[ મુંબઈ સ્થિત નવોદિત સર્જક આશુતોષભાઈની કેટલીક કૃતિઓ સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘છૂટાછેટા’માં ટૂંક સમયમાં આકાર લઈ રહી છે. નાટ્ય અને કલા ક્ષેત્રે તેઓ સક્રિય છે. રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આશુતોષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ashutosh.desai01@gmail.com અથવા આ નંબર પર +91 7738382198 સંપર્ક કરી શકો છો.]
કોઈપણ સંબંધનું પારણું સૌપ્રથમ ઇશ્વરને ત્યાં બંધાય છે. જેનું સાકાર સ્વરૂપ એ પૃથ્વી પર રચીને એ સંબંધને આકાર આપે છે. એવું અક્ષરા અને મુદીતને જોઈને માનવું પડે. પારણે બાંધેલી ઘુઘરીઓના રણકાર જેવો અક્ષરા અને મુદીતના સંસારનો ખનકાટ હતો. ઉપરવાળાએ બાંધેલા એમના સંબંધના પારણામાં બન્નેના લગ્ન નામનાં સગપણથી સાથે બેસી ઝુલતાં હતાં.
ટૂંકી એકવારની મુલાકાત, ટૂંકા સંવાદોની વાતચીત અને સાવ ટૂંકી ઓળખાણ. બસ, ટીપીકલ અરૅન્જ મેરેજ ! બન્નેના માતા પિતા એક સામાજીક પ્રસંગમાં મળ્યા, બન્નેને ઓળખતા એક કોમન વ્યક્તિએ બંનેની ઓળખાણ કરાવી. એ પછીની ઑફિશિયલ મિટીંગનો દિવસ નક્કી થયો. છોકરો અને છોકરી એકબીજાને મળ્યાં, જોયાં, વાતચીત, સવાલોની સામે જવાબોની આપ-લે… બન્નેની એકબીજા પર પસંદગીની મહોર અને છેલ્લે સપ્તપદીનાં ફેરાં.
ગઈકાલ સુધી એકબીજાથી તદ્દન અજાણ બે વ્યક્તિ અને એમના પરિવાર એકબીજા સાથે એક કાયમી સગપણથી જોડાઈ ગયાં.
લાડકોડથી ઉછરેલી અક્ષરા નવોઢાનાં સાજ શણગાર સજી પોતાના ઘરેથી વિદાઈ થઈને મુદીતનાં ઘરમાં પગલાં પાડતી આવી. ટૂંકી મુલાકાત અને ટૂંકી વાતોનું પરિણામ એ હતું કે અક્ષરા અને મુદીત બન્ને સહજીવનના સપનાંઓનું આંજણ આંખમાં આંજવા સંમંત થયા અને આજે શુભકામનાઓ, આશિર્વાદ અને મંત્રોચ્ચારનાં ધ્વનિ સાથે અગ્નિની સાક્ષીએ એ સપનાંઓને સાકાર કરવાની પા-પા પગલી મંડાઇ ગઈ. અક્ષરા અને મુદીત લગ્નગ્રંથીથી એક્બીજા સાથે જોડાયેલા ખરાં પણ બન્નેનો સ્વભાવ, પ્રકૃતિ, ગમા-અણગમા એકબીજાથી તદ્દન વિરુદ્ધ હતાં. એકનાં વિચારો આકાશમાં વાદળની જેમ છવાઈ જાય તો બીજાનાં ધરતી પરની ભીની માટીમાં રમે. એકને સૂર્યોદય જોવો ગમે તો બીજાને સૂર્યાસ્તની મસ્તીમાં આનંદ આવે. અગર એકને દરિયાની અફાટ લહેરોની ઉડતી વાંછટ ગમતી તો બીજાને શાંત નદીનાં ગહેરા નીર નિહાળવાની મઝા પડતી. એક મોજ-મસ્તી અને ધમાલનું માણસ તો એક શાંત નિરવતાને નયન રમ્યતામાં રાચતો જીવ.
ટૂંકમાં, અક્ષરાને ચિતરવાં જે રંગો વપરાય એ મુદીતનાં ચિત્રમાં ક્યારેય કામમાં ન આવે અને મુદીતની લાક્ષણિકતાઓ વિશે વાતો કરતાં હોઇએ તો અક્ષરાનાં એક્પણ લક્ષણને દુરદુર સુધી અડકી ન શકાય. પણ ઍરેન્જ મેરેજ અને સ્વભાવનાં અક્ષાંશ-રેખાંશ બે જુદા-જુદા હોવા છતાં બન્ને વચ્ચે ગજબનો તાલમેલ અને અજબનો પ્રેમ. બન્નેને મળનાર યા જોનારને એમ જ થાય કે આ બન્નેનાં લગ્ન એ એક્બીજા વચ્ચેનાં પ્રણયનું જ પરિણામ હશે.
અક્ષરા નખશીખ ચંચળ છોકરી, બહિર્મુખી પ્રતિભાવાળી, લાગણીઓની અભિવ્યકિતનું માણસ. કોઈપણ લાગણીની અભિવ્યકિત કરવું અક્ષરાને ખુબ ગમતું. કોઈને માટે વ્હાલ હોય તો અક્ષરા દ્વારા તરત તેને કહેવાઇ ગયું હોય. કોઇપણ વડીલ માટે માન ઉપજે કે તરત એને જણાવી દેવામાં અક્ષરાને મોકો શોધવાની જરુર ન પડે. કદાચ આ જ કારણોસર સાસરીપક્ષમાં એણે પોતાની જગ્યા તરત બનાવી લીધેલી. અક્ષરા એ એક મળતાવડી, માયાળુ વહુ તરીકે દરેકનાં મનમાં સ્થાન જમાવી લીધેલું. મુદીત પ્રત્યેના એનાં પ્રેમને જીતાવવામાં પણ એ જરાય કસર ન રાખે.
સવારના પહોરની પહેલી ચ્હા અને છાપું પણ અક્ષરાનો હસતો ચહેરો અને પ્રેમની નવી ઉજવણી તરીકે આવતું. સુંદર પ્રભાત લઈને આવેલો દિવસ શયનખંડની દિવાલોને ગુલાબી રંગથી રંગી કાઢતી અને હાસ્યનો માહોલ રાતસુધી એવો જ તરોતાઝા રહેતો. ટૂંકમાં, કોઇપણ લાગણીનો ઇઝહાર કરવામાં અક્ષરા જરાપણ વાર નહિ લગાડે અને પાછું એ લાગણીઓનું અંદાઝેબયાં પણ એવું સરસ હોય કે સામી વ્યક્તિ ચિત થયા વિના ન રહે. બલ્કે એકની એક લાગણીઓનું પણ સ્વરૂપ બદલી પેલા માણસ સામે નવાં નવાં રૂપમાં પિરસાતી રહે. મુદીતને એ ખુબ ચાહે છે તે પણ મુદીતને એ એક જ દિવસમાં કંઈક કેટલીયવાર જુદાજુદા સ્વરૂપમાં સાંભળવા મળતું એની પાસે.
જ્યારે એના બીજા છેડે મુદીત અત્યંત લાગણીશીલ, કોમળ સ્વભાવનું અંતર્મુખી વ્યક્તિત્વ. કોઇપણ લાગણી યા મનનાં ભાવને જીભ સુધી લાવતાં અને એને શબ્દોનું સાકાર સ્વરૂપ આપતા મુદીતને ન આવડે. ઓછાબોલો, શુદ્ધ હૃદયનો, શાંત પ્રકૃતિનો માણસ. મૃદુ સ્વભાવનો, વરસાદમાં ભીંજાયેલી નરમ માટી જેવો વ્યક્તિ પણ છતાં ભીંજાયેલી માટીમાં રહેલી સોડમ જેવો જ અણીશુદ્ધ અત્તરમાં ઝબોળાયેલો, કાયમ હસતો-મલકાતો ખુશ રહેતો જીવ. પોતાનાં જ ઘરમાંય જરૂર વગર બે વાક્યો ન બોલે એવો પોતાનો ખૂણો તે શોધી લેતો. લાગણીઓને ઝીલવા સતત તત્પર રહેતો ખુલ્લાં મનનો, પ્રકૃતિની નજીક જીવતો એક સરસ વ્યક્તિ. જેને કદાચ કોઈ સાથે દુશ્મનાવટ નહોતી યા કોઇ માટે કડવા વેણ એની જીભે નહોતાં. એક ખળ ખળ વહેતું ઝરણું હતી તો બીજોએ ઝરણને નિહાળતો કિનારે ઊભેલો શાંત વડલો હતો. અક્ષરાને બોલબોલ કરવું ગમે. એવો ભાગ્યે જ કોઇ વિષય હશે જેનાં પર વાત કરવી અક્ષરાને પસંદ ન હોય. હોંશિયાર, દરેક વસ્તુમાં રસ દાખવતી કેળવાયેલી છોકરી અને મીઠડી પણ એટલી જ કે વાતો કરતી હોય ત્યારે એને સાંભળવાની, એને જોવાની મજા પડે. બટકબોલી, ગમીજાય એવી છોકરી. ગૌરવર્ણ, સૌષ્ઠવ શરીર અને કપડાં પસંદ કરવાની આગવી રીતને કારણે આકર્ષક લાગે તેવી નખશીખ સ્વરૂપ સૌંદર્ય અક્ષરા. પ્રથમવાર જોયા પછી, મળ્યા પછી કોઇપણ યુવાનને એનીસાથે સમય ગાળવો ગમે, એની સાથે વાતો સાંભળવી ગમે તેવું ભોળપણ અને સૌનાં મનમાં વસી જાય એવી નાની બાળકી જેવી નિર્દોષતા. અક્ષરા અને સુંદરતા જાણે એક જ ભાવ યા એક જ શબ્દનાં બે સમાનાર્થી હતાં.
પૂર્વ દિશા અગર અક્ષરા હતી તો એના સામે છેડે પશ્ચિમ હતો મુદીત. શાંત પણ નજરમાં વસી જાય એવો મુદીત અભિવ્યક્તિનો નહિ પણ અનુભવવાનો માણસ. શરીરે આકર્ષક વ્યકિતત્વ પણ જરૂર ન હોય ત્યાં શબ્દો વિના જ કામ ચલાવી લે એવો પોતાની જાત સાથે પણ શબ્દો વિના જ સંવાદ સાધતો હશે એમ લાગે. મુદીત મૂડી યા કંટાળાજનક વ્યકતિ જરાય નહિ, પણ સ્વભાવે ઓછા બોલો. બન્ને સાથે ફરવા નિકળ્યા હોય તો મુદીત ભાગ્યે જ વાતો કરે. એને વાતો કરવા કરતાં ચૂપ રહી અપલક આંખે અક્ષરાને સાંભળવું વધું ગમતું. અક્ષરાના ચાર વાક્યો સામે મુદીતની વાત એક વાક્યની હોય. શાંત સ્વભાવ, નિર્મળ અને તદ્દન નિખાલસ વ્યક્તિ એટલે મુદીત. મુદીત એના પ્રેમને જતાવવા માટે શબ્દોની જગ્યાએ વર્તનનો સહારો લેતો પણ એ સમજવાની એને વધાવી લેવાની આવડત અક્ષરામાં પણ એટલી જ. મુદીતને ‘આઈ લવ યુ’ કહેવા કરતા લાલ ગુલાબનું ફૂલ આપવું વધુ ગમતું અને વધુ રોમેન્ટીક લાગતું. બે વાક્યોની વાત કરવા કરતાં સ્નેહાળ આંખોની ભિનાશથી અક્ષરા તરફ નિહળ્યા કરવં એને વધુ ગમતું.
અક્ષરા અગર એક દિવસમાં સવારથી સાંજ સુધી ‘હું તને પ્રેમ કરૂં છું’ એવું દસ અલગ અલગ અંદાજમાં કહે તો મુદીત સાંજે ઓફિસથી આવતી વખતે અક્ષરાને ખુબ ભાવતી ચોકલેટ્સ યા ફ્લાવર્સના રૂપમાં વ્હાલભર્યા સ્મિત સાથે એક લાગણીભીનાં ચુંબનથી એ દસ વખત અપાયેલા પ્રેમનો પડઘો પાડતો. આ મુદીતનો સ્વભાવ હતો. શરમાળ છતાં પ્રેમાળ. એ એનાં વર્તનથી અભિવ્યકત કરી દેતો કે પ્રેમ કરવા માટે યા જતાવવા માટે દર વખતે શબ્દોની જરૂર હોય જ એવું જરૂરી નથી.
બન્નેની આ શાશ્વત લાગણીમાં કયાંય ઉણપ જોવા ન મળે. એકબીજાને સમજવાની, સ્વીકારવાની અને વ્હાલ કરવાની બન્નેએ સ્વીકારી લીધેલી મૌન સમજણ અદ્દભુત હતી. બન્ને પંખીઓ પોતાના માળામાં બે દાણા ભાત અને ચાર દાણા વ્હાલ સાથે સુખી હતાં. જોનારને ઇર્ષ્યા આવે, વાત કરનારની નજર લાગે અને મળનારને અદેખાઇ આવે એવો બન્નેનો પ્રેમ. અક્ષરાને મૂવી જોવું ગમે તો મુદીતને શાંતિથી બેસી ‘શેરલોક હોમ્સ’ યા ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચવામાં મઝા પડે. મોલનાં કોલાહલમાં અક્ષરા એન્જોય કરે તો મુદીતને શાંત પહાડોની કંદરામાંથી આવતો પક્ષીઓનો કલરવ આનંદીત કરી મૂકે. અક્ષરા નવા ગીતો સાંભળીને ઝુમી ઉઠે જ્યારે મુદીત ધીમા અવાજે વાગતી ગઝલોનો પાગલ. અક્ષરાને વરસાદમાં ભીંજાતી સવારીમાં જીવન માણવા જેવું લાગે અને મુદીત બારીએ ચ્હાના કપ સાથે વરસાદની વાંછટમાં ભીંજાય. અલગ વ્યક્તિનો વરસાદ અલગ પણ બન્નેને ભીંજવતી બુંદોની રમઝટ એક.
ક્યારેક અક્ષરા મુદીતને કહેતીય ખરી….
‘મુદીત, આટલું બધુ ચુપ રહીને તને ગૂંગળામણ નથી થતી ? ક્યારેક બોલબોલ કરીને ખાલી થઈ જવાની ઇચ્છા નથી થતી તને ? તદ્દન ડોબો છે ! મને કેટલું ચાહે છે પણ સરખું કહેતા પણ નથી આવડતું તને.’ અને મુદીત નાના બાળકની જેમ હસી પડતો. અક્ષરા જ્યારે એની બીજી સખીઓને મળતી ત્યારે એ લોકો કહેતાંય ખરાં, ‘તું જ મારો મુદીત, મારો મુદીત કર્યે રાખે છે, તું આટલું બોલે છે, આટલી શોખીન, આટલી સ્માર્ટ છે છતાં મુદીતને કોઈ દિવસ તને “આઇ લવ યુ” કહેતાંય જોયો નથી. ખરેખર તને એ ચાહે પણ છે કે પછી અરેન્જડ મેરેજ કર્યાં છે એટલે તને ઘરમાં બેસાડી રાખી નભાવ્યે જાય છે ?’ બટકબોલી અક્ષરા થોડી ક્ષણ માટે ચૂપ થઈ જતી. એક અકળ લાગણી એનાં સમગ્ર વ્યક્તિત્વ પર હાવી થઈ જતી – શું મુદીત ખરેખર મને નભાવ્યે જતો હશે ? શું કોઇ વ્યક્તિ ખરેખર આટલી હદે શાંત સ્વભાવની હોઇ શકે ? અક્ષરાને આવી બધી વાતો સાંભળી ઘણીવાર મુદીત માટે ફરીયાદ પણ થતી કે મુદીત મને કેટલું ચાહે છે તે કોઈ દિવસ કહેતોય નથી. દિવસમાં એકવાર કહેવામાં પણ શું એને આટલો ભાર પડતો હશે ? મુદીત ખરેખર મને ચાહે તો છે ને કે પછી…..?
આ કે પછી…….? ની આગળનો વિચાર આવતાં અક્ષરા ખળભળી જતી પણ મનમાં ઉઠતાં પ્રશ્નોને એ મનમાં જ રોકી નહોતી શકતી. એવું કેટલીયવાર થતું કે મુદીતની ચુપકીદી અક્ષરાને અકળાવી મુકતી અને એ રીતસર એનાં વિચારો અને ક્યાંક આવી જતી આછી પાતળી ફરીયાદ યા અધુરપ સામે નખોરીયાભરી બાખડી પડતી. પણ સ્વ સાથેની જ આ વિચારોની લડતને એ બળજબરીપૂર્વક પાછા હડસેલી દેતી. મનને મનાવી લેતી યા મનાવી લેવાનો પ્રયત્ન કરતી. અક્ષરાનાં મનમાં એ વિચારો પાછા ઠેલાતાં ઠેલાતાં હવે એક હઠાગ્રહી બાળક જેવા થઈ ગયાં અને વારંવાર આવી જઈ એને વ્યાકુળ કરી મુકતાં. વાચાળ અભિવ્યક્તિની પ્રકૃતિવાળી અક્ષરાને અવ્યક્ત મુદીતનો પ્રેમ હવે અકળાવનારો લાગવા માંડ્યો હતો ! ધીમે ધીમેએ વિચારો એ નાની નાની ફરિયાદનું સ્થાન લેવા માંડ્યું.
સ્ત્રીસહજ લાગણીને વશ અક્ષરા જ્યારે અલગ અલગ સ્થળે, જુદાં-જુદાં પ્રસંગોએ બીજા યુગલોની પ્રણયચેષ્ટાઓ જોતી યા વાતો સાંભળતી ત્યારે સ્વભાવિક રીતે જ એનાથી મુદીતની સરખામણી થઈ જતી. પોતાની અન્ય સખીઓનાં પતિઓની તેમની પ્રત્યેની લાગણી યા એનાં દેખાડાનાં વાઘા જોઈ એના ઘરનું કપડું થીંગડા મારેલા ચિથરાં જેવું લાગવા માંડ્યું. વારંવાર એને લાગતું કે હું મુદીતને ‘તને ચાહું છું’ ‘તને ચાહું છું’ કહેતાં થાકતી નથી પણ મુદીત એનાં પડઘા સ્વરૂપે કેમ ક્યારેય દિલ ખોલીને વ્યકત થતો નથી ? લાગણીની જરા સરખી અધુરપનેય વધુ પડતી સંવેદનશીલતાથી જોવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ આભાસી કોતર જેટલી મોટી દેખાય છે, તે જ રીતે પરિતૃપ્ત પ્રણયની આભાસી ઝંખનામાં અક્ષરા સળગવા માંડી. પણ મુદીત અને એનો મૂક પ્રેમ એની જગ્યાએ હજુય અકબંધ હતો. એક નાના બાળક જેવું નિર્દોષ હાસ્ય અને એ હાસ્યમાંથી નિતરતો નખશિખ વ્હાલનો પ્રવાહ હજુય અક્ષરા તરફ અવિરત વહેતો હતો. અક્ષરા અને મુદીત નામનો લગ્નસંબંધ આમ કરતાં કરતાં ચાર વર્ષનો થઈ ગયો. અક્ષરાનો બહિર્મુખી સ્વભાવ અને શોખીન વ્યક્તિત્વને કારણે એના મિત્રોની દુનિયા પણ મોટી હતી. મોલમાં રખડવાથી લઈને મુવી જોવા જવા માટે યા દરિયાકિનારાની પિકનિકથી લઈને વીક-એન્ડ-પાર્ટીઝ માટે એને ક્યારેય મિત્રોની ખોટ નો’તી લાગી. મુદીત પણ આ બધુ અક્ષરાને ખુબ ગમે છે તે જાણતો હોવાને કારણે એને ક્યારેય રોકતો નહિ. પણ, ઉપરવાળાએ બાંધેલા સંબંધનાં પારણાની ઘુઘરીઓનો રણકાર કયાંક મંદ પડયો હતો. અને એનું મુખ્ય કારણ બન્નેની અલગ અલગ પ્રકૃતિ હતું. મુદીત અને અક્ષરા એક જ નદીના બે અલગ અલગ કિનારા હતાં જે એક જ વહેણ સાથે જોડાયેલાં હોવા છતાં બન્નેનું અસ્તિત્વ સાવ ભિન્ન હતું ! પણ નદી આ બંને કિનારાઓ વગર રહી શકે એ શક્ય નહોતું માટે દૂરી વધવા છતાં બન્ને એ નદી જોડે સંકળાઈ રહેવું પડતું હતું.
આજે અક્ષરાને ચોમાસાનાં વરસાદથી તરબોળ થઈ રહેલી સાંજમાં ખંડાલા ઘાટ સુધી લોંગ ડ્રાઈવ પર જવું હતું અને એ મુદીતને એ માટે સમજાવવાના પ્રયત્નોમાં હમણાં ત્રીજીવાર ફોન કરી રહી હતી.
‘મુદીત ચાલને….શું આમ કરે છે ? કેવો સરસ વરસાદ પડે છે અને આવા ગોરંભાયેલા વાદળાઓની મોસમમાંય તું ઓફિસનાં નીરસ વાતાવરણમાં ફાઈલોની વચ્ચેથી નીકળવાનું નામ નથી લેતો.’
‘અક્ષરા, તારી વાત હું ય સમજુ છું. મને પણ ખુબ ગમશે તારી જોડે. પણ સમજવાની કોશિશ કર. મારી કંપનીનાં ચેરમેન હમણાં ન્યુયોર્કમાં કોન્ફરન્સમાં બેઠાં છે. વારંવાર કોઈને કોઇ ડીટેઈલ માટે ફોન યા ઈ-મેઈલ કર્યા કરે છે. મારાથી હમણાં ઓફિસ છોડી શકાય એમ નથી. માત્ર બે દિવસ રોકાઈ જા ને પ્લીઝ ! શનિવારે આપણે સવારથી નીકળી જઈશું. આઈ પ્રોમિસ !’
‘મુદીત, મને ખાત્રી છે કે શનિવારે તું મને લઈ જશે જ. પણ આ વરસાદ, આ વાતાવરણ શનિવારે ફરી હશે જ એવી ખાત્રી છે તને ? દોઢ કલાકનું જ ડ્રાઈવિંગ તો છે અહિંથી ! પાછું રાત સુધીમાં તો આવી પણ જઈશું.’
‘અક્ષરા, તું એક કામ કર….’ વચ્ચેનો રસ્તો કાઢતો હોય તેમ મુદીતે ઓપ્શન સામે ધર્યો… ‘તું અત્યારે ડ્રાઈવ પર જઈ આવ. તું ફરીને રાત સુધીમાં આવશે ત્યાંસુધીમાં હું પણ ઘરે આવી જઈશ.પછી શનિવારે આપણે બન્ને સાથે જઈશું.’ અક્ષરાએ સ્ત્રીસહજ છણકા સાથે ફોનનું ક્રેડલ પછાડ્યું અને વરસાદી વાયરામાં એકલી જ જવાનો ઓપ્શન ઉપાડી નીકળી પડી.
પંખીના માળાસમ ઊછરી રહેલાં વ્હાલનુમાં સંબંધને કુદરત કાળું ટપકું કરવાનું ભુલી ગઈ હશે કદાચ તે વરસાદી સાંજનાં વરસતાં પાણી અને કાળાડીબાંગ વાદળોને બાથમાં ભરવાની ઈચ્છા લઈ અને મુદીત પર છણકો કરી નીકળેલી અક્ષરા માટે એ રમણીય સાંજ નિર્દય ક્ષણોની કારમી ચીસ લઈને આવી. મુંબઈ-પુના એક્સપ્રેસ-વે પર 120ની ઝડપે દોડતી અક્ષરાની કારનું ડ્રાઈવીંગ સીટ તરફનું ટાયર અચાનક બર્સ્ટ થઈ ગયું અને અક્ષરાનું સ્ટિઅરીંગ વ્હીલ પરથી બેલેન્સ ખોરવાઈ ગયું. એક મોટા અથડાટ સાથે કાર બાજુનાં ડિવાઈડર પર ચઢી ગઈ અને સામેથી આવતી સ્કોર્પીઓ સાથે અથડાઈ ત્યારે અંદર બેઠેલી અક્ષરા બેહોશ થઈ ચૂકી હતી.
હોસ્પિટલનાં બિછાને સુતેલી અક્ષરા લગભગ મોતનાં દરવાજે દસ્તક આપી રહી હતી અને ઉંબરો ઓળંગવાની તૈયારી જ હતી પણ મુદીતની એક શ્વાસે ચાલી રહેલી દોડધામ, ચોધાર આંસુએ થઈ રહેલી પ્રાર્થના અને ડોકટરનાં ઝડપભેર લેવાઈ રહેલાં નિર્ણયોને લીધે થઈ રહેલી સારવારને કારણે અક્ષરાનાં બચી જવાની આશા ટકી રહી હતી.
અકસ્માત એવો તો વિકરાળ અને બિહામણો હતો કે જોનારને ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિ જીવતી હોવાની કોઈ આશા ન રહે. પણ ઇશ્વરે એની જીન્દગીનાં જમા ખાતે લખેલાં શ્વાસો હજુ કદાચ એનાં શરીરે લેવાનાં બાકી હતાં. અંતે નવ કલાકનું મેજર ઓપરેશન અને અગિયાર ડોકટરોની કુશળ ટીમથી પરસેવાનાં છેલ્લાં ટીપાં સુધીની મહેનતનું પરિણામ એ આવ્યું કે અક્ષરા બચી ગઈ. મુદીતને અક્ષરાનાં અક્સ્માતના સમાચાર મળ્યા ત્યારથી અત્યાર સુધીમાં હજારોવાર પોતાનાં પ્રેમ, ઇશ્વર પરની શ્રદ્ધા, પ્રાર્થનાની તાકાત, આધુનિક વિજ્ઞાનની કાબેલિયત બધું જ ચકાસી લીધું. જાણે માણસ એક જ વાર એક સામટો શ્વાસ પોતાનાં ફેફસાંમાં ભરીને દોડતો હોય કે જેથી ફરી શ્વાસ લેવાનોય સમય બગાડવો ન પડે અને જોનાર સુદ્ધા હાંફી જાય તે રીતે સતત અવિરત મુદીત દોડતો રહ્યો. એક જીવિત વ્યક્તિ માટે નહાવું, ખાવું, સુવું પણ જરૂરી છે તે વાતનોય મુદીતને આ સમયગાળા દરમ્યાન ખ્યાલ નહોતો રહ્યો. એને અક્ષરા અને એની જીદંગી સિવાય અત્યારે કંઈ જ દેખાતુ નહોતું. સારવારનાં તમામ આયુધો ખર્ચી નાખ્યા પછી હવે અક્ષરાની ફરી આંખો ખોલવાની રાહ જોવાતી હતી. ત્રણ દિવસ સુધી બેભાન રહેલી અક્ષરા સામે મુદીત આંખનો પલકારો પણ પાડ્યા વિના બેસી રહ્યો. ત્રણ દિવસ પછી જ્યારે અક્ષરાએ આંખો ખોલી ત્યારે એની પથારીની અડધી ચાદર મુદીતનાં આંસુઓથી ભીની થઈ ગઈ ! જ્યારે અક્ષરાએ આંખો ખોલી ત્યારે મુદીતને લાગ્યું કે વિશ્વમાં એનાં જેટલું ભાગ્યશાળી બીજું કોઇ નથી.
આખરે ડોકટરે પણ કહેવું પડ્યું કે મુદીત ‘‘યુ શુડ ટેઈક કેર ઓફ યોર સેલ્ફ ઓલ્સો !’ અગર તમે આમ સતત ઊંઘ અને ખોરાક વિના રહેશો તો તમે તમારી વાઈફની કાળજી લેવાનું તો છોડો પણ પોતેય બિમાર થઈ જશો અને જો એવું થયું તો અક્ષરા વીલ હેવ મોર પ્રોબ્લેમ્સ. તમે જ સ્વસ્થ નહીં હોવ તો અક્ષરાની કાળજી કોણ લેશે ?’
‘ડોક્ટર, મારાથી તો હવે આરામ ત્યારે જ થશે જ્યારે હું અક્ષરાને પાછો ઘરે લઈ જાઉં. ડોક્ટર કેટલો સમય લાગશે એને સારી થતાં ? એને હું ક્યારે ઘરે લઈ જઈ શકું ?’ ડોકટરને એક તરફ મુદીતની અધીરાઈ જોઈ આનંદ થઈ રહ્યો હતો તો બીજી તરફ શબ્દો ગોઠવવાની મુંઝવણ ઊભી થઈ રહી હતી.
‘મુદીત, આમ જુઓ તો અક્ષરાને સારી થતાં વાર નહીં લાગે. શી વીલ રીકવર ફાસ્ટ. યંગ બ્લડ છે, તમારી પ્રાર્થના છે અને કાળજી છે. સાચું કહું તો હું હમણાં જ એમ કહી શકું કે અક્ષરા સારી થઈ ગઈ છે પણ….પણ……’ ડોક્ટરનાં આ ‘પણ’ પછી આવેલું અલ્પવિરામ મુદીતને અકળાવી રહ્યું હતું, વિહ્વળ કરી રહ્યું હતું……મુદીતે લગભગ બરાડો પાડ્યો…… ‘પણ શું ડોક્ટર ? ટેલ મી ફાસ્ટ…..’ મુદીત કદાચ જિંદગીમાં પહેલીવાર આટલા ઊંચા અવાજે બોલ્યો હતો.
‘ ડોકટર, તમારી વાત મને સમજાતી નથી, તમે શું કહેવા માંગો છો ?’
‘અમે અમારાથી થઈ શકે એટલી બધીજ અને શક્યતાની છેલ્લી અણી સુધી અક્ષરાનાં ઓપરેશન અને સારવારની કોશિશ કરી છે.’
‘હા ડોક્ટર, એમાં તો મને કોઇ શંકા નથી. બલ્કે હું પોતે એ વાતનો સાક્ષી છું…’
‘મુદીત, આઈ શુડ સે સોરી, પણ એક ડોકટર તરીકે વાત કરૂં તો મારી પેશન્ટ અક્ષરા…..’ અને ડોકટરનાં અટકવાથી જાણે મુદીતનો શ્વાસ અટકી ગયો… ‘મુદીત, ધેટ વોઝ અ મેજર ઓપરેશન અને અક્ષરા મરતાં મરતાં બચી છે પણ એના સ્પાઈનલ કોડમાં ખુબ મોટી ઈજા થઈ છે અને અમે શક્ય એટલી એને રિપેર કરવાની કોશિશ કરી છે….. પણ….પણ…એની નસો એટલી ચુંથાઈ ગઈ છે કે અક્ષરા હમણાં પેરેલાઈઝ્ડ હાલતમાં છે. એનું મગજ, એનું મોં વગેરે કામ કરે છે પણ એ બોલી નહીં શકે અને હાથપગનું હલનચલન કરવા માટે યા બેસવા માટે પણ એને તમારા સહારાની જરૂર પડશે. આઈ હોપ કે તમે સમજી રહ્યાં હશો, હું શું કહી રહ્યો છું.’ મુદીતની જાણે તમામ ઈન્દ્રિયો સુન્ન થઈ ગઈ હતી. આંખને રડવું હતું પણ આક્રંદનો એક મોટો ઘાંટો એના ગળામાં આવીને અટકી ગયો હતો અને આંખો જાણે રડવા માટે આજીજી કરી રહી હતી. મુદીત શાંત થઈ શૂન્યમનસ્ક થઈ ગયો. જાણે એની આજુબાજુનું વિશ્વ સ્થગિત થઈ ગયું હતું. એની ભીતરનું તોફાન એને તહસ-નહસ કરી રહ્યુ હતું. ડોકટરે મુદીતને આઘાતમાંથી જગાડ્યો; બલ્કે મુદીતને જાગવું પડ્યું.
‘મુદીત આઈ એમ રીઅલી વેરી સોરી. બટ, વી હેવ ડન અવર બેસ્ટ. વી વેર હેલ્પલેસ ! પણ અક્ષરાનું શરીર હવે પેરેલાઈઝ્ડ થઈ ગયું છે અને એનું નવું જીવન તમે છો……યુ હેવ ટુ બી સ્ટ્રોન્ગ ઈનફ……’
****
વ્હીલચેર લઈ મુદીત એના બેડરૂમમાં એન્ટર થયો. એ વ્હીલચેરને એવી રીતે રમાડી રહ્યો હતો જાણે કોઈ સુપરમાર્કેટનાં મોટાં સ્ટોરમાં કોઇ બાળક લગેજ ટ્રોલી રમાડી રહ્યો હોઇ. એકદમ આનંદીત અવાજે કોલાહલ મચાવતો એ બોલી રહ્યો હતો.
‘અક્ષરામેડમ, ચાલો રેડી થઈ જાઓ આજે આપણે મોલમાં જઈએ છીએ !’ અને આજે અક્ષરા અને મુદીત નવી જ રિલિઝ થયેલી મુવી જોવા ગએલા. કોમેડી સીન આવે મુદીત જોર જોર હસતો, હાથ ઉલાળતો એની અને અક્ષરા બન્નેના હિસ્સાની ધમાલ મચાવતો. ઘરમાં રોજ સાંજે નવા ગીતોની સીડી મૂકી અક્ષરાને બેસાડી એનાં બેસુરા અવાજમાં એ પણ ગાતો, અક્ષરા સવારે ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધીમાં મુદીત ‘આઈ લવ યુ….આઈ લવ યુ’ કહેતાં થાકતો નહોતો. અક્ષરાની પરિસ્થિતિએ જાણે એક તદ્દન નવા જ મુદીતને જન્મ આપ્યો હતો. અક્ષરા જ નહિ મુદીતને ઓળખતા બીજા કેટલાંય લોકો મુદીતનું આ નવું રૂપ જોઈ વિસ્મય પામતા ! આ મુદીત એ પહેલાંનો મુદીતજ છે કે કોઇ બીજો ? પોતાની અંદરનાં જૂના મુદીતને મારી, ગૂંગળાવી, નવાં વાઘા પહેરીને જીવતો મુદીત પોતાનાં અંગત વિશ્વમાં પારાવાર આંસુઓથી પોતાની આંખો છલકાવી બેસતો. કદી દર્દની એક કરચ સરખીય અક્ષરાને ન વાગે એની સતત કાળજી લેતો મુદીત અંદરો અંદર એની પ્રિયતમા, એની પત્નિની લાચારી માટે હૃદયનાં તોફાનો, લાગણીઓનાં આવેગને ખાળી, દબાવી, કચડીને જીવતો રહ્યો.
મુદીતને માટે હવે પોતાની પસંદગી, પોતાની ઈચ્છાનું કોઇ મહત્વ નહોતું રહ્યું. અક્ષરાની આંખોને સતત હસતી જોવા, એની ઈચ્છાઓને સાકાર કરી એને જીવાડવા મુદીત રીતસર હવાતીયા મારવાની હદ સુધીનો પ્રયત્ન કરતો.
સતત સુઈ રહેવાને કારણે અક્ષરાને પીઠ પર પડી ગયેલા પાઠાંનું ડ્રેસીંગ કરતાં કરતાં પણ મુદીત એની જોડે એટલી વાતો કરતો કે ઘણીવાર અક્ષરાને પણ મનમાં એમ થઈ આવતું કે કેટલું બોલે છે આ માણસ, થાકતોય નથી બોલ બોલ કરી કરી ને !! મોલ્સ, મુવી, ગાર્ડન,દરિયાકિનારો, શોપિંગ અક્ષરાને ગમતીએ તમામ જગ્યાઓએ મુદીત અક્ષરા અને વ્હીલચેર ત્રણેય એટલું એન્જોય કરતાં કે જોનારને ઇર્ષ્યા આવે, વાત કરનારની નજર લાગી જાય અને મળનારને અદેખાઈ આવે, અને કુદરત…….? કુદરતને પોતાના બાંધેલા સંબંધના પારણાની ઘુઘરીનો રણકાર ગુંજતો રહ્યાની ખુશી થઈ આવે.
મુદીત ખુબ બોલતો. અઢળક વાતો કરતો. અક્ષરાને દિવસમાં દસ કરતાંય વધુવાર ‘આઈ લવ યુ’ કહેતો અને અક્ષરા……..? ખબર છે કે જાતે રૂમાલ લઈ નહી લૂછી શકે છતાં પોતાની આંખમાંથી ગાલ પર આંસુઓનાં મીઠાં પાણી છલકાવી બેસતી. એક જ નદીના બન્ને કિનારાને ખબર હતી કે અમારા વિના નદીનું અસ્તિત્વ શક્ય નથી. વ્હાલ, હુંફ અને પ્રેમના વહેણને વ્હેતાં રાખવા માટે બન્ને કિનારાએ એકબીજાની સાથે જ સમાંતર ચાલવું પડશે.
( બે અલગ વ્યક્તિની ભિન્ન પ્રકૃતિનો સ્વીકાર, એનો આદર, એક્બીજા પ્રત્યેની સમજણ અને પ્રેમ. શું સહજીવન નામના શબ્દની વ્યાખ્યાને પૂર્ણતા બક્ષવા માટે આટલું જ પુરતુ નથી ? એકબીજામાં ખામીઓ શોધવામાટે અને એ અંગેની ફરિયાદ કરવામાટે તો કદાચ આખું જીવન ઓછું પડે પણ ચાહત, સમજણ, આદર અને હુંફ શું કાફી નથી એ ફરિયાદોને અવગણવા યા દફનાવવા માટે ?? છૂટાછેડા એ માત્ર કોઇ સંબંધનો વિચ્છેદ નથી, સમાજની પણ નાદાનિયત એમાંથી છતી થાય છે.)
67 thoughts on “પ્રથમ ચાહું તને, પછી દુનિયાનો વારો – આશુતોષ દેસાઈ”
superb story vachi ne khoobajjj maja aavi gai really aaje aani samaj ni vadhare jarur 6e pati patni vache nice
superb story vachi ne khoobajjj maja aavi gai really aaje aani samaj ni vadhare jarur 6e pati patni vache nice.
superb story i like really like……
Badha na Gare jagda thai Che.. Ane lagni maran Pame Che.. Tamari story aava bhadha ne ek bija mate lagni ppachi lay aavshe ane jagtma thodu sukh vadhashe…. I hope this story will be read by many people and will make their life happy….
I don’t have word to express my feeling. what a description of character, really very nice story. most liking part is first paragraph of story.
રિયલિ મન ને અદ્કિ જાય તેવુ ચ્હે.
Dampatya jivan e aam juo to pati patni nu khub angat tam vishwa hoy chhe. Aa vartathi aa vishwa ne ek navo j ughad malyo. Biji aavi j rasprad kruti ni rah jovi gamshe. Kharekhar khub saras…abhinandan..
આશુતોષભાઈ,
દાંપંત્યજીવનની આટલી સચોટ અને ઉત્કૃષ્ટ વ્યાખ્યા સમજાવતી આપની કથા અદભૂત રહી. હજારો નહિ બલ્કે લાખો દંપતી આમાંથી પોતાના સંસારમાં જાગેલાં તોફાનમાં બોધપાઠ લેશે. ખરેખર , સાત પગલાં સાથે ચાલ્યા પછી … ” છૂટાછેડા ” જેવું પગલું આવવું જ ન જોઈએ ! એ જ આપણી હિંદુ સંસ્કૃતિના મહાન સંસ્કાર છેને ?
અભિનંદન સાથે આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આપ સર્વનો આભાર…આપના પ્રતિભાવો ખરેખર મારે માટે ખુબ પ્રેરણાદાયિ છે.
સર, તમારી કોમેન્ટમાં “દાંપત્યજીવન” શબ્દમાં “દાંપત્ય”ની જોડણી ને “દાંપંત્ય” લખવું એ ખોટી જોડણી ગણાશે તો એ સુધારી લેવા નમ્ર વિનંતી !
નીતાબેન,
દયાન દોરવા બદલ ખૂબજ આભાર. ભૂલથી પ ઉપર અનુસ્વાર ટાઈપ થઈ ગયેલ છે. સાચી જોડણી માટેના આપના આગ્રહનો નતમસ્તકે સ્વીકાર કરું છું.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
અદભુત….
” સફળ લગ્નજીવન માટેની માત્ર બે શરતો છે (૧)યોગ્ય પાત્ર શોધવુ અને (૨)યોગ્ય પાત્ર બનવુ.”
wooww ashutosh bhai…… it’s really heart touching love story bro….just awesum 🙂 :*
I seen myself in MUDIT character.
keep it up bro like a rising sun…..u done a great work…all the best for future.
સબંધ નો પેહલો નીયમ છે,
જતુ કરો એક બીજા માટે,
માલીકીભાવ થી સબંધ ને પામવાની કોશીષ નહી કરો,
વડીલો થી જોડાયેલુ સગપણ એ બે વયકતી ના જાણવા થી જોડાયેલા પ્રેમ લગન થી પણ વધુ ટકાઉ હોય છે.
ખૂુબ જ સરસ વાત કહી છે
અાિભનંદન.
wooowwww ashutosh bhai……it’s really heart touching love story…. I seen myself as MUDIT.
keep it up bro…….. u done a great work.. u r rising sun.. n congrts 🙂
Ashtosh,
really good one!
keep trying!
Just one word!!!! AMAZING….
It was catching and well sincronised. as some one has commented keep it up and bring all your creativity in the field of your interest.
Dear Asutoshbhai,
Really fantastic story. Heart touching story in todays KALYUG. Young Married couple should read, learn & understand this story for their future Happy life.
once again congrats for such a beautiful story.
બહુજ સરસ આશુતોશ ભાઇ……
ashutosh….
really a nice story to read…
its amazing to read it to imagine in front of eyes… so wonderfully expressed by words so heart touching….
. cngrts n all d best for future…
વાર્તા ના શિર્સક થિ લઈ ને અન્ત સુધિ ખુબ જ્ રસ્પ્રદ્ રજુવાત્.પાત્રો નુ વર્નન એવુ સુન્દર્ જાને સામે જ ઉભા હોય્. વાર્તા નો મર્મ જિવન મા ઉતારવાનુ મન થાય એવુ સરસ લખાન્.
ખુબ ખુબ અભિનન્દન્.
Ashutoshbhai
It is realy too sensitive story. After Akshara’s accident how Mudit is take care of her is making tear in my eyes.
Amazing story.
Keep it up.
Heartly congratulations.
Ashutosh Bhai, its and excellent story line. Heart touching and really its an example of “thoughts of excellence”. Looking forward to ready your next blockbuster story.
Regards….
” God Bless you”
I dont know what to say, but trust me friends your valuable responses are very much encouraging for me. Thank you very much guys….thanks lot…..
ખુબ્ સુનદર નવ્લિકા આશુતોશ ડેસાઈ મિત્ર તાર્રિ નવ્લિકા વાન્ચિ ને અત્યન્ત આનનદ ટ્ઠયો. ખુબ ખુબ આભિનન્દન્.વાર્તા પ્રવાહ મા સાથે વહિ જવા નુ મન થાય એવિ રજુઆત્.
Once Again Its A wonderfull Short story N nw I m waiting for your full collection In public at earliest.
cngrts n all d best for future…
Wow its amazing Mr. Ashutosh.
I like ur story so much.
Its realy very nice.
Feeling vala story hai……
aavi addition bhagvan bulk ma nathi banavtaa…:) they are lucky who are REALLY happy in their married life…
Dear Ashutosh bhai,
Heart touching story.
Pahela to aap na shukragujar 6iye atli saras ane hraday ne sparsti story amara sudhi pahochadva mate.
Story na pahela shabd thi aakhari shab sudhi prem varasto rahyo.
Kharekhar aaj ni fast life ma atla atut ane pavitra prem ni story sambhali ne aje ghana yugalo potana prem nu aankalan khud karse ane potana sathi ni lagni ni kadar karse ane eni lagni o ne swikarse.
Tame khub j saras ek raah chindhi 6e jena par badha e chalvu jove.
Congrats.
Waiting for your another good and heary touching story..
Very good strory.
આશુતોષ ભાઈ ઘણી જ સુંદર વાર્તા ….. અડધું અકસ્માત સુધી તો જાણે મારી જ જિંદગી લખી હોઈ એવું લાગ્યું…….
Really excellent writing
Very nice story. Every emotions are perfectly developed by author for both the characters. Thanks for such beautiful writing Ashutoshbhai and Mrugeshbhai for sharing it.
very nice story but I liked the writing , the description of their love & ofcourse their character , very nice thnx
ખુબજ સરસ બીજીવાર વાચી ને પણ આંખ માં
ઝળઝળિયા આવી ગયા .
Mr, Ashutosh very nice and awesome description about relation of couple.And I hope every one get some lesson from this story. Again its very good story . keep it up keep it up.
Superb story
આશુતોષ ભાઈ ખરેખર અત્યંત સુંદર વાર્તા છે. કાલિદાસ ભાઈ ના અભિપ્રાય સાથે સંમત. keep it up.
મૃગેશ ભાઈ તમે પણ અત્યંત સુંદર વાંચન નો રસથાળ પીરસો છો ..ધન્યવાદ અને અભિનંદન.
સમય્ આવ્યે પોતાને બદલતા પતિ અને પત્નિ ને આવદે તે સારો સમ્બન્ધ !!
શુ કહો આશુતોશભાઇ !!!!!!!!!!!!!
આનદ્થયો વાચિ ને ……
khub sars ,maza padi gai
boos bas 1 request kee
mahine kam se km 1 story to ap joo…….
very very very touchable to heart, touchable to emotion n brain.. what a wonderfull & awesome lovestory is it!!!
khub j saras.
Awesome. Very minutely catched and expressed the emotions of a married couple. Its not a story of one couple but reflects to many and that’s why it has become so appealing and touchy.
Thanks to Ashutoshbhai and of-course, Mrugeshbhai for giving us so nice story.
Describe and prescribe both of the word are different with similar narration and the same continuity level has to be maintain in the marriage life which could be a success story better than the any story of the world
Ashutosh…….it was a great story / lesion / suggestion / narration / expression ….etc….
આશુતોશ્
લેખક તરિકેર્નિ શરઆત ખુબજ હદય સ્પરશિ અને ભવ્નશિલ ચ્હે
ચાલુ રખ્હો.
ખુબજ અભિનન્દન્.
માસા
Heart-touching story. Right from the title of the story, until the end-note, everything is so well thought and well-written.
The first paragraph of the story is a very good beginning and then both the characters of the story – Mudit and Akshara are described extremely well. The words/sentences used for comparing their extreme characters are simply awesome. The later part of the story (after the twist) brought tears into my eyes. And last but not the least, the end note in brackets () is worth reading and understanding.
Thank you so much for writing this story Ashutoshbhai and sharing it with us. Would love to read more from you. Truly enjoyed reading it.
Over Happiness could made man mad…..my condition is realy like that right now, belive me Friends I was not expecting that I will received these much response or review about my writing, but you all are so kind and humble that give your lot of love to me…I am oblige for it….and નતમસ્તકે આપ સર્વનો પ્રેમ સ્વિકારુ છું. પ્રયત્ન કરીશ કે આપની આ લાગણી નો ઉપયોગ સારી ગુણવતા વાળૂ અને આપનું ઉત્તમ મનોરંજન કરનારું લખાણ લખવામાં કરી શકું. આપ સર્વનો આભાર માની આપથી પરાયા નથી થઈ જવું માટે બસ ફરી મળીયે એમ કહી વીર્મુ છું.
પણ એક વાત ચોક્કસ મારી પહેલીજ વાર્તા પ્રસિદ્ધ થઈ હોવા છતા આપે ખુબ પ્રેમ આપ્યો અને મારા લખાણને સહર્ષ વધાવી લીધું તે મારે માટે ” વધુ લખો નું ઉત્તમ ઈધન છે”.
આશુતોષ દેસાઈ.
+૯૧ ૭૭૩૮૩૮૨૧૯૮
ashutosh_desai01@yahoo.co.in
ashutosh.desai01@gmail.com
Good and touchy story.husband /wife should tell each other to read this story.it may change their perception.
સુઁદર અને ખુબજ ઉત્તમ રચના.આશુતોષભાઈ ને ખુબજ અભિનઁદન.
I like the story very much. Heart touching story..keep it up….
I like the story very much. Heart touching story..આંખ ભીની થઈ ગઇ….
બહુજ સરસ વાર્તા.
અતિ સુંદર! જીંદગી માં ક્યારેક કોઈ નો હાથ પકડી ને માનોમન આવું જ કંઇક નક્કી કરેલું જે સમય ની સાથે ‘કહેવાતી જવાબદારીઓ’ નો બોજ ઉપાડવાના વ્યર્થ થાક નીચે ક્યાંક દબાઈને છેટે રહી ગયેલું; અને હવે આ વાંચ્યા પછી ફરી નજર સમક્ષ પાછું આવી ગયું. એ વિસરાઈ ગયેલા નિર્ણય ને સંકલ્પ માં બદલવાનો સમય આવી ગયા નું યાદ કરાવવા બદલ ખુબ ખુબ આભાર.
nice words <3 🙂
બહુજ સરસ વાર્તા.મન્ન ને ગમિ જય
બહુ સરસ આશુતોશભાઇ !
આને જ કહેવાય સાચો પ્રેમ આજ ન સમય મા આવા સાચા પ્રેમ ને સમજવાનિ વહુ જરુર
aashutosh sir u r amazing really no words to say let me tell u something i m married n many times i feels tht my love towards my husband is increasing day by day 2yrs has been passed bt its like haven its nothing else bt because of true love n understanding between us its a wonderful reletionship
Thanks DIPALI for such a lovlly reply and i am happy that you find it worth to read, feeling great to know that you have a nice relationship with your hubby, have a wonderful life head.
Really its speechless story…Awesome love story which i have read ever…Heart touching story…:)
really such a WONDERFUL story.. full of fillings -> direct comes from heart..
Good Read…nice one…keep it up!!
aavi understanding aaje badha ne lavavani jarur che to relation ma koi problem aave j nai…nice story nd thoughts..
મે આ વાર્તા ૩ વાર વાચેી ચ્હે. તોય ફરિથિ વાચવાનુ મન થયા કરે ચ્હે.
It was reallly simple superb.. in today’s era this should be there. as no time for husband -wife in theri job.
બહુ સુંદર વાર્તા…….ખરા પ્રેમની વાર્તા, સાથે સાથે, કરૂણ પણ એટલીજ……
fantastic story
I just LOVED this story awsm awsm……. love love love///////
વિવાદના બદલે સ્ન્વાદ હોઇ તોૂ ધાર્યુ પરિનામ આવિ શકે
beautiful story, very honest and true feelings for each other, I like it. 🙂