અવતાર – નટવર હેડાઉ

[‘વન-વંદના’ પુસ્તકમાંથી સાભાર.]

જ્યારે જ્યારે
પૃથ્વી પર પ્રદૂષણો વધે છે,
ત્યારે ત્યારે
પ્રદૂષણોનો નાશ કરવા,
અને
પ્રકૃતિને નિર્મળ બનાવવા,
નવઅંકુર રૂપે,
અવતરું છું.

પ્રકૃતિનાં મૂળ તત્વોને બચાવવા
અને
પ્રદૂષિત ચીજોનો નાશ કરવા
પર્યાવરણના રક્ષણ માટે,
યુગે યુગે હું,
નવપલ્લવિત વૃક્ષ રૂપે,
અવતાર ધારણ કરું છું.

કારણ કે
હું વૃક્ષમાં બીજ છું
ને
બીજમાં વૃક્ષ છું !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક ઈશારો – ‘દિલ’ મોરબીયા
પ્રાર્થના – પ્ર. ચી. પરીખ Next »   

3 પ્રતિભાવો : અવતાર – નટવર હેડાઉ

 1. Kalidas V. Patel { Vagosana } says:

  નટવરભાઈ,
  યદા યદા હી ધર્મસ્ય … વાળુ વર્ષોથી આપણા મનને મનાવવા માટેનું અને અકર્મણ્યતાને અવલંબન પુરુ પાડી આપણી નિષ્ફળતાને ઢાંકવા માટેનું રૂપાળુ પ્રતારણાપ્રેરક વચન { આપણે જ આપણી જાતને આપેલું } યાદ આવી ગયું! કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. p j paandya says:

  યદ યદ હિ ધ્ર્મ્શુ જેવુ સરસ કાવ્ય્

 3. Dhiraj Bhalani says:

  તમારી કવિતા હમેશા તમારા મન જેવી સુન્દર હોય છે.આખરે તો કવિતાનુ ઉદ્ગમ સ્થાન પણ મન જ હોય છે ને ! આવી સુન્દર કવિતા બદલ ધન્યવાદ!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.