હાસ્યોદગાર ! – સંકલિત

સર : ‘ચંદ્રગુપ્ત મૌર્યા કોણ હતા ?’
વિદ્યાર્થી : ‘સર, ગણપતિ બાપ્પા મૌર્યા ના ભાઈ હશે !’
******

સેમસંગે પહેલાં ‘એસ-ટુ’ મોડલ બહાર પાડ્યું, પછી ‘એસ-થ્રી’ અને હવે ‘એસ-ફોર’.
લાલુયાદવ કહે છે : ‘અગર હમ રેલવે મંત્રી હોતા તો સેમસંગ પે કોપીરાઈટ કા કેસ કર દેતા ! હમરે સારે સ્લીપર કોચ કા નામ ચૂરાતે હૈ…..’
******

તખુભા નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયા.
‘મે આઈ કમ ઈન ?’
ઑફિસર : ‘વેઈટ પ્લીઝ…’
તખુભા : ’76 કિલો 500 ગ્રામ. શું સાહેબ, જોખી જોખીને નોકરી દેવા બેઠા છો ?’
******

કાઉન્સેલર : ‘દરેક લગ્ન એક “વર્કશોપ” હોય છે !’
પતિ : ‘હા, પતિ ‘વર્ક’માં વ્યસ્ત રહે છે, ‘શૉપ’માં.’
******

છગન : ‘આજે તો અમિતાભ બચ્ચના ઘરે ફોન લાગી ગયો.’
મગન : ‘હોય કાંઈ તમેય શું ફેંકાફેંક કરો છો !’
છગન : ‘ના, ના ઐશ્વર્યાએ જ કહ્યું- “તમારો ફોન પ્રતિક્ષામાં છે, કૃપા કરી ચાલુ રાખો !’
******

કવિ : ‘સૂતેલી હોય તો સપનું મોકલ, જાગતી હોય તો તારી યાદ મોકલ, હસતી હોય તો ખુશી મોકલ, રડતી હોય તો આંસુ મોકલ….’
પ્રેમિકા : ‘વાસણ ધોઉં છું, એંઠવાડ મોકલું ?’
******

કારગિલ યુદ્ધમાં લડાઈ લડનારો એક જવાન પોતાના ગામડાની સ્કૂલમાં ગયો. સ્કૂલના પ્રિન્સીપાલ સન્તાએ છોકરાઓ આગળ એની ઓળખાણ આપતાં કહ્યું :
‘ઈન સે મિલિયે, યે હૈ કારગિલ યુદ્ધ કે શહીદ !’
******

પત્ની : ‘તને તો કહેતા હતા કે લગ્ન પછી હું તને ડબલ પ્રેમ કરીશ ! તો હવે કેમ નથી કરતા ?’
પતિ : ‘મને થોડી ખબર હતી કે લગ્ન તારી જોડે જ થશે !’
******

શરાબી : ‘સોચ રહા હું શરાબ છોડ દૂં.’
દૂસરા શરાબી : ‘તો છોડ દે ના !’
શરાબી : ‘મગર કિસ કે પાસ છોડું ? મેરે સારે દોસ્ત પિયક્કડ હૈ !’
******

ભગવાન (નર્કમાં જોઈને) : ‘અહીં તો બધા જલસા કરે છે ! એમને ત્રાસ કેમ નથી થતો ?’
યમરાજ : ‘ભગવાન, એ બધા હોસ્ટેલવાળા છે. મારા બેટા ગમે ત્યાં સેટ થઈ જાય છે !’
******

ભિખારી : ‘માજી, ખાવા માટે રોટલી આપોને.’
માજી : ‘હમણાં તૈયાર નથી. પછી આવજે.’
ભિખારી : ‘ઠીક છે, થઈ જાય એટલે મને મોબાઈલ પર મિસકોલ મારજો.’
માજી : ‘અરે મિસ કોલ શું કામ ? રોટલી બની જાય એટલે ફેસબુક પર અપલોડ કરી દઈશ !’
******

કવિ : ‘દોસ્ત, એવી ચા પીવડાવ કે રોમે રોમે દીવા થઈ જાય !’
ચાવાળો : ‘સાહેબ, ચામાં દૂધ નાખું કે તેલ ?’
******

યુવાન : ‘કેટલાં વર્ષ થયાં તને ?’
યુવતી : ‘વીસ વર્ષ.’
યુવાન : ‘અરે પાંચ વર્ષ પહેલાં પણ તેં વીસ જ કહ્યાં હતાં !’
યુવતી : ‘પહેલેથી જ હું વચનની પાક્કી છું.’
******

સંતા 1લી એપ્રિલે બસમાં ચઢ્યો.
કન્ડકટરે ટિકિટ માગી. સંતાએ 10 રૂપિયા આપી ટિકિટ લીધી અને બોલ્યો : ‘એપ્રિલ ફૂલ. મારી પાસે બસનો પાસ છે.’
******

વાંદાને જોઈને પતિએ હાથમાં ઝાડુ લીધું. વાંદાને મારી નાખવા જતો હતો ત્યાં વાંદો બોલ્યો : ‘મારી નાખ મને મારી નાખ… કાયર, તને મારી ઈર્ષા આવે છે કારણ કે તારા કરતાં તારી પત્ની મારાથી વધુ ડરે છે.’
******

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “હાસ્યોદગાર ! – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.