થાક નથી ? – ગૌરાંગ ઠાકર

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદત નો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.

રોજ દર્પણમાં જોઈ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનોય થાક નથી ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “થાક નથી ? – ગૌરાંગ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.