પ્રાર્થના – પ્ર. ચી. પરીખ

[‘વિચારવિજ્ઞાન’ સામાયિકમાંથી સાભાર.]

ગુલ આતમનાં અમ ખીલવવા,
જગ બાગ મનોરમ મ્હોરવવા;
મૃદ રંગ સુગંધિત રેલવવા,
બલ દે પ્રભુ ! સૌરભ દે અમને.

દઢ સંયમના તટમાં તરતી,
અમ જીવનની સરિતા સરતી;
જગ-સાગરમાં ભળવા ધપતી,
બલ દે પ્રભુ ! ગૌરવ દે અમને.

હૃદયે જગ- કૃંદનને ભરવા,
પ્રણયે જગ- ઘર્ષણ હોલવવા,
શિવ સર્જનના પથ તે બઢવા,
બલ દે પ્રભુ ! પૌરુષ દે અમને.

ગળવા ગરલો વ્યથતાં જગને,
અમૃત ઝરતાં દિલ દે અમને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પ્રાર્થના – પ્ર. ચી. પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.