[ નવોદિત સર્જક શ્રી કેયૂરભાઈનો આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sonikm285@yahoo.co.in સંપર્ક કરી શકો છો. ]
માણસ કેવો? કોના જેવો? ક્ષણિક જન્મતા ઝાકળ જેવો!
કદી ઘમંડી સાગર જેવો, કદી સીમટતો ગાગર જેવો.,
કોઈને ડારે, ડરે કોઈ થી, ક્ષણ માં વીર ને પામર જેવો
ક્ષણ માં રીઝે ક્ષણ માં ખીજે, આશુતોષ ના તાંડવ જેવો
ઘડીક હઠીલો અને ટેકીલો જાણે અડગ હિમાલય જેવો
ફરી મળે જો રસ્તામાં તો ઠેબે ચડતા પથ્થર જેવો
કોઈના સુખમાં રડતો રહેતો, દુ:ખે કોઈના વળી ફુલાતો
દેખાડો કરવામાં જાણે કાચીંડા ના સહોદર જેવો
દ્વાર ખોલીને બેસે એવો ઠાઠ નવાબી દાતા જેવો
દેવાલય માં જઈ ને રીઝવે ભીખ માંગતા ચાકર જેવો
ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો
ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો
કોઈને કાજે પુષ્પ શો કોમળ, કોઈને ડસતી સાપણ જેવો
હોય ગમે તેવો એ કિન્તુ, મળવા જેવો, ગમવા જેવો.
17 thoughts on “માણસ કેવો ? – કેયૂર સોની”
“માણસ કેવો?” એનું સચોટ ચિત્ર આ કાવ્યમાં પંક્તિબદ્ધ થયું છે .
ખૂબ જ સરસ કેયુરભાઈ……..
માણસ થઈને માણસ કેવો, એ જાણવા પ્રયાસ કરવા જેવો
પ્રયાસને અંતે જાણવા મળ્યું કે માણસ એ તો માણસ જેવો
——-હર્ષ જોશી .
વાહ વાહ,
ખુબ સરસ.
આપની કવિતા પરથી ખરેખર માણસ હોય ગમે તેવો કિન્તુ, મળવા જેવો, ગમવા જેવો.
Keyurbhai,
Nice poem. Thanks.
Kalidas V. Patel { Vagosana }
K
Keyurbhai,
Pratham prayas 6e evu lagtu nathi. Kharekhar khub saras kavita 6e. Keep it up..! All the best..!
ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો
ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો
——–
એકદમ સાચી વાત. એક કલ્પના…
અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા
————————–
તે અંધકારથી ભરપૂર પ્રદેશ છે. ત્યાં બધું અંધારામાં જ થાય છે. ત્યાં જીવનનો લાલચોળ પ્રવાહ સાવ અંધારામાં, સતત વહ્યા કરે છે. ત્યાં જીવનનો ધબકાર અવિરત થયા કરે છે : કોઈ જ અજવાળા વગર. ત્યાં પૂરવઠો ઠલવાય છે, વપરાય છે અને કચરાનો નિકાલ પણ થાય છે; ત્યાં જાતજાતના પવન ફૂંકાય છે; ત્યાં વિકાસ અને વિનાશ થાય છે; વિચારો અને ચિંતન થાય છે; યોજનાઓ ઘડાય છે, એમનું અમલીકરણ થાય છે; માન્યતાઓ, પૂર્વગ્રહો, ચિંતાઓ, વ્યથાઓ, ઉલ્લાસો, ઉત્સવો પણ થાય છે. ત્યાં સંગીતની સૂરાવલીઓ અને નિરર્થક ઘોંઘાટ પણ થાય છે. ત્યાં નવસર્જન પણ થાય છે.
પણ સઘળું નકર્યા અંધકારમાં.
માત્ર બે જ ગોખલામાંથી પ્રકાશનાં નાનકડાં કિરણ પ્રવેશે છે ; પણ એનાથી નાનકડી ઉત્તેજનાઓના સંકેતો જ અંદરની કાજળકાળી કોટડીમાં પ્રવેશી શકે છે.
એ પ્રદેશની અંદરની વ્યવસ્થામાં સહેજ પણ ફેરફાર થાય ; અવ્યવસ્થા સર્જાય તો એનું સમગ્ર હોવાપણું ખળભળી ઊઠે છે. નાનકડી અવ્યવસ્થા પણ તેને ડગમગાવી દે એટલું સંવેદનશીલ એનું માળખું છે. અને જેવી આવી કોઈ નાનકડી આપત્તિ આવી પડે કે તરત જ, એની અંદર સતત જાગૃત રહેતી સેના એ અડચણ પર તુટી પડે છે; એને તહસનહસ કરી નાંખવા કેસરિયાં કરી, જંગમાં ઝૂકાવી દે છે.
પણ આશ્ચર્યની વાત એ છે કે, એનો નિયંત્રક સમ્પૂર્ણ અંધકારથી ભરેલી કાજળકોટડીમાં નિવાસ કરતો હોવા છતાં, મેધાવી છે; પ્રજ્ઞાચક્ષુ છે. એ સાત સમંદર પાર પહોંચી શકે છે; એને કોઈ અવયવ ન હોવા છતાં, એના હાથ બહુ લાંબા છે!
કયો છે એ અવનવો પ્રદેશ? શું નામ છે એનું? એ ક્યાં આવેલો છે? કયા અક્ષાંશ અને રેખાંશ પર?
આપણે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. તમે, હું, તેઓ – આખી દુનિયાનું દરેક જણ તેને બહુ જ સારી રીતે જાણે છે! આપણા દરેકનો એ પ્રદેશ પોતીકો છે. બહુ જ વહાલો છે. આપણી બહુ નજીક છે. સહેજ પણ દૂર નથી. એના માટે જ આપણે બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને છતાં એની અંદર સહેજ ડોકીયું પણ કરી શકતા નથી.
આ તે શું આશ્ચર્ય? આ તે કેવી વિડંબના?
લો! ત્યારે એનું નામ ઠેકાણું આપી જ દઉં.
એ છે – આપણું શરીર!
લે! કર વાત! બહુ મોંયણ નાંખી દીધું ને વાતમાં?
પણ તમે કબૂલ કરશો કે, આપણે આપણા દેહ વિશે કશું જ જાણતા નથી. જે કાંઈ આપણને ખબર છે; એ તો કોઈકે શિખવાડેલું છે. એની અંદરની બધી પ્રવૃત્તિઓ વિશે આપણે પૂર્ણ રીતે અણજાણ હોઈએ છીએ. જે કાંઈ ખબર આપણને પોતાને પડે છે; તે તો સંવેદનાઓથી જ ખબર પડે છે. અને જેને એ ખબર પડે છે; તે મન તો સૌથી વધારે જડબેસલાક, અંધારપેટીમાં કેદ છે. એ ડગલું પણ ચસકી શકતું નથી. ( અને છતાં ચસકી જાય ખરું! મોટે ભાગે ચસકેલું જ હોય છે! )
અને એ મન જ આપણી બધી આપત્તિઓનું મૂળ છે. એ પોતાને બહુ જ જ્ઞાની માને છે. આખા જગતના કેન્દ્રમાં હોય તેમ, અભિમાનમાં રાચે છે. આખી દુનિયાને ગોળ ફરતી રાખવાના ગુમાનમાં ચકચૂર છે.
અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા! એનો દેશ અંધાર્યો; એની પ્રવૃત્તિઓ અંધારી; એની હિલચાલ અંધારી; એના મતલબો અંધાર્યા. એનાં કરતૂત અંધાર્યા.
જ્ઞાન ને પ્રકાશની બડાઈઓ હાંકવામાં માહેર; પણ સતત અંધકારમાં ભટકતો, મદમાં ચકચૂર, આંધળો અને સૌથી વધારે જોખમકારક, ખોફનાક ખવીસ.
માનસ કેવો – કેયુર સોનિ કવિતા વાચિ સાથે રિપ્લાય પન વાચ્યો…
સુરેશ જાની says:
July 27, 2013 at 8:54 pm
ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો
ક્ષણે ક્ષણે બદલાતો એ તો નિત્ય નવેલી મોસમ જેવો
——–
એકદમ સાચી વાત. એક કલ્પના…
અંધાર ઘેર્યા પ્રદેશનો આંધળો રાજા……
————————–
i tried to write in gujarati but due to such not in condition mode applying by me and …. any way…..
the basic function is very good in the reply mode as well as the poem part “ખુદ ને જાણે શું ય સમજતો, ઈશ્વર ના પથદર્શક જેવો”
WE ARE NOTHING AGAINST GOD
BUT WE ARE DOING THE THINGS LIKE DOG…
thanks for pardoning me for such words which is not understable by me in life….
like that..
Hi big b u have created it very nice u r really genious i m proud of u & salute u for ur new adventure .keep it up.
ઍક્દમ તાજા ખિલેલા ફુલની મહેક જેવુ મઘમઘતુ કાવ્ય.
પળૅ પળૅ બદલાતા મન ની સ્થિતી નુ સુન્દર શ બ્દચિત્ર
ધન્યવાદ
તમરા સૌના પ્રોત્સાહન બદલ.
REALLY GOOD ONE KEYUR !! I LIKED IT. AS A MAATER OF FACT I WAS TRYING TO WRITE SOMETHING OF THAT SORT, BUT COULD NOT COIN THE WORDS PROPERLY. YOU SEEM TO HAVE DONE IT FOR ME.CONGRATS
હોઇ ભલેને લાખ કુતેવો માન્સ તોયે મલવ જેવો
really you explained beautifully the definition of human being.
ખુબ સરસ
બહુ સરસ્.