વાત વાતમાં મમ્મી આજે… – શ્રમ વિલેશ કડીયા

[ કલોલની ‘અમૃત વિદ્યાલય’ના સાતમા ધોરણમાં ભણતાં આ નાનકડા સર્જકનું સુંદર મજાનું આ કાવ્ય છે. રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા માટે શ્રમનો ખૂબ ખૂબ આભાર. લેખનક્ષેત્રે તે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. આપ તેનો આ સરનામે vilesh_kadia2002@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

વાત વાતમાં મમ્મી આજે કચકચ ના કરીશ,
કાયમ તું તો નન્નો ભણતી ચઢતી મુજને રીસ…વાત વાતમાં મમ્મી આજે…

…….. બેસું જો હું તકિયા ઉપર, કહેતી તકિયો પડશે,
…….. લખવા માટે પેન લઉં તો, કહેતી પપ્પા લડશે….

શીખવી મારે A,B, C, C ક્યારે હું શીખીશ ?
કાયમ તું તો નન્નો ભણતી, ચઢતી મુજને રીસ…. વાત વાતમાં મમ્મી આજે…

……..હોડી હોડી રમવા માટે જેવું છાપું લીધું,
…….. લીધું એવું મમ્મી તેં તો લેશન કરવા કીધું…

આજે મુજને રમવા દો, મા, કાલે હું લખીશ,
કાયમ તું તો નન્નો ભણતી, ચઢતી મુજને રીસ… વાત વાતમાં મમ્મી આજે…

……..ઘડિયો મોઢે કરવા માટે જેવો હું તો બેઠો,
…….. બેબી ઊઠશે એમ કહીને અટકાવે છે તું તો…

રમું, લખું કે વાંચું, તોયે કરતી ચીસાચીસ,
કાયમ તું તો નન્નો ભણતી ચઢતી મુજને રીસ… વાત વાતમાં મમ્મી આજે…


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ – પ્રવીણ શાહ
દુર્યોધનવધ – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર Next »   

19 પ્રતિભાવો : વાત વાતમાં મમ્મી આજે… – શ્રમ વિલેશ કડીયા

 1. BAKUL SATHAWARA says:

  many many congratulations to shram kadia

  it is a really good, that a sach a small person can write samall poet with discribing the real sotry which happens on a daily basis, it understand that how mother is carring for her childern. and how childern is showing intrest for his or her mother

  it is a very impressing thing

  once again a very congratulations to mr shram v kadia

 2. sandip says:

  ખુબજ સરસ આજ ના બાળકો માટે આવો અન્યાય થતો હોય છે, પણ આ બાબત નો ખયલ પન નથી હોતો.

 3. kalpana desai says:

  અભિનંદન શ્રમ.બહુ આનંદ થયો.

 4. Nitin says:

  નાના બાળક નુ કેટ્લુ સરસ સર્જન્.મજા પડિ.

 5. Pravin V. Patel ( USA ) says:

  જાણે-અજાણે બાળકોને અન્યાય કરતી મમ્મીઓ માટે “STOP” ની ચેતવણી દર્શાવતું આ કાવ્ય શ્રમના સાચા ‘શ્રમ’નું પ્રતિક છે.
  વાસ્તવિક ધરતી પર વિહરતો આ તારલો શિરમોર બને એવી પરમકૃપાળુ પરમાત્માને હાર્દિક પ્રાર્થના.અતિસુંદર——————————-પ્રગતિની કેડી ધમધમતી રહે એવી મંગલકામનાઓ.

 6. બાળકોની રોજબરોજની વ્યથાને ખુબ જ હળવી છતાં ય અસરકારક રીતે અભિવ્યક્ત કરતી મનભાવન રચના માટે ભાઈ શ્રમ ખુબ ખુબ અભિનંદનનો હકદાર છે.

 7. dhiraj says:

  ખુબ જ સુંદર રચના………

  ખરેખર ૭ માં ધોરણ માં ભણતા બાળકે આ લખ્યુ છે?

  અદભૂત……..

 8. surbhi raval says:

  ખુબજ સુન્દર મનોવ્યથા કહેી શક્યા નાનકદા કવિ રાજ.
  વાલિઓ પન સમજિ બાલપનનિ મઝા માનવા દેજો .
  શ્રમભાઈ ને કલમનિ શક્તિ મલતિ રહે પ્રભુ આશિશ….

 9. Harsukh says:

  વાહ નન્હે શેર . . . . . .

 10. p j pandya p says:

  બહુ જ સરસ શ્રમ્ભૈ અભિનન્દન્

 11. Rajni Gohil says:

  Congratulations rising star. Wish you all the best. Positive thinking will help reach higher stage.

 12. Asha Buch says:

  Congratulation. Keep it up.I am waiting for new song from you. Really it is very good effort by you. I impress.

 13. ashok pandya says:

  બહુ જ મજાનું કાવ્ય..ખરા અર્થમાં બાળકે લખેલું સુંદર ગીત્..મોટા કવિઓએ લખેલા કહેવાતા બાળ ગીત જેવું નહિ..વાસ્તવમાં એ બધા તો બાલિશ ગીતો છે..

 14. બી.એમ.છુછર says:

  “અમૃત વિદ્યાલય”ના ટાબરીયા કવિએ “અમૃત કાવ્ય” પીરસ્યુ.આજના બાળકોની વ્યથા બખુબી કાવ્યમા વર્ણવી. અભિનંદન… શ્રમ કડીયા…..તારા સોનેરી ભવિષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરૂ છુ.મહેનત જાળવી રાખજે.

 15. Nikul H. Thaker says:

  ખરેખર મજાનું કાવ્ય!!!

 16. Kalidas V.Patel Vagosana } says:

  શ્રમ,
  સુંદર કાવ્ય આપવા બદલ આભાર સાથે અભિનંદન.
  ઊત્તરોત્તર પ્રગતિ કરતા રહો.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા }

 17. Keyur Soni says:

  અત્યન્ત અભિનંદનીય પ્રયાસ. આગળ પણ આવું જ પ્રશંસનીય લાખો તેવી શુભેચ્છા. નાની ઉંમરે સ્તુત્ય પ્રયાસ. યોગ્ય માર્ગદર્શન મળે તેવી શુભેચ્છા.

 18. smita mistry says:

  very nice poem like one poet

 19. Nirav says:

  ખુબ જ સુન્દર
  અભિનન્દન શ્રમ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.