રસ્તા બે જ છે – ઈશિતા દવે

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

તાર કાં તો માર રસ્તા બે જ છે.
જીત કાં તો હાર રસ્તા બે જ છે.

શહેર સપનાં છીનવે એ પૂર્વે તું;
ભાગ બારેબાર રસ્તા બે જ છે.

જીવવું જો હોય તો એ જોઈશે;
કલમ કાં તલવાર રસ્તા બે જ છે.

આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં-
મર નહીંતર માર રસ્તા બે જ છે.

આગ-પાણી બેઉ છે ‘ઈશુ’ હાથમાં;
બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “રસ્તા બે જ છે – ઈશિતા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.