હવે – અનિલ ચાવડા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

ઊંઘ આવે ક્યાંથી બાળકનેય બીછાને હવે ?
વારતા એકેય આવડતી નથી બાને હવે.

એ પ્રભાતી બાળપણ, યૌવનની તપતી એ પળો,
યાદ આવે સાંજના આ વૃદ્ધ તડકાને હવે.

સૂર્યનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે ચોતરફ,
ચાલ, ડાહ્યો થઈ બુઝાવી નાખ દીવાને હવે.

ક્યાં હવામાં શિલ્પ કંડાર્યાનું તેં એને કહ્યું !
સ્હેજ પણ ધરતી ઉપર ગમતું ન પીંછાને હવે.

ચીસ મારી સાંભળીને પ્હાડ પણ ધ્રૂજી ઊઠ્યા,
કેમ પડઘાવું, નથી સમજાતું પડઘાને હવે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યોદગાર ! – સંકલિત
રસ્તા બે જ છે – ઈશિતા દવે Next »   

9 પ્રતિભાવો : હવે – અનિલ ચાવડા

 1. sofiya(kutch) says:

  nice

 2. chintandadhaniya says:

  maja aavi gay.

 3. jigna trivedi says:

  સુન્દર ગઝલ.

 4. subhash says:

  સારેી ગજલ

 5. darshana says:

  wah kya baat he!!!!!!!!
  ek dam jordaar, asardaar, chotdaar….
  SUPERB………

 6. janki patel says:

  વેરેી ફાઈન્

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  અનિલભાઈ,
  ગજબની ગઝલ આપી. સાચે જ બા જેમ જેમ મમ્મી … મમ્મા બનતી ગઈ , તેમ તેમ વાર્તાઓ વિસરાતી ગઈ !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 8. Chintan Acharya says:

  વાહ્!

  અદ્દ્ભુત ગઝલ સહેબ્.Simply SUPERB!
  વારમ વાર વન્ચ્વાનુ મન થાય તેવિ!વાહ્!

 9. natha rabari says:

  best gazal

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.