કાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ

[ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કૉલેજમાંથી હમણાં જ ડૉક્ટર બનેલા યુવાસર્જક શ્રી વિસ્મયભાઈની પ્રતિભાના અનેક આયામો છે. નૃત્ય અને સંગીત જાણે તેમની નસેનસમાં છે. કાવ્ય અને સાહિત્યક્ષેત્રે પણ તેઓ એટલા જ સક્રિય છે. તેમણે ખૂબ ગીતો ગાયેલા છે અને અનેક જગ્યાએ જાહેર સમારંભોમાં કાર્યક્રમ આપ્યા છે. ગાયકી ક્ષેત્રે તેમણે ઘણી નામના મેળવી છે. તાજેતરમાં રિલિઝ થયેલ ફિલ્મ ‘આશિકી-2’નું પ્રચલિત ગીત ‘તુમ્હી હો….’ તેમણે સુંદર રીતે ગાયું છે જેની વિડિયો લિન્ક તેમના આ સ્વરચિત કાવ્યને અંતે આપવામાં આવી છે. આ તમામ કલાક્ષેત્રે તેઓ ખૂબ ખૂબ આગળ વધે એવી તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે v.kraval_vismay@yahoo.com સંપર્ક કરી શકો છો.]

જીવનરૂપી ઘૂઘવાતા સાગરમાં રહી,
……… મારે પડકારોનો સ્વાદ ચાખવો છે
દુઃખ, ક્રોધ અને મદના રાક્ષસોને મારી,
……… મારે યુવાનીનો જોશ માણવો છે….

હું કરી શકું છું, અને કરીશ,
……… એ દુર્લભ મંત્ર મારે રટવો છે
જીવનની નીંદણરૂપી આળસને ફગાવી,
……… ઉદ્યમનો પાક મારે લણવો છે….

ઈન્દ્રિયોની જાળ કાપીને,
……… મારે મુક્તતાનો નિજાનંદ પામવો છે
આત્મવિશ્વાસની નદીના પાણીથી
……… મારે રણમાં પણ ગુલાબનો છોડ ઉગાડવો છે…

સત્યના મંદિરના પૂજારી બનીને,
……… પ્રભુના પ્રિયભક્તનો ખિતામ પામવો છે,
વિસ્મયભરી આ દુનિયામાં મારે,
……… વિસ્મયી જીવનનો લ્હાવો માણવો છે….

.

[ આશિકી-2. તુમ્હી હો…. ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “કાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.