એડમીશનની જાળ ! ! ! – કૃષ્ણ દવે

[ રીડગુજરાતીને આ કવિતા મોકલવા બદલ શ્રી કૃષ્ણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kavikrushnadave@gmail.com સંપર્ક કરી શકો છો.]

આંટી ઘુંટી એડમીશનની જાળ માં એવા જકડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

સાવ બની મા બાપ બિચારા ક્યાં ના ક્યાં જઈ રખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

પોતે સૌ શિક્ષણના રાજા ને સીસ્ટમ અંધેરી
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી
કઈ રીતે ડોનેશન દેશું ? એમાં વાસણ ખખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

ડોક્ટર,એન્જીનીઅર,એમબીએ,બીસીએ, કે સીએ
નાટા,સીમેટ,ગેટ,કેટ સૌ લોહી મજાનું પીએ
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

ક્યાં ગઈ વિદ્યા ? વ્હાલ ગયું ક્યાં ? ગુરુ શિષ્યનો નાતો ?
ના ના વિદ્યાપીઠ નથી આ કેવળ ધંધો થાતો
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “એડમીશનની જાળ ! ! ! – કૃષ્ણ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.