[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ નિખિલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે joshinikhil2007@gmail.com સંપર્ક કરી શકો છો.]
ઝાકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર
એક સ્મરણની હોડી હાલે છાતીને સમંદર
એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે
શ્વાસોનું ઓજારપછી આ રૂંવાડાને ખેડે
કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપીની અંદર
હૂંફાળી એક રાત ટપીને પહોંચ્યા સૂરજ દેશ
હું પદ છોડી ધર્યો અમે તો લાગણીઓનો વેશ
જાત સમૂળગી વીસર્યા એવું થયું શું જંતરમંતર!
One thought on “ઝાકળ ભીની પરોઢ – નિખિલ જોશી”
નિખિલભાઈ,
આપનું ” હુંપદ છોડ્યા પછીનું સ્પર્શ લિપીનું અલૌકિક ગીત ” મનને અને દિમાગને તરબતર કરી ગયું. … અભિનંદન સાથે આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }