જુઓ – ડૉ. મુકેશ જોષી

[ રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા બદલ શ્રી મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ dr.mbjoshi@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.]

વાદળાનું કદ નહીં પણ દળ જુઓ,
માનવીનું પદ નહીં સમજણ જુઓ.

છું આમ તો સફર મહીં બસ એકલો,
તો ય છે સંભળાય, આ પગરવ જુઓ.

યાદ ઘરની આવી હોય એ પણ બને,
છે પંખીઓનો થાય આ કલરવ જુઓ.

ક્યારેય ના નમ્યાં પહાડો જે કોઈને,
એમના અથડાય આ કણકણ જુઓ.

આમ તો કારણ પણ એનું એ જ છે,
આંધિમાં અટવાય આ રજકણ જુઓ.

માણસ નહીં, સહીની કિંમત છે હવે,
અક્ષરજ્ઞાનનું, કેવું વળગણ જુઓ.

અરે જિંદગી આખી તો અઘરી લાગશે,
ચાલો હવે, એને જીવી ક્ષણ ક્ષણ જુઓ.

આપ, હું, નિરાંત ને વળી આવી ગઝલ,
છે શ્વાસથી ય પર આ સગપણ જુઓ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સિદ્ધપુર : એક પરિચય – સોહમ રાવલ
માનવ માત્ર ભૂલને પાત્ર – હાર્દિક પટેલ Next »   

7 પ્રતિભાવો : જુઓ – ડૉ. મુકેશ જોષી

 1. Aarti Bhadeshiya says:

  વાદળાનું કદ નહીં પણ દળ જુઓ,
  માનવીનું પદ નહીં સમજણ જુઓ.

  very nice…………..,
  & nice Gazal

 2. Prashant says:

  અરે જિંદગી આખી તો અઘરી લાગશે,
  ચાલો હવે, એને જીવી ક્ષણ ક્ષણ જુઓ.

  Very nice Mukeshbhai.

 3. વહા ! વહા !!

 4. jigar says:

  vry nice gazal … 🙂

 5. sandhya Bhatt says:

  ખૂબ ગમી આ ગઝલ….વિચારોની પરિપક્વતા અને અભિવ્યક્તિની તાજગીનો અદભુત સુમેળ છે….

 6. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  મુકેશભાઈ,
  સરસ ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 7. અનંત પટેલ્ says:

  બહુ સરસ ગઝલ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.