જિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ

[ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક ઓગસ્ટ 2013માંથી સાભાર.]

હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે !
સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે !

માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં,
આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે.

હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં,
લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે !

ના થતી તેથી દવાની કે દુઆઓની અસર,
ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે !

મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ,
બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous થાક નથી ? – ગૌરાંગ ઠાકર
મોરારી બાપુ : અંધકારમય વિશ્વ માટે તેજોમય માર્ગ – મેરીસા બ્રોન્ફ્મેન Next »   

16 પ્રતિભાવો : જિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. p j paandya says:

  જૈન્દગૈ
  નિ સફર કે સફરનિ જૈન્દગિ આને આપને શુ કહિશુ??

 2. Aarti Bhadeshiya says:

  માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં,
  આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે.

  very nice………..!
  Keep it up…….

 3. Lata Bhatt says:

  સરસ ગઝલ..

 4. બાદ્શાહિ તો ખરએખર સાદ્દગિ નિ વાત……

 5. jatin says:

  solid lakho cho yar

 6. darshana says:

  વાહ વાહ કેવુ પડે…..

  મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ,
  બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !

 7. Muza Khan says:

  Hoy andhi ke toofan adag rehvani vaat chhe,

  Zindagi to ee dost fakt jivi levani vaat chhe…..

  Bahuj saras…..

 8. Hiren Brahmbhatt says:

  ફકિરિ મા અમિરિ નિ આ વાત…….

 9. rakesh k sayania says:

  nice sir

 10. Arjun says:

  Superab line

 11. Jcng says:

  Khub saras

 12. jeed says:

  આવી જ ગઝલો લખવા માટે ઈશ્વર તમને શક્તિ આપે એજ …..

 13. અનંત પટેલ says:

  વાહ,બહોત ખૂબ. અભિનંદન

 14. jbpvegda says:

  બહુ જ મસ્ત છે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.