રામચરિત – ચિરાયુ પંચોલી

[ વ્યવસાયે એન્જિનિયર એવા શ્રી ચિરાયુભાઈનો (વડોદરા) કાવ્યસર્જન ક્ષેત્રે આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925711207 અથવા આ સરનામે chirayu.pancholi@siemens.com સંપર્ક કરી શકો છો.]

રૂડા આ દિવસે, આવ્યો રૂડો પ્રસંગ,
અવધ નગરમાં આજે, ચૈતર ને સંગ
ઘર-ઘર પ્રીતની, છલકાઈ ગઈ ગાગર,
દશરથને દ્વાર આવ્યો, આનંદનો સાગર

અનોખાં લક્ષણ, દેખાય તે પુત્રનાં,
કોણ જાણે, કે’ છે, અવતાર શ્રી હરિના ?
મન મોહી લે છે એ, સકલ ગુણ નિધાન,
દર્શનથી થતું, સમસ્યાનું સમાધાન.

સમસ્ત કણમાં, નિપુણ થતા ભૂષણ
વચન પાલનનું, પહેર્યું છે આભૂષણ,
જનક-પુરીમાં થયો, ભવ્ય સ્વયંવર,
વૈદેહીના, બન્યાં તમે છો વર.

પડતાં બોલ, ઝીલ્યાં છે, પ્રશ્ન વિના,
ચાલ્યા છે વનમાં, દીધા કોઈને દોષ વિના.
હર કોઈ ઘટના, બનાવતી બધું અસ્થિર,
રાખ્યું છે મન સદા, આફત માંયે સ્થિર.

વનમાં અપેક્ષા વિના, મળ્યાં અનેક મિત્રો,
કેવટ, શબરી, વાનરો અને રીંછો.
હતી સેના અનોખી તમારી,
પાષાણ પણ તરી ગયા, કૃપા તમારી.

વિનમ્રતાથી કર્યાં, સંધીના પ્રયાસ,
અપમાન અને ઠેસ, પાછાં લાવ્યા આ પ્રયાસ.
કહે દશાનન- તમે, એક નિર્બલ વનવાસી,
ભાન ભૂલ્યો અભિમાની, એ લંકાવાસી.

થયું યુદ્ધ, અતિશય ભયંકર,
જુએ ઉપરથી, પાર્વતી ને શંકર,
માત કરી અભિમાની પુરુષ આમ,
ધ્વંસ કર્યું તમે, અનીતિનું ધામ.

વિટપ-વાસનો આવ્યો હવે અંત,
હર્ષના આંસુ રડે, સહુ કોઈ, અનંત.
આવી ગયું પુષ્પક, બેઠાં સીતા-રામ,
ગગન વિહારી થઈ, ચાલ્યાં નિજ-ધામ.

રૂડો આ દિવસ, લાવ્યો રૂડો પ્રસંગ,
અવધ નગરમાં, દીપો ને સંગ.
કરો છો તમે, સહુની રખવાળી,
મનાવશું અમે, યાદ કરી, દિવાળી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “રામચરિત – ચિરાયુ પંચોલી”

Copy Protected by Chetan's WP-Copyprotect.