[ ટૂંકીવાર્તા : ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર. આપ લેખિકા કલ્પનાબેનનો (ઉચ્છલ, જિ. તાપી) આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] ગાડીના દરવાજા બંધ થવાનો અવાજ સાંભળી ચોકીદારે બહાર નજર કરી, સુમીતની ગાડી ઓળખી ગેટ ખોલી નાંખ્યો. પાર્કિંગમાંથી સુમીતની સાથે એના બે મિત્રો પણ ઢીલી ચાલે ચાલતાં લિફ્ટ […]
Monthly Archives: April 2013
[ વેન ડબલ્યુ. ડાયરે 300થી વધુ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. તેઓ એક પ્રખર વક્તા છે. પોતાના વક્તવ્યથી તેમણે અનેક લોકોને પ્રભાવિત કરી જીવનનો નવો રાહ બતાવ્યો છે. તાજેતરમાં તેમના એક પુસ્તકનો દર્શાબેન કિકાણીએ (અમદાવાદ) ‘બહાના ન કાઢ, દોસ્ત !’ નામે ભાવાનુવાદ કર્યો છે જેની સારાંશરૂપ પુસ્તિકા ‘વિચારવલોણું પરિવાર’ દ્વારા પ્રકાશિત […]
[‘પ્રશિષ્ટ ગુજરાતી લલિતનિબંધ’ પુસ્તકમાંથી સાભાર.] ઘણા દિવસો પછી તડકો આજે ઘેર આવ્યો છે. એના આગમનનો આનંદોત્સવ સવારથી જ ઊજવાય છે. પારેવાં એમની પાંખોની હવાઈ ગયેલી ભૂખરતાને સૂકવી રહ્યાં છે, વૃક્ષોનાં વાચાળ પાંદડાં તડકા સાથે ભૂતકાળની ખટમીઠી વાતો કરતાં કરતાં હસી પડે છે, એને સાંભળે છે ને વળી ગંભીર થઈ જાય […]
[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.] જીવવું, બને તેટલી સારી રીતે, કોઈને કશી ડખલ ન પહોંચે એમ શાન્તિથી ને મસ્તીથી જીવવું એમાં મને જીવનનાં સૌ મૂલ્યોનો સાર હોય એમ લાગતું રહ્યું છે. જે છે, સદાને માટે છે, જે બધું ખરી પડ્યા પછી – નાશ પામ્યા પછી પણ અખંડિત રહે છે તે સત. સતનો […]
[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.] શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને […]
[લઘુકથા, ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] રાત્રિના લગભગ સાડા-અગિયાર વાગવા આવ્યા હતા. ફળિયામાં ખાટલો ઢાળીને સૂતેલો કુંદન હજીયે જાગતો હતો. કપાળ પર હથેળી મૂકીને આકાશમાં ખીલેલા ચંદ્રને તે જોઈ રહ્યો હતો. ચંદ્રનાં રેશમી કિરણો પણ તેને આજે દઝાડી રહ્યાં હતાં ! તેના માથામાં કોઈએ એક સામટાં, સંખ્યા-બંધ તીર ખોસી દીધાં હોય […]
[‘વિચારવિજ્ઞાન’ સામાયિકમાંથી સાભાર.] ગુલ આતમનાં અમ ખીલવવા, જગ બાગ મનોરમ મ્હોરવવા; મૃદ રંગ સુગંધિત રેલવવા, બલ દે પ્રભુ ! સૌરભ દે અમને. દઢ સંયમના તટમાં તરતી, અમ જીવનની સરિતા સરતી; જગ-સાગરમાં ભળવા ધપતી, બલ દે પ્રભુ ! ગૌરવ દે અમને. હૃદયે જગ- કૃંદનને ભરવા, પ્રણયે જગ- ઘર્ષણ હોલવવા, શિવ સર્જનના […]
[‘વન-વંદના’ પુસ્તકમાંથી સાભાર.] જ્યારે જ્યારે પૃથ્વી પર પ્રદૂષણો વધે છે, ત્યારે ત્યારે પ્રદૂષણોનો નાશ કરવા, અને પ્રકૃતિને નિર્મળ બનાવવા, નવઅંકુર રૂપે, અવતરું છું. પ્રકૃતિનાં મૂળ તત્વોને બચાવવા અને પ્રદૂષિત ચીજોનો નાશ કરવા પર્યાવરણના રક્ષણ માટે, યુગે યુગે હું, નવપલ્લવિત વૃક્ષ રૂપે, અવતાર ધારણ કરું છું. કારણ કે હું વૃક્ષમાં બીજ […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.] લાખ વિરોધાભાસ લઈને આવું છું એક ઈશારો ખાસ લઈને આવું છું મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે અમૃતની કડવાસ લઈને આવું છું પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં […]
[ વ્યવસાયે એન્જિનિયર એવા શ્રી ચિરાયુભાઈનો (વડોદરા) કાવ્યસર્જન ક્ષેત્રે આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925711207 અથવા આ સરનામે chirayu.pancholi@siemens.com સંપર્ક કરી શકો છો.] રૂડા આ દિવસે, આવ્યો રૂડો પ્રસંગ, અવધ નગરમાં આજે, ચૈતર ને સંગ ઘર-ઘર […]
[ રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર)નો ખૂબ ખૂબ આભાર.] એક વેળા, એક જાણીતી વ્યક્તિને ત્યાં મને ભોજન માટે નિમંત્રણ મળ્યું હતું. ભોજન પછી ત્યાં બે વસ્તુઓ જોઈને હું અસ્વસ્થ થઈ ગયો : એક તો એ કે નોકરો ત્યાં ખુરસીઓ ગોઠવી રહ્યા હતા; અને […]
[‘મુંબઈ સમાચાર’ વસંત વિશેષાંક 2013માંથી સાભાર.] ‘નેક્સ્ટ કેન્ડિડેટ,’ મહેતા એસોસિયેટ્સની એસીમાં ઠંડી કરેલી કેબિનમાંથી અવાજ આવ્યો. ‘શું નામ તમારું…..?’ ‘આમ તો મારાં હજારો નામ છે, પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.’ ‘જુઓ એમ નહીં ચાલે…. પેન કાર્ડમાં શું નામ છે તમારું ?’ ‘પેન કાર્ડ….!! એટલે ?’ ‘એટલે ઈન્કમટેક્સમાં શું […]