[ વડોદરાના સુપ્રસિદ્ધ કવિ-ગઝલકારો પૈકીના એક એવા શ્રી મકરંદભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ ગઝલસંગ્રહ ‘માણસ તો યે મળવા જેવો…..’ માંથી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825082546 અથવા આ સરનામે makarandmusale@gmail.com સંપર્ક કરી શકો છો. ]
[1]
લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.
સૌ પૂછે છે : ‘સારું છે ને ?’
સાચો ઉત્તર કોને દેવો ?
આપ ભલેને હોવ ગમે તે,
હું ય નથી કંઈ જેવો તેવો.
દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.
વાતે વાતે ફતવા કાઢે,
હેં ઈશ્વર, તું આવો કેવો ?
બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાંજ મને છૂટે પરસેવો.
[2]
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુઃખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
છેડવાથી શક્ય છે રણકી ઊઠે,
મન સિતારી-તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
સત્યના શસ્ત્રો ઉગામી તો જુઓ,
જૂઠ ખાલી વ્હાર જેવું હોય છે.
ના, કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.
[3]
વાત મારે સાનમાં કરવી હતી,
આંગળી તારા ભણી ધરવી હતી.
મેં અરીસાઓ બધા રંગી દીધા,
જાતને આમેય છેતરવી હતી.
બાગમાં હું સાવ ધીમેથી ગયો,
ખુશ્બુઓને બાનમાં કરવી હતી.
મોહરું તરડાઈને તૂટી ગયું,
એ નજર પણ તેજ સોંસરવી હતી.
મેં જ મારું મોં પછી જોયું નથી,
વાસ્તવિકતા એટલી વરવી હતી.
[ કુલ પાન : 70. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : બુકપબ ઈનોવેશન્સ. હિંગળાજ માતાનું કંપાઉન્ડ, મનમોહન કોમ્પ્લેક્સની પાછળ, નવરંગપુરા પોલીસ સ્ટેશનની ગલીમાં, નવરંગપુરા. અમદાવાદ-380009. ફોન : +91 79 26561112. ઈ-મેઈલ : info@bookpub.in ]
18 thoughts on “માણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે”
Kavi toye Makarand jeva, lakhe toye vanchavaa jeva
ઉત્તમ અભિવ્યક્તિ…
..બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાંજ મને છૂટે પરસેવો.
મજા પડી ગઈ…
મકરંદભાઈ,
સચોટ અને મમળાવવી ગમે તેવી ગઝલો આપી. મજા આવી ગઈ. અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
રીડ ગુજરાતી ડૉટ કૉમના વાચક શ્રી કાલિદાસ પટેલે ઓસ્ટ્રેલીયાથી ફોન કરીને એમનો ઉમળકો વ્યક્ત કર્યો. એમનો આભાર. ઉપર પોસ્ટ કરેલી પ્રથમ ગઝલનો પ્રથમ શે’ર “લાખ” ભલેને હોય કુટેવો…માં ‘લાખ’ને બદલે ‘લાખા’ લખાયું છે જે મુદ્રણ દોષ છે. ધ્યાન દોરવા બદલ શ્રી કાલિદાસ પટેલ નો આભાર…
Thank you makrandbhai,
I have corrected it.
From :
mrugesh shah
ણૅ
દર્પણને ઘડપણ આવ્યુ છે — વિચારની મૌલિકતા ખૂબ ગમી.
બધી રચનામાં એક એક ચોટદાર કડી સમાયેલી છે.
‘લે કપાયા દુખના દહાડા, સમયને પણ ધાર હોય છે’. ખુબ જ ધારદાર.
બાગમાં હું સાવ ધીમેથી ગયો,
ખુશ્બુઓને બાનમાં કરવી હતી,
એ જ સાલુ નસેીબ મા નથિ
Simply beautiful. Sadaima pan Makrandbhai e oondan siddha karyun chhe. Hats off. Lage raho bandhu.
Sallam ,Makrand bhai. Nice Gazals.Best wishes.
ખૂબ સરસ ગઝલ છે.કવિ શ્રી મકરંદ ભાઈને ગઝલ સંગ્રહ માટે અભિનંદન તેમજ
હાર્દિક શુભેચ્છાઓ.
ખુબ સરસ !
ખરેખર સરસ. really very beautiful thoughts reflected in above creations…
very nice ganuj undan chhe jivan ne sav najik thi manta hoie evu lagyu. thanx lot dear. lakhta j. raho mari subhechchha hamesa tamari sathe 6.
ખુબ જ સુન્દર ક્રુતિ. મનને સ્પર્શિ જાય એવિ.
What a line!! What a line!!
Hats off to you sir.
Immensely pleased with your ghazal. Thank you for this wonderful creation and many many congratulations for your book.
Love and prayers,
Samir
London.
Khub j saras….