[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]
તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદત નો કોઈ વાંક નથી.
ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.
રોજ દર્પણમાં જોઈ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.
ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનોય થાક નથી ?
13 thoughts on “થાક નથી ? – ગૌરાંગ ઠાકર”
સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.
બહુ સરસ ગઝલ ગૌરાંગભાઈ
wah saraa
ખુબ જ સરસ.
સરસ
ખુબ સરસ!
ખરેખર આ ગઝલમાં જાણે પોતાની જ વાત વ્યકત થઇ છે. આ ગઝલ વાંચતા જ વર્ષોથી જે હદયમાં એક અપરાધભાવના હતી તે દૂર થઇ ગઇ, આપણે એકલા જ ભૂલો નથી કરતા અને છેવટે તો આપણે પણ માણસ જ છીએ ને ? ઇશ્વર તો નથી. ભૂલ થઇ જાય.
તુ સિ ગ્રેઅત હો સહબ્
khubaj saras
Great no more…
સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.
Seriously its a mirror of life….lovely……well done
ગૌરાંગભાઈ,
વાહ ક્યા બાત હૈ… તમને “આરામ” નો પણ થાક નથી?
સરસ ગઝલ! આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
last four lines are really awesome ,I love it .