રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી
[ રીડગુજરાતીને આ રમૂજી ટૂચકાઓ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર taranghathi@gmail.com સંપર્ક કરી શકો છો.]
અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.
અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.
રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.
ભારતીય શાંતિથી બેઠો હતો.
ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા !’
*****
એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…
છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.
એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.
ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’
છોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’
…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’
*****
સંતા તેનાં સાસરે ગયો.
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
સંતા આખરે કંટાળ્યો.
આઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો ?’
સંતા : ‘ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.’
*****
છગનનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા ત્યારે
એકાએક છગન બોલ્યો : ‘ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો !’
ડોક્ટર ઊભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.
આ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: ‘અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે ? લઇ લઈશું એ તો….’
છગન : ‘ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…હું તો મારા રૂપિયા ગણી રહ્યો છું….!’
*****
છોકરો ઇતિહાસની ચોપડી વાંચી રહ્યો હતો, એટલામાં તે મૂંઝવાયો એટલે તેનાં પપ્પાને તેણે પૂછ્યું:
‘પપ્પા તમે ક્યારેય ઇજિપ્ત ગયા છો ?’
પપ્પા : ‘ના, કેમ શું થયું ?’
છોકરો : ‘તો પછી તમે આ મમ્મીને ક્યાંથી લાવ્યાં ?’
*****
છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે ‘લોલ (lol)’ લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે ?
બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે ‘લોટસ ઓફ લવ’ થતું હશે…
એકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :
‘પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’
*****
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
*****
પપ્પા : ‘સંજુ, જરા તારો મોબાઈલ આપ તો…’
સંજુ : ‘એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.’
એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં. આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….
‘હા પપ્પા હવે લ્યો…’
પપ્પા : ‘થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.’
*****
મરઘીએ બાજ સાથે લગ્ન કર્યાં
મરઘો ગુસ્સે થઇ બોલ્યો : ‘અમે મરી ગયા’તા ?’
મરઘીએ કહ્યું : ‘હું તો તારી સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ મારા મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે છોકરો એરફોર્સમાં હોય….’
*****
ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’
‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
*****
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
*****
એક ભાઈની પત્ની ખોવાઇ ગઈ. અખબારમાં ખોવયાની જાહેરાત વિચિત્ર રીતે છપાવી.
‘મારી પત્ની પાંચ દિવસથી ગુમ થયેલ છે. જો કોઇ વ્યક્તિ તેની ભાળ મેળવવાની કોશિશ કરશે કે ભાળ મેળવી આપશે તે પોતાના જાનથી હાથ ધોઈ બેસસે.’
*****
સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
*****
રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’
રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’
*****
સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.
પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
*****
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
*****
છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’
દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !’
*****
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
*****
એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો…
તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
*****
સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’
*****
સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’
*****
માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
*****
સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
*****
એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને અરજ કરી.
‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :
‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
*****



Mind blowing jokes in the morning, majja padi gayee..!! 🙂
મજા પડી ગઇ…
જોરદાર . . . ઃ)
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
દર્દીની લૂંગીનો રંગ ભલે જતો રહ્યો. તમે સવારનો રંગ રખ્યો…
very much funny and interesting ,
વાહ્ ભાઇ, આ ભાઇ ગુજરાતી જ હશે.
****
અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.
અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.
રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.
ભારતીય શાંતિથી બેઠો હતો.
ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા !’
*****
એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…
છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.
એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.
ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’
છોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’
…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’
ક્યા બાત હૈ ! જલ્સા હો ભૈ! આભાર!
Thanks for making us laugh!
Ye dil maange more!
પેટ પકડીને હસવુ આવે એવા જોક્સ છે.
મજા પડેી ગઈ
નુકરિ મજા આવિ ગઇ હો……….
જલસા હી જલસા !!!
Most of jokes are hilarious. Please keep it up.
મજા પડેી ગઇ
Thanks for family jokes (Non Sexy).
Thanks Again.
Jagdish C. Dalal
USA
મૃગેશભાઇ અને તરંગભાઇ.
પારીવારીક ટુચકા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પારીવારીક ટુચકાઓ કેટલા સાદા અને અત્યંત હાસ્ય ઉપજાવે તેવા હોય છે. મારા બાળકોને અંગ્રેજી ટુચકામા મજા આવે છે. આજે તેઓને વંચાવ્યા અને તેઓ બહુ રાજી થયા. હવે ફરી આ સાઇટ પર નાવા રમુજી ટુચકાઓ આવે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી મૃગેશભાઇ આપની. તરંગભાઇના ટુચકાઓ અગાઉ વાંચ્યા છે. ઘણો સમય થયો તરંગભાઇ તમારા ટુચકા રીડ્ગુજરાતીમાં બંધ થયા હતા. હવે ફરી કમર કસી અમને હસાવવા રીડગુજરાતીના માધ્યમ દ્વારા આપ આવી ગયા તે જાણી ખૂબ આનંદ થયો.
મૃગેશભાઇ, મને વિચાર આવે છે કે તમે કોઇ કોલમ શરુ કરો તો મજા આવે. જેમ અખબારમાં રવિવારે કે બુધવારે કોલમ દ્વારા વાંચન સાહિત્ય મળે છે તેમ રીડ ગુજરાતીમાં રવિવાર કે શનિવાર એમ એક કોલમ શરુ કરો અને તે માત્ર પારીવારીક ટુચકાની. અમે અને અમારા બાળકો તે વાંચે અને તેઓને મજા પણ પડે. કમ્પ્યુટરની રમતો રમ્યા કરતાં વાંચન કરે તે વધારે મહત્વનું છે. આજે વાંચન બહુ ઘટી ગયું છે. શક્ય હોય તો કરશો આતો મારું સૂચન છે. માનવું કે ન માનવું એ આપના પર છે.
આજે જમાનો કેવો છે લોકોને એક બીજા સાથે વાત કરવાનો સમય નથી. ત્યા હાસ્ય માટે ક્યારે હોય? તરંગભાઇ, પ્લીઝ તમે હવે ગેપ ન કરતા નવા જોક્સ સાથે અવિરત રીડગુજરાતીના માધ્યમ દ્વારા વહ્યા હરો તેવી અમારે સહુની લાગણી છે.
ખુબ જ
મજા
આવી.
I am not able to view gujarati fonts of readgujarati on UC browser on Android mobile.
Any settings ?
બહ સરસ જોકેસ્.થન્કિઉ
very nice.
ને really very nice comedy.
આપ સહુનો આભાર.
તરંગ હાથી.
Very good jokes. Some are repeated. May be new for young generation.
સારા જોકસ થિ મજા આવિ.
અતિ સુન્દર…..
તરંગ ભાઈ ખુબ સરસ કલેક્શન કર્યું છે કોઈ ને પણ ક્યારેય પણ સંભળાવી ને ખુશ કરી શકાય તેવા ટુચકા છે.
હસવાની ખુબ જ મઝા આવી ગઇ
મજા આવેી ગઈ. તરન્ગભાઈ આવા રમુજિ જોકસનેી પ્રસાદેી વાચકોને ભવિશ્યમા આપશો.આભાર્.
hasya varsha ma bhinjaya.
હશે તેનુ ખશે
ખુબ સરસ જોકસ, ઘણેી મજા આવે તેવા જોકસ હોય છે.
keep it up….
સરસ મજા આવિ
તરઁગભાઇ ઍકદમ સરસ….!!! મજા આવેી ગઇ.
Enjoyed very much. Nothing more needed than laughter and smile on face.
બોસ જલ્સા કરાવી દીધા……..
ભાઇ તરંગ,
સુંદર અને તદ્દન નવા મૌલિક ટૂચકા આનંદ આપી ગયા. અમે જામ ખંભાળિયામાં નાગરપાડામાં નાગરના મકાનમાં જ રહેતાં હતાં. [નિશિથભાઇ ઢેબર] તેના સાનિધ્યનાં કારણે તેના જેમ વિચારતા આકાશવાણી પરથી ” રવિવારનું રંજન ” કાર્યક્રમમાં લગભગ 6 વાર આવી ગયઓ અભિનંદન………. નવીન જોશી, ધારી.
હસતા હસતા આસુ આવઇ ગયા
ખુબ ખુબ આભાર્
ખુબ સરસ જોકસ, ઘણેી મજા આવે તેવા જોકસ હોય છે.પારીવારીક ટુચકા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખુબ સરસ… જલ્સો પડી ગ્યો વાંચીને
હા હા ..પેટ દુખિ ગયુ
Thanks, very first time found something so good in Gujarati. I was thinking all old trend and good creation is ended but it proved me wrong ! Now I must read this site regularly.thanks to mr. Tarangbhai (G’nagar). We enjoyed (& will make people to enjoy later) here in Chicago. Thanks.
ખુબ સુન્દર મજા આવિ ગયિ.
ખુબ સુન્દર્ મજા આવિ
maza avi gai
મંનને હળવુઁ કરે તેવા સરસ ટુચકા.
વાહ તરંગભાઈ…
ખુબ સરસ …
જય હાટકેશ…