જિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ
[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ 2013માંથી સાભાર.]
હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે !
સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે !
માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં,
આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે.
હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં,
લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે !
ના થતી તેથી દવાની કે દુઆઓની અસર,
ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે !
મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ,
બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !



જૈન્દગૈ
નિ સફર કે સફરનિ જૈન્દગિ આને આપને શુ કહિશુ??
માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં,
આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે.
very nice………..!
Keep it up…….
સરસ ગઝલ..
બાદ્શાહિ તો ખરએખર સાદ્દગિ નિ વાત……
solid lakho cho yar
વાહ વાહ કેવુ પડે…..
મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ,
બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !
Hoy andhi ke toofan adag rehvani vaat chhe,
Zindagi to ee dost fakt jivi levani vaat chhe…..
Bahuj saras…..
સ્ર ર સ્
very nice line.
ફકિરિ મા અમિરિ નિ આ વાત…….
nice sir
Superab line
Khub saras
આવી જ ગઝલો લખવા માટે ઈશ્વર તમને શક્તિ આપે એજ …..
વાહ,બહોત ખૂબ. અભિનંદન
બહુ જ મસ્ત છે