થાક નથી ? – ગૌરાંગ ઠાકર

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદત નો કોઈ વાંક નથી.

ઓ ઉદાસી તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.

સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.

રોજ દર્પણમાં જોઈ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.

ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનોય થાક નથી ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સજના સાથ નિભાના… – રોહિત શાહ
જિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ Next »   

13 પ્રતિભાવો : થાક નથી ? – ગૌરાંગ ઠાકર

 1. Aarti Bhadeshiya says:

  સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
  કોના જીવનમાં છેકછાક નથી.

  બહુ સરસ ગઝલ ગૌરાંગભાઈ

 2. darshana says:

  wah saraa

 3. Nikul H. Thaker says:

  ખુબ જ સરસ.

 4. ખરેખર આ ગઝલમાં જાણે પોતાની જ વાત વ્‍યકત થઇ છે. આ ગઝલ વાંચતા જ વર્ષોથી જે હદયમાં એક અપરાધભાવના હતી તે દૂર થઇ ગઇ, આપણે એકલા જ ભૂલો નથી કરતા અને છેવટે તો આપણે પણ માણસ જ છીએ ને ? ઇશ્વર તો નથી. ભૂલ થઇ જાય.

 5. Janak says:

  તુ સિ ગ્રેઅત હો સહબ્

 6. chintan says:

  khubaj saras

 7. jay dhanani says:

  Great no more…

 8. Nirav Goswami says:

  સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
  કોના જીવનમાં છેકછાક નથી.

 9. Tanha says:

  Seriously its a mirror of life….lovely……well done

 10. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  ગૌરાંગભાઈ,
  વાહ ક્યા બાત હૈ… તમને “આરામ” નો પણ થાક નથી?
  સરસ ગઝલ! આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 11. patel jill himanshu says:

  last four lines are really awesome ,I love it .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.