યોગ્ય લેખની પસંદગી, ટાઈપિંગ, પ્રૂફ, પોસ્ટ, વાચકો અને સર્જકોના ઈ-મેઈલના નિયમિત જવાબ, વાચકો તથા લેખકો સાથે જીવંત સબંધ, વેબસાઈટનું સતત ઓપરેટિંગ – આ બધી જ કામગીરી એકલાહાથે કરવી આજના સમયમાં જરાય સહેલું નથી. હાલમાં અનેક લોકો વિવિધ કામગીરી સંભાળી સાઈટને ધબકતી રાખવા મથે છે ત્યારે એકલા હાથે સાત કોઠા વીંધતો અભિમન્યુ યાદ આવી જ જાય. સાતમા કોઠે જેમ એ પરાજિત થયો એમ સાહિત્યનો અભિમન્યુ હાર્યો… પણ તેણે કરેલું કાર્ય આજે પણ ટોચ પર છે. મેસેજ, ફોન, ઈમેલ તથા ફેસબુકથી યાદ કરતા ભાવકો તથા લેખકોએ આજ દિન સુધી પુણ્યાત્માને સ્મરીને વંદન કર્યા છે. આજે પણ એ જ દિવસ છે, એણે જઈને પણ અનેકોને એમનું કાર્ય ધબકતું રાખવા પ્રેર્યા છે.
3 thoughts on “વિશેષ નોંધ – તંત્રી”
Good site for gujarati
Very nice sir bhuj sars site 6 hu divas ma ek var to kholuj chu
સરજી,
તા.26-07-2013 ના રીડગુજરાતીને એક નિબંધ ‘ઘર’ મોકલેલો. એ પ્રકાશિત થવાની રાહમાં છું.