કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ

[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ આરતીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jaymanarti@gmail.com અથવા આ નંબર પર +91 9427979192 સંપર્ક કરી શકો છો.]

[1] તારા ગયા પછી

હું બેઠો હતો,
બારીની બહાર સ્વચ્છ આકાશમાં
ડૂબકી મારતો હતો,
અચાનક
એક સુંદર પક્ષી બારી પર બેઠું.
હું તેને નીરખી રહ્યો…
અનહદ ગમી ગયું
પણ
થોડી વારમાં તે ઊડી ગયું.
આકાશ સામે જોયું, તે ધૂંધળું બની ગયું હતું….
‘તારા’
ગયા પછી થયું હતું ને ?
એવું જ !!
.

[2] ઘર-ઘરતાં

યાદ છે ?
રમતાં હતાં નાનપણમાં….
ઘર-ઘરતાં
‘પપ્પા’ બને એક બાળક અને
બીજું બને ‘મમ્મી’….
બાકીનાં બાળકો બને ‘સંતાનો’.
રમકડાંનાં સાચુકલા લાગે તેવા વાસણો લઈને
રસોડું સજાવાતું ઘરનાં એક ખૂણામાં,
ઑફિસે જાય પપ્પા….
રસોઈ બનાવે મમ્મી….
સ્કૂલે જાય બાળકો….
ઓઢણીને સાડીની જેમ પહેરેલી મમ્મી બોલતી…
‘તમે આવી ગયા ? ચલો, જમી લઈએ…..’
બધા બાળકો સાથે બેસીને જમતાં….
પેટ ભરીને, ધરાઈને જમતાં…

આટલા વર્ષો પછી, હવે સમજાય છે
કે ‘ઘર-ઘરતાં’ રમવું એટલું ‘સહેલું’ નથી હોતું….!
.
[3] એવું કેમ થતું હોય છે ?

એવું કેમ થતું હોય છે ?
…… જે મળે તે ગમે નહિ, ને મનને ગમે તે મળે નહિ

એવું કેમ થતું હોય છે ?
…… જિંદગીમાં શોધતાં લોકો સુખ
…………. મળે દુઃખ તે ગમે નહિ….

એવું કેમ થતું હોય છે ?
……. મુસીબતમાં આપે સાથ દુશ્મનો અને
…………… મિત્રો આવકારે પણ નહિ…..

એવું કેમ થતું હોય છે ?
…….. ઈચ્છતા હોઈએ વર્ષોથી જેને .
……………… સામે મળે, તો ઓળખે નહિ…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “કેટલાંક કાવ્યો – ડૉ. આરતી જે. રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.