આવે છે – નીલેશ પટેલ

[‘અખંડ આનંદ’ માંથી સાભાર.]

દોસ્ત નિષ્ફળતા લાખ આવે છે,
દિલને મજબૂત તો બનાવે છે.

રોટલો તો મળ્યો ભિખારીને,
રાતને ઓટલો વિતાવે છે.

મૂળથી આ શિખર સુધીનું દુઃખ,
જો, અધૂરું ફરી લખાવે છે.

આંગણું જે ગરીબ ઘરનું છે,
ત્યાં જ પંખીનું ટોળું આવે છે.

હું ય ભાંગીને ભુક્કો થઈ જઉં,
એક તારું સ્મરણ બચાવે છે.

એ હજી પણ નથી થયો પગભર,
એક પરપોટો ઘર બનાવે છે.

છાંયડને જરાય ચેન નથી
તડકો આખો દિવસ ભગાવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આવે છે – નીલેશ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.