અહીં આંખો પહોળી કરી આપવામાં આવશે ! – ડૉ. નલિની ગણાત્રા
[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.]
શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, કાંઈ હું પહોળી આંખની એવી આશિક નહિ પરંતુ જેમ આપણને ક્યારેક જીવન જીવવાની ઈચ્છા થઈ જાય એમ આજે મને પહોળી આંખો જોવાની ઈચ્છા થઈ આવી. એટલે વિપરીત વાતોનો કાર્યક્રમ રાખ્યો છે. તો વાંચો અત્રે ઊલટા-પુલટા અને કરો આંખો પહોળી….! મારી નહિ, તમારી….. !
[1] ‘તું તો ખરો છે’ એવું કહીએ તો મૂળચંદને ‘ખોટું’ લાગી જતું હોય છે !
[2] વ્યસ્તતા દુઃખને દૂર રાખે છે પણ કેટલાક દુઃખમાં જ વ્યસ્ત રહે છે.
[3] ઢોરના ડૉક્ટર માણસ હોય છે, માણસના ડૉક્ટર ઢોર નથી હોતા ! અહો આશ્ચર્યમ
[4] સહવાસથી જ પ્રેમ થાય છે અને સહવાસથી જ નફરત !
[5] મહોબ્બત જાનવર કો ઈન્સાન બના દેતી હૈ ઔર ઈન્સાન કો જાનવર ભી !
[6] ચુસ્ત હિંદુ પણ હોંશે હોંશે ‘દાઉદખાની’ ઘઉં ખાતા હોય છે.
[7] ‘અલ્પમ શુભમ’માં માનનારા આસાનીથી સો વર્ષનું આયુષ્ય ખેંચી કાઢતા હોય છે !
[8] કેટલાંક ‘ફક્ત’ ‘સબ’ ટી.વી. જોતા હોય છે !
[9] શાંતિ રાખો….. ઓ…… ! એવું જોરથી બોલવું પડતું હોય છે !
[10] લાગણી પર પથ્થર મૂકનારને પથ્થર પર પણ લાગણી થઈ આવતી હોય છે.
[11] પારદર્શક કપડાં પહેરતી હિરોઈનને અપારદર્શકો મળી રહે છે !
[12] કેટલાક શિષ્યો ગુરુ કરતાં સવાયા હોય છે, કેટલાક દોઢા !
[13] ખાધે-પીધે સુખી લોકો પણ ઉપવાસ કરતા હોય છે.
[14] આપણી જીત માટે હંમેશાં હારેલા જ જવાબદાર હોય છે !
[15] કેટલાંક સ્કૂટર-બાઈક ઓટોસ્ટાર્ટ હોય છે, કેટલાંક ઓટોસ્ટોપ ! ગમ્મે ત્યારે બંધ પડી જાય !
[16] ગરજવાનને અક્કલ ન હોય, પણ અક્કલવાનને ગરજ હોય !
[17] ગરજે ગધેડાને બાપ કહેવાય, પણ ગરજે બાપને ગધેડો ન કહેવાય – લાત પડે.
[18] ગાંડા વિશે લેખ લખવા માટે બુદ્ધિ તો જોઈએ જ !
[19] આપણે સહુ લાદેન નથી તેથી ‘બિન-લાદેન’ જ કહેવાઈએ !
[20] Wrong નો સ્પેલિંગ તો Right જ લખવો પડે છે !
[21] માણસ શૂન્યમાંથી સર્જન કરે છે. સર્જન (ડૉક્ટર) ક્યારેક માણસને શૂન્ય કરી નાંખે છે !
[22] જેને મરવાનોય સમય નથી મળતો એ સમય આવ્યે મરે જ છે !
[23] લોકો સાર્વજનિક ફોન પર અંગત વાતો કરતાં હોય છે !
[24] માણસને પોતાની શંકા પર દઢ વિશ્વાસ હોય છે !
[25] દીવાલને કાન હોય છે તો કાનમાં પણ દીવાલ હોય છે !
[26] ‘દૂર’ રહેતી વ્યક્તિ જ ખરેખર ‘નજીક’ રહે છે !
[27] ‘ખેડૂત’નું લાઈસન્સ ન ધરાવનારા પણ સપનાનાં વાવેતર તો કરી શકે !
[28] અહિંસક લોકો પણ આપણું ‘લોહી પીતાં’ હોય છે !
[29] ‘મોટા’ માણસની ‘નાની’ વાતો પણ છાપે ચડે છે !!!
[30] સરકારી કર્મચારીઓ પણ થાકી જતા હોય છે !!
[31] પ્રશંસા પ્રભુને પ્યારી છે, પણ પ્રશંસા પ્યારી હોય એ બધા પ્રભુ નથી હોતા !
[32] મરાઠીમાં મોટા ભાઈને ‘દાદા’ કહે છે. પણ ભાભીને ‘દાદી’ નથી કહેતાં !
[33] પત્ની રૂપાળી હોય અને પતિ શ્યામ હોય તો ‘રાધા-કૃષ્ણ’ની જોડી લાગે છે. પતિ રૂપાળો અને પત્ની શ્યામ હોય તોપણ ‘રાધા-કૃષ્ણ’ની જોડ જ લાગે છે. કારણ કે રૂપાળો પતિ રાધા જેવો જ લાગે છે !!
[34] મન બીજે પરોવવાથી પીડા ઓછી થાય છે. પણ ક્યારેક મન ‘બીજે’ પરોવવાથી જ પીડા થાય છે !!
[35] કોઈમાં ન ભળે એને છેવટે શ્રાદ્ધમાં તો ભળવું જ પડે છે !!!
ટૂંકમાં ‘ઉનો’ (UNO) ગાડી લે અને એમાં ‘ઠંડું’ એ.સી. નંખાવે એવા મૂળચંદને ઊલટા-પુલટા જાણવો !




નલિનીબેન,
સાચે જ માત્ર આંખો જ પહોળી ન થઈ પરંતુ મોં પણ પહોળુ થઈ ગયું … વાહ વાહ ક્યા બાત કહી … કહેવા માટે ! અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
Thank you so much for your feedback. Keep laughing – keep healthy.
સાચેજ મજા આવેી ગઈ.મન પ્રફુલ્લેીત થયુ.આભાર્
Thank you so much for your kind feedback. Keep Laughing – Keep Healthy.
નલિનીબેન,અભિનંદન.
Thank you so much for your kind feedback. Keep Laughing – Keep Healthy.
લેખ વાંચી ને સાચેજ આંખો પહોળી થઈ ગઈ. લેખ માટે નલિની બેન ને હાર્દિક અભિનંદન.
Thank you so much for your kind feedback. Keep Laughing – Keep Healthy.
મજા પડી ગઈ………THANK YOU SO MUCH..N.G.
Thank you so much for your kind feedback. Keep Laughing – Keep Healthy.
વ્યંગ અને હાસ્યનું સરસ સંયોજન છે.આભાર.
Thank you so much for your kind feedback. Keep Laughing – Keep Healthy.
wah wah maja avi ………
આશા પોપટ રાજ્કોટ
અર્થસભર હસ્યલેખ, હળવુ હસ્ય મનને આનદ આપિ ગયુ.
નલિનીબેન
ખરેખર મઝા આવે એવી વાતો છે અને તમારૂ વાંચન પણ આ હિસાબે સારૂ કહેવાય. આગળ ઉપર પણ આવુ લખતાં રહેશો મારા બેન.
એક્દમ રમૂજજી…………આંખો પહોળી થઇ હો ..બાકી…ખૂબ સરસ.. નલિનિબે’ન
my favorites are no, 9, 14 and 24.. nice article…really enjoyed…
આપે ખુબ સરસ શબ્દો મ લખ્યુ ચે હુ કૈન્ક શોધતા આ સાઈટ પર આવિ ગયો . આને વાચિ ને ગણો આનન્દ થયો.
સરસ કામ નીજ અંતે પ્રતિષ્ટા વધે છે.
સાચેજ માંજપડે જાય તેવું છે.
MOJ AAVI HO BHAI
સુપેર્બ મઝા અવિગૈ
Thank you for your artical. you are great poetry. write more and more