માનવ માત્ર ભૂલને પાત્ર – હાર્દિક પટેલ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવોદિત યુવાસર્જક હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો સરનામે patel92hp@gmail.com સંપર્ક કરી શકો છો.]

તમારી આજુબાજુ તમે એવો કોઇ માણસ નહી હોય જેણે જીવનમાં કયારેય ભૂલ જ ના કરી હોય, જો જોયો હોય તો તેના ચરણો ધોઈ ચરણામૃત પીવું જોઈએ કેમ કે તે ઈશ્વર જ હોઈ શકે. ભૂલ એ માણસની સ્વાભાવિક ક્રિયા છે. જો માણસ ભૂલ કરવાનું જ બંધ કરીદે તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય અને તે કઇ નવું શીખીજ ન શકે. કંઈક નવું શીખવા કે કરવા ભૂલ તો કરવી જ પઙે. ભૂલ કર્યા વિના સત્ય ન જ મેળવી શકાય. કોઈ વિજ્ઞાનીએ કહ્યું છે કે હું મારા પ્રયોગોમાં 1૦૦૦ વખત નિષ્ફળ ગયો કારણકે મે 1૦૦૦ ભુલો કરી હતી, પણ એ ભુલોથી, એ નિષ્ફળતાઓથી હું હાર્યો નહી. દરેક વખતે હું મારી ભૂલ સુધારી ફરીથી પ્રયત્ન કરતો. 1૦૦૦ વખત નિષ્ફળતા મળ્યા બાદ મને સફળતા મળી. આમ મને ખ્યાલ આવ્યો કે નિષ્ફળતાના 1૦૦૦ રસ્તાઓ છે, અને દરેક વખતે મારી ભુલો જ મને સફળતા તરફ લઈ ગઇ અને સફળતા મેળવવામાં મને સહાયભુત બની.

ઘણા એવા લોકો હોય છે જે ભૂલ કરે, અને પોતાની ભૂલ સમજાતા નિરાશ થઇ જાય કે, હવે શું કરીશ? લોકો શું વિચારશે? મારૂ શું થશે? આવી નકામી ચિંતા કર્યા કરે છે, પણ પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ય કરતા નથી. અરે ભાઈ, આવી નાહકની ચિંતા કર્યા કરવાથી થોડો કોઈ ઉકેલ આવવાનો છે. તમે ભૂલ કરી, કોઇ વાંધો નહી ! તમને પોતાની ભૂલ સમજાઇ એ જ મહત્વની વાત છે. તો હવે એનો સ્વીકાર કરો અને જરૂર પડે તો જેતે વ્યક્તિની માફી માંગી લો અને ફરીથી આવી ભૂલ ન કરવાનુ વચન આપો, અને પોતાના વચન પ્રત્યે વફાદાર રહો. હવે ભુલી જાઓ ભૂલને! અને નવેસરથી શરૂઆત કરો. ભુલી જજો ભૂલને, પણ ભુલેચુકે એના બોધને ન ભૂલતા !

જે લોકો પોતાની ભૂલનો નથી સ્વીકાર કરતા, ન એને સુધારવા કે ન ફરી એનું પુનરાવર્તન ન થાય એવા પ્રયત્ન કરતા, ઉલટું પોતાની ભૂલને પોતાની બહાદુરી કે હોંશિયારી સમજે છે, એવા લોકો ખરેખર બીજી ભૂલ કરી રહ્યા હોય છે.

બે મિત્રો હતાં. એક વાર એક મિત્રથી ભૂલ થઇ ગઈ બીજા મિત્રને એનુ માઠું લાગ્યું. થોડા સમયબાદ પહેલા મિત્રને પોતાની ભૂલ સમજાઈ અને એનો ખુબ પસ્તાવો થયો. એણે બીજા મિત્રની માફી માંગી બીજા મિત્રે એને માફ કરવાના બદલે પોતાનો ગુસ્સો કાઢ્યો, એની હાંસી ઉઙાવી અને ન કહેવાનું કહ્યું, પહેલો મિત્ર ચુપચાપ ત્યાથી ચાલ્યો ગયો. બાદમાં તેને અફસોસ થયો કે પોતે માફી માંગી બીજી ભૂલ કરી બેઠો.

માફી માંગવી કોઇ કાયરોનું કામ નથી, માફી માંગવા માટે અદ્દભુત સાહસની જરૂર હોય છે. વળી માફી સામેવાળી વ્યક્તિ કે બીજા કોઇ માટે નહી, પરંતુ પોતાના માટે જ માંગવાની હોય છે. કારણ કે ભૂલ સમજાયા બાદ મનમાં ઉઠતી અપરાધભાવના અને પશ્ચાતાપની આગ મનને અશાંત અને બેચેન કરી મુકે છે. માફી માંગવાથી જ આ અગનજ્વાળાઓને શાંત કરી શકાય છે. આપણા મનની શાંતિ માટે તો આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. માફી આપવી ન આપવી સામેવાળી વ્યક્તિના હાથમાં છે. અહી એક સ્પષ્તા કરી લઉ કે આપણે ભૂલની વાત કરી રહ્યા છીએ, નહિ કે ગુનાહની.

બાકી ભુલો તો થાય અને કરતાં પણ રહેવું જોઈએ, કેમ કે ભૂલ માણસથી જ થાય કંઈ પશુઓ ભૂલ ન કરે. કયારેય સાંભળ્યું કે કૂતરાએ ભૂલથી બચકું ભર્યું કે ભેંસે ભૂલથી શિંગઙું માર્યું. કયારેય ભુલોથી ડરવું જોઈએ નહીં. ભુલો તો કરતા જ રહેવું જોઇએ. ભુલો તો કરવી જ પઙે, દરેક વખતે કોઈક નવી ભૂલ કરવી જોઇએ અને એને સુધારીને આગળ વધવું જોઇએ. ભુલો કરવાથી જ નવું શીખી શકાય.

રવિન્દ્રનાથ ટાગોરે ખુબ સરસ કહ્યું છે, ‘જો તમે ભુલોને રોકવા દરવાજા બંધ કરી દેશો તો, સત્ય પણ બહાર રહી જશે.” પોતાની ભૂલને લીધે નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયેલા કોઈ એકાદને બેઠો કરવા પણ આ લેખ મદદરૂપ થશે, તો મારો પ્રયત્ન સફળ ગણાશે.

“ઘણી બધી અને મોટી ભુલો કરીને જ માણસ મહાન બને છે” -ગ્લેઙસ્ટોન

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “માનવ માત્ર ભૂલને પાત્ર – હાર્દિક પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.