Very nice sir…