નવા લેખો ક્યારે ? – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આમ તો મેં આપને થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે ડૉક્ટરે મને કોમ્પ્યુટરનો સતત ઉપયોગ કરવાની ના પાડી છે. કારણ માત્ર એટલું છે કે દરેક કામ જ્યારે એકલા હાથે કરવાનું હોય ત્યારે બ્રેક જરૂરી છે અને હું હાલમાં આ નિયમનું  બરાબર પાલન કરી રહ્યો છું અને તેનાથી તાજગી પણ અનુભવી રહ્યો છું. થોડું ઘણું નવું વાંચીને બાજુ પર રાખું છું, સંગીતનો આનંદ લઉં છું, ચાલવાની અને પ્રકૃતિને માણવાની મજા પણ ક્યારેક લઈ લઉં છું. આ મારા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને એનાથી મને લાગી રહ્યું છે કે હવે હું ધીમે ધીમે હળવાશ અનુભવી રહ્યો છું. મનને આરામ મળી રહ્યો છે. સાત વર્ષનો સતત થાક જાણે ઊતરી રહ્યો છે. તેથી હજુ આ જ રીતે અનિયમિતપણે લેખો મુકવાની ઈચ્છા રાખું છું. મને લાગે છે આ ક્રમ 31 મે-2013 સુધી ચાલશે. મને પણ અંદરથી એમ લાગી રહ્યું છે કે હવે થોડો આરામ જરૂરી છે, બહારની દુનિયાનો સંપર્ક જરૂરી છે. આપને તો ખ્યાલ હશે જ કે આજકાલ રિયાલિટી-શૉમાં એટલે જ સિઝન-2, સિઝન-3 આવતા હોય છે. એટલે આપણે કંઈ મહિનો રજા નથી પાડી દેવી પણ મન થાય ત્યારે હું કંઈક શક્ય એટલું મુકતા રહેવાની કોશિશ કરતો રહીશ. બસ, આ એકાદ-બે મહિનાની અનિયમિતતા માટે માફી ચાહું છું. વાચકોને કેટલી લાગણી હોય છે એ હું સમજી શકું છું. ઘણાના ફોન ઈ-મેઈલ મળતા રહે છે. સૌ વાચકમિત્રોને મારા પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
રીડગુજરાતી.કોમ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “નવા લેખો ક્યારે ? – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.