તે ઉઘાડે પગે આવ્યો – ગુલાબરાય જોબનપુત્રા

[‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2013 માંથી સાભાર.]

એક ગામમાં એક ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. નાનું મોટું વણાટનું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, શું કરીશું?’ ડોસાએ એક કામળો હજી હમણાં જ પૂરો કર્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો દે, હું વેચી આવું !’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. એ ગામ મોટું હતું એટલે ખપત રહેતી.

ડોસો આખો દી’ ગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ઘરાક ન થયું. સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતાં ચાલતાં એક ત્રિભેટે પહોંચ્યો. ત્રિભેટે એક મંદિર હતું. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ વિશાળ કદની હતી. ભગવાન રામ ભેગા સીતા મૈયા અને લખન ભૈયા તો હોય જ, પણ અહીં, મંદિરની વિશેષતા જાણો તો વિશેષતા, ભગવાન રામ એકલા બિરાજ્યા હતા. સાંજ ઢળી ગઈ હતી. આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ વહેલો પડ્યો હતો, એટલે ઠંડી વળી ગઈ હતી. આમ પણ ડોસાને ટાઢ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સન્મુખ બેઠો. સભા મંડપ ખુલ્લો હતો, ઠંડા પવનના સુસવાટા આવતા હતા. ડોસાને ટાઢનું લખલખું આવી જતું હતું. તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો આ મારા વહાલાને નહિ લાગતી હોય ?’ તેને જાણે કોઈએ દોર્યો, ઊભો થયો, ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે !’ આ પછી થોડો વિસામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.

તે ઘરે પહોંચ્યો. ડેલીની સાંકળ ખખડાવી. ડોસાએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો ન હતો. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલે દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ સૂતો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક ન થયું.’
ડોસીએ પૂછ્યું : ‘તો કામળો ક્યાં ?’
ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’
ડોસીએ પૂછ્યું : ‘ક્યાં ?’
‘ત્રિભેટાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે ન થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે ઠીક કર્યું.’

પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, એ ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે ?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ ન હતું ! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ ન હતું, આ કોથળી પડી હતી.’

તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું, ‘જો તો ખરી, માંહ્ય શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યું કે માંહ્ય સોના-ચાંદીના સિક્કા દીઠા ! ડોસીને નવાઈનો પાર ન રહ્યો. ડોસાને આ કૌતુક સમજાણું નહિ. એ આખી રાત બેયને નીંદર ન આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને એ પગલાં પાછાં પણ વળ્યાં હતાં ! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી આ પગલાં મારા રામનાં છે ! મારો વહાલો ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો !’ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ડોસીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ છલકાઈ ઊઠી !

પછી તેઓએ રંગેચંગે દિવાળી ઊજવી.
જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુર્યોધનવધ – અરુણ વિનાયક જાતેગાંવકર અને વાસંતી અરુણ જાતેગાંવકર
સિદ્ધપુર : એક પરિચય – સોહમ રાવલ Next »   

27 પ્રતિભાવો : તે ઉઘાડે પગે આવ્યો – ગુલાબરાય જોબનપુત્રા

 1. Dhara says:

  Very nice story.

 2. Dhara says:

  Very good story.
  I like it.

 3. gunwant says:

  nice heart touching story

  • dinesh bhatt says:

   સરસ ખુબ સારિ વાત છે.

   જે બિજા નો વિચાર કરે અને બિજા નિ પિડા ને સમજે પોતનો લોભ મુકિ અને
   ભગવાન મા આસ્થા રાખે એને ત્યા જ ભગવાન ઉઘાડે પગે આવે વાત ખરે ખર
   ભગવાન નિ અને સત્ય નિ નજિક હોય એવુ લાગે જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.

   દિનેશ ભટ્ટ

 4. Mishti says:

  I dont like this story… aawa chamtkar samjan ni bahar 6… rather i feel the story is incomplete… kharekhar mandir ma bhagwan ni murti ne thandi lage? ha a vat barabar 6 k a shradhha ni vat 6 k patthar ma pan bhagwan ne jowama aawe 6… pan pa6a bhagwan j aawine sona chandi na sikka aapi jai… ktlu unbelievable…

  • dilip desai says:

   If you check in your own life there are some help we get it not due to our effort but the destiny.Just like Narshi mehta every body have such mirrecle but we forget.Shraddha is very necessary.Gandhiji done such work with the faith in God and he wrote God never refuged a single time.Thanks. Dilip desai

  • dhiraj says:

   દરેક વસ્તુ આપણી બુધ્ધી માં નથી ઉતરતી
   કારણ કે આપણી બુધ્ધી ની પણ એક મર્યાદા હોય જ છે.

   જ્યાં તર્ક, દલીલો, અને સાબિતી નો રસ્તો પુરો થાય છે ત્યાં થી શ્રદ્ધ નો રસ્તો શરૂ થાય છે.

  • Narendra Parekh says:

   Mishti, Have you read about Narsi Mehta, Mirabai,Saint Gynashewar and so many other saints in our literate to whom GOD was always with them and also help them in their troubles.Pl. read Sugreve, Vibhishan in Ramayan and Draupedi and Pandava in Mahabharat.
   Most necessary elements for life without which life is not possible GOD gives us FREE -Air, Water, Sunlight.
   Pl. think over it.

  • આપ્ના મનતવ્ય સાથે સમ્પુણ સહમત થતા વિદિત થાય કે …….
   જ્યા એકચક્રિ અન્ધ્શ્ર્ધ્ધા અને ગેરમાન્યતાઓ દિલો દિમાગમા હાવિ થતી હોય ત્યા
   આપણિ સાથે સહમત થનાર કેતલા ????

   મન્દિરોનિ મિલક્તો લુટાય છે, ત્યારે અને પેલો ગઝ્નિ- ૧૭-૧૭ વાર સોમનાથનુ મન્દિર તોદિ ફોદિ ખેદાન મેદાન કરિ ગયેલો ત્યારે એ સર્વગ્ન-સર્વવ્યાપિ- સર્વ્શક્તિમાન ક્યા હ્તો ???

 5. આમ પણ બને.

 6. rajesh.dhokiya says:

  ખુબજ સુન્દર ..

  ભગવાન તો ભાવના ના ભુખ્યા છે.

 7. i.k.patel says:

  ભગવાન ને ત્યાં દેર છે પણ અંધેર નથી.

 8. વિપુલ ચૌહાણ says:

  સાચી શ્રદ્ધાથી ધરાવેલું ભગવાન સ્વીકારે જ છે .

 9. asha.popat Rajkot says:

  ખૂબ હદયને સ્પર્શી જનાર સ્ટોરી.

 10. બી.એમ.છુછર says:

  આપણી ભૌતિક સંપતિમાથી ફક્ત એક બુંદ જેટલુ પણ ભગવાનને અર્પણ કરીને આપણે મોટુ દાન/ધર્માદો કર્યો હોય તેવા કેફમા રાચીએ છીએ.જ્યારે અહી તો એક રાંક માનવીએ પોતાની બધી જ મુડી કોઇ સ્વાર્થ વિના ભગવાનને અર્પણ કરીને મીઠો ઓડકાર ખાધો.નિ:સ્વાર્થ સેવા ભાવના વ્યર્થ જતી નથી.માંગવાથી ભગવાન કશુ આપતો નથી.આપણી જરૂરીયાતની તેને ખબર છે,જે માંગ્યા વિના જ આપણને આપ્યે જાય છે.પરંતુ તેણે શું આપ્યુ છે તેની ખબર પડવા જેટલી પણ સંવેદના તો જોઇએને !

 11. Disha says:

  Hu mandir ma kai pan chadavama nthi manti..chhevte e bdhu kone mle? Pujari ne..ane e venchi nakhe..aa hakikat che..jate najare jovelu..ek murti krta jivta jagta manavi ne odhadyo hot to wah kehva jevu that..ek murti ne thadh pdi e dekhayu ena karta koi garib ne didho hot to lekhe lagat..ane rai vaat narsinh maheta ne meera ni to e bdhi lok vayka che..aa yug ma e ardh satya che

 12. Hardik says:

  સરસ્ બહુ જ સરસ્.જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.

 13. nainasitwala says:

  Heart felt story

 14. priyanki says:

  varta ma je kahyu che e bhale sachu na lage.pn shraddha no vishy che.

  lekhk no prayas saro che…doso bharpur mehnat kare che.chta divas na ante kai nthi mdtu.pn niras nahi thato .uper thi bhgvan prtye shraddha ane prem vykt kare che.lekhk kahe che koi drovni thi ubho thai kamdo odhade che.bhgvan kehva mange che tu harya vager mehnat kar hu betho chu taru poshn karva..ha aa shraddha no vishy che.pn mehnat thi kyare y pichehath na karvi.gme tyare fal made j che.varta pachd aa j sandesho che

 15. Rahul mori says:

  બહુ સરસ

 16. Vivek M. Jethava says:

  વિશ્વાસ અને શ્રદ્ધા જો તમે કોઈ ની ઉપર હૃદય થી મૂકી હોય તો એનું ફળ તો તમને મળે જ। …

 17. Bachubhai says:

  Very nice story

 18. Gunjan A. Bhatt says:

  Manas pase hoy ane aape e to Bara bar che pan n hoy ane Arpan Kari de tene j sacho shraddha no vishay kahevama aave che. Potanu vicharava vala ne bhagvan nai malto. Khub saras varta… Dhanyvad…

 19. Keta Joshi says:

  I agree with Mr. B. M. Chuchar.
  Nice story.
  Keta Joshi
  Toronto, Canada

 20. SHARAD says:

  shraddha ni vat nyari chhe

 21. Ravi Dangar says:

  શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર છે.
  ભગવદ્દ ગીતામાં ક્યાં સહી ભગવાન શ્રી કૃષ્ણની છે?

  અદ્ભૂત………

 22. SACHINSINH DARBAR says:

  તમે કરેલ કર્મો ઉપરવાળા ના ચોપડે લખાય છે તે આ લેખ (વાર્તા) થાકી સાબિત થઇ ગયું
  ઈશ્વર ક્યારેય કોઈને નિરાશ નથી કરતો બસ ધીરજ રાખવી પડે છે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.