એક રજકણ સૂરજ થવાને શમણે – ડૉ. જનક શાહ

[ એક સત્યઘટના પર આધારિત આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ ડૉ. જનકભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે janakbhai_1949@yahoo.com અથવા આ નંબર +91 9427666406 પર સંપર્ક કરી શકો છો.]

તાજેતરમાં સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર પર જરા નજર નાખશો ?

* ગમે તેમ કરીને અમેરિકા જતા રહો, ઓબામા સરકાર તમને સાચવી લેશે (પી.ટી.આઈ) વોશિંગ્ટન. તા. 28

– અમેરિકાની સેનેટમાં ભારે બહુમતિથી ઇમિગ્રેશન બિલને પસાર કરવામાં આવ્યું છે. આ બિલથી 11 મિલિયન ગેરકાયેદે રહેતા લોકોને ફાયદો થવાનો જ છે જેમાં 2,40,000 ભારતીયો પણ છે. ઓબામા સરકાર તેમના માટે નાગરિકત્વ માટેના દરવાજા ખુલ્લાં કરી દેવાની છે.

* ગેરકાયદે ભારતીયોને ઘી કેળાં : અમેરિકન નાગરિકત્વ (પી.ટી.આઈ) વોશિંગટન. તા. 28
– અમેરિકામાં 2,40,000 ભારતીયો સહિત ગેરકાયદેસર રીતે વસતા 1.1 કરોડ નાગરિકોને અમેરિકન નાગરિકતા આપવાનો માર્ગ સરળ બનાવતું સીમા ચિહ્નરૂપ ઈમિગ્રેશન સુધારણા બિલ અમેરિકન સેનેટમાં પસાર કરવામાં આવ્યું હતું.
*અમેરિકા જવાની ઘેલછા, 21 વર્ષની ઉંમરે પણ 68નો મુરતિયો ચાલશે – 68 વર્ષીય વૃદ્ધ સાથે લગ્ન કરવા 55 કન્યાઓ લાઈનમાં.

– ધોરણ છ પાસથી લઈને એમ.બી.બી.એસ. સુધીની કન્યાઓએ લગ્ન કરવા માટે લાઈન લગાવી દીધી. આપણા ગુજરાતી યુવક યુવતીઓની અમેરિકા જવાની ઘેલછા એટલી બધી હોય છે કે તેઓ તેના માટે કોઇ પણ પગલું લેવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેમાંય જો અમેરિકાની કન્યા કે વર મળતો હોય તો યુવતીઓ કે યુવાનો તેની સાથે આંખો બંધ કરીને પરણવા તૈયાર થઈ જતાં હોય છે.

– જો કે, આ ઘેલછાની હદ તો ત્યારે થઈ કે અમેરિકા સ્થાઈ થયેલા એક વૃદ્ધે અમદાવાદમાં આવીને લગ્ન વિષયક જાહેરાત આપતાં તેમની સાથે પરણવા માટે 21 વર્ષની કોડભરી કન્યાથી લઈને 71 વર્ષની વૃદ્ધાઓ મળી કુલ 55 મહિલાઓએ લાઈન લગાવી છે. જેમાં ધોરણ છ પાસથી લઈને એમ.બી.બી.એસ. થયેલ લગ્નોત્સુક યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધાઓનો સમાવેશ થાય છે.

અમેરિકામાં વસવાની આ દોડ શું સૂચવે છે ? એવું તે ત્યાં શું છે કે અમેરિકા જવા માટેની લાલસા લોકોમાં ઘટતી નથી ? ત્યાંની સમૃદ્ધિ આંખે વળગે છે. ડોલરની આવકને રૂપિયા સાથે ગુણાકાર કરીને પોરસ માતો નથી. કાર, એરકંડિશન, સુખ-સાહેબી તો જાણે ત્યાં સૌ કોઈને માટે હાથવગી છે. ખરૂં ને ? શ્રી વિજયભાઈ શાહની ‘વિદેશે વસવાટ’ કોલમ વાંચી હશે તેને ખ્યાલ આવશે કે વ્યક્તિએ પોતે કરેલી અમેરિકાની પરિકલ્પના કેટલે અંશે વાસ્તવિક રીતે સત્ય છે તે તો ત્યાં વસેલ વિજયભાઈ જેવી જ કોઈ વ્યક્તિ પોતાની અનુભવી કલમે ખ્યાલ આપી શકે. ગ્રાંડ કેન્યનની પ્રાકૃતિક સુંદરતા, ડિઝનીલેન્ડની મનોરંજકતા, હોલીવુડની ચકાચૌંધ કરી દે તેવી દુનિયા, લાસવેગાસની રંગબેરંગી દુનિયા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ફિલસુફી, નાસાની સિદ્ધિઓ અને ઘણું બધું.. . હા, આ બધાનો ઈન્કાર નથી થઈ શકતો. ઘણું બધું ઉડીને આંખે વળગે તેવું છે જેને કદાચ શબ્દોમાં વર્ણવવું અસ્થાને છે. સૌ કોઈ જાણે છે માટે જ તે તરફ દોટ મૂકી છે અને મૂકે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જો જોઈશું તો ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે ભારતના નાગરિક માટે ભારતીય બની રહેવું સહેજ પણ ખોટું નથી.

મને યાદ આવે છે આશાવરી અને સારંગની વાત. ઝાલાવાડના નાના એવા એક ગામમાં ઉછરેલી આશાવરીના માતાપિતાએ તો તેને જેટલું ભણવું હોય તેટલું ભણાવવા કમર કસી હતી. તેના પિતા માટે તો તે ‘વાઘ’ હતી. નાના એવા ગામમાં ઉછરેલી આ આશાવરીએ તો અમદાવાદમાં એકલા રહીને સી.એ. સુધીની વાણિજ્ય શાખાની ઉચ્ચ પદવી સ્વ-મહેનતે મેળવી લીધી હતી. પણ દીકરી મોટી થાય એટલે પિતાને તેને વળાવવાની ચિંતા પહેલી જાગે છે. આશાવરીના પિતાએ મુરતિયાની શોધ કરવી શરૂ કરી અને મળી ગયો સંસ્કારી એવો સારંગ. પ્રથમ મુલાકાતે જ સારંગના વ્યક્તિત્વથી તેઓ અભિભૂત થઈ ગયા અને ગોળ-ધાણા ખવાયા. ઘરે તો ખુશી ખુશી. પણ આડોશી પાડોશીએ જાણ્યું કે ‘આશાવરીને અમેરિકા આપી’ ત્યાં તો કચર પચર શરૂ થઈ ગઈ. પણ આશાવરીના કુટુંબીજનો કાચા કાનના ન હતા. એમાં જ્યારે અમેરિકામાં સારંગના ખાસ મિત્ર સૌરભે જાણ્યું કે સારંગના બોલ બોલ્યા છે કે તરત જ તેનો આશાવરીના પિતા પર ફોન આવ્યો કે તમે કોઈ ચિંતા ન કરશો. સારંગને હું સારી રીતે ઓળખું છું. તે 15 વર્ષથી અહીંયા છે પણ અમેરિકાના કોઈ લક્ષણ તેના જીવનમાં પ્રવેશ્યા નથી. સૌરભ આશાવરીના કાકાનો પણ ખાસ મિત્ર હતો.

લગ્નનું મુહૂર્ત નક્કી થયું. આશાવરીના પિતાના ઉમંગનો તો પાર ન હતો. લગ્નની કંકોત્રી પોતાના ગામમાં છપાવવા માટે કોઈ પ્રિંટિંગ પ્રેસ ખુટી નહોતા ગયા પણ તેમને તો કોઈએ જોઈ ન હોય તેવી કંકોત્રી છપાવવી હતી. તે માટે તો અમદાવાદ ઉપડ્યા. કંકોત્રીના બબ્બે ફોલ્ડર બનાવડાવ્યા. દરેક ફોલ્ડર પર કવિતા છપાવી. કંકોત્રી, હરખના તેડાં, આણાની યાદીનું કાર્ડ અને ‘લગનમાં વેવાઈ સાગમટે વહેલાં વહેલાં પધારજો’નું ભાવભીનું નિમંત્રણ કાર્ડ જોવા, સુધારવા હરખપદુડા એવા આશાવરીના પિતા અમદાવાદ હડિયા -પાટી કાઢે. તેમના પગમાં શી ખબર ક્યાંથી જોમ આવ્યું હતું કે સહેજેય નિરાંતનો દમ લેતા નહીં… અને લેવાયા આશાવરીના લગ્ન. લગ્નની આગલા દિવસની સંધ્યા એ ‘સંગીત સંધ્યા’ રાખવામાં આવી. આ ‘સંગીત સંધ્યા’ પણ કંઈક અલગ હતી. ‘સંગીત સંધ્યા’ના ગીતો આશાવરીએ ગાયા અને તેના ભાઈ, પિતરાઈ બહેનો અને પિતાએ પોતપોતાની ગીતોની અને નૃત્ય કૃતિ રજૂ કરી રમઝટ બોલાવી દીધી.

છ માસમાં તો આશાવરીએ અમેરિકાનું પ્લેન પકડયું. સારંગનું મિત્ર વર્તુળ એટલું બધું હતું કે ભાભી ઉપડે ઉપડાતી ન હતી. સારંગની ધાર્મિક પ્રવૃત્તિમાં આશાવરી ઓતપ્રોત થઈ ગઈ. પોતાના મધુર કંઠે ભક્તિ સંગીતથી સૌના મન મોહી લીધા. પણ અમેરિકા એવો દેશ હતો તેવી તેને પ્રતીતિ થઈ કે જ્યાં હુતો-હુતીએ કામ કરવું જ પડે ! તે માટે ભારતની એકલી પદવીથી નોકરી ન મળે. અમેરિકામાં ભણવું પડે અને ત્યાંની પદવી લેવી પડે. આશાવરીએ એક વરસ તનતોડ મહેનત કરી અને અમદાવાદમાં મેળવેલ પદવીઓ અનુભવના સહારે અમેરિકાની પદવી સારા સ્કોર સાથે મેળવી એટલું જ નહીં એક ઓઈલ કંપનીમાં ઓડિટર તરીકેની નોકરી પણ મેળવી લીધી. સારંગે પણ ઓછી તકલીફ નહોતી વેઠી. બારમા ધોરણ પછી અમેરિકાની વાટ પકડી ત્યારે એકલ પંડે, નવી અને પારકી દુનિયામાં વસવાટ કરવો તે સહેલી વાત ન હતી. એક દિલાસો હતો કે ત્યાં રહેતા તેના કાકા તેના ઘડતર માટે આ અજાયબ દુનિયામાં પ્રેરણાસ્રોત હતા. ગેસ સ્ટેશનોમાં રાતો જાગી, ખડે પગે ઉભા રહીને નોકરી કરવી તે તો તેના માટે ખાંડાના ખેલ ખેલવા સમાન હતું પણ ધ્યેય એક જ હતું અભ્યાસ કરવો અને મોભાદાર હોદ્દાવાળી નોકરી શોધી લેવી. સારંગે ‘નાસા’ જેવી ઉચ્ચતમ કંપનીમાં નોકરી મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું.

સંસારનો રથ પૂરપાટ ચાલતો હતો. આશાવરીને ઓઈલ કંપનીમાં જોબ મળી ગઈ હતી. કંપનીની અનેક શાખા દેશ-પરદેશમાં હતી. આ કંપનીનું ઓડિટ તો કરવું પડે. આશાવરી 11 – 11 કર્મચારીઓને લઈને દેશ-વિદેશ ઓડિટ કરવા હિંમતભેર નીકળી પડતી. ખાવાનો પ્રશ્ન તો થાય જ. સારંગને દસ-દસ દિવસ એકલા રહેવું પડે. પણ જિંદગીમાં સંઘર્ષ વેઠ્યા વગર સિદ્ધિ ન મળે તેની તેમને બન્નેને સમજણ હતી. જોતજોતામાં આશાવરીએ બે વર્ષ અમેરિકામાં વિતાવી દીધા. આલિશાન ઘર ખરીદ્યુ. બંનેની પાસે પોતપોતાની ઓફિસે જવા મોંઘામાં મોંઘી કાર હતી. બધું જ કાર્ય સમયના ચક્ર પ્રમાણે ગોઠવાઈ ગયું હતું. સમૃદ્ધિ કોઈની પણ નજરે ચડે તેમ હતી. પણ તે સમૃદ્ધિ પરિશ્રમથી આવી હતી. તેના માટે બંનેએ સમય, શરીર અને આરામનો ભોગ આપવો પડ્યો હતો. એક દિવસ આશાવરીએ સારંગને ‘દિવસો રહ્યાના’ ખુશીના સમાચાર આપ્યા. સારંગની ખુશીનો તો કોઈ પાર ન હતો. સારંગે તો બીજા જ દિવસે રજા લઈ લીધી અને આશાવરીને ડોક્ટર પાસે ચેક અપ કરાવવા લઈ ગયો. ડોક્ટર પહેલા સ્ક્રિનિંગમાં તો કાંઈ ન કહી શક્યા પણ બીજી વારના સ્ક્રિનિંગમાં તો કહી જ દીધું કે આશાવરીને ટ્વીંસ બેબી ગર્લ છે. આ ભારત ન હતું. અમેરિકામાં અમુક સમય વિત્યા પછી ડોક્ટર બાળકની જાતિ કહી શકતા હતા. સારંગ તો રાજીના રેડ થઈ ગયો. વિદેશમાં પણ કોઈ જુદી જ રીતે ઉજવાય, જેને કહેવાય ‘બેબી શાવર.’ બંને તો ‘બેબી શાવર’ની ઉજવણીનો પ્લાન ઘડવા લાગ્યા. દેશમાંથી ભાઈએ ખુબસૂરત બેટીઓના પોસ્ટરોનું પાર્સલ કરી દીધું. સારંગે તો આખું ઘર બેટીઓના પોસ્ટરથી સજાવી દીધું. જ્યાં નજર પડે ત્યાં હસી-ખુશી.

સારંગે આશાવરીને કહી દીધું કે હવે આ દેશ-પરદેશ ઉડવાનું બંધ. પણ બંનેએ નોકરી કર્યા વગર આ દેશમાં ન ચાલે. આશાવરીને પોતાના અનુભવને આધારે નવી નોકરી પણ મળી ગઈ. પોતાની આવડતને લીધે આખી કંપનીનો વહીવટ કરવામાં તેને કોઈ તકલીફ નહોતી પડતી પણ થાક તો લાગતો. આપણે ત્યાં તો ઓફિસનું ઘણુ ખરું કામ તો પટાવાળો કરતો હોય. અહીં તો જાતે જ બધું કામ કરવું પડે. નોકરીથી આવી રસોઈ બનાવવી અને ઘરકામ તો ઉભું જ હોય. અમેરિકામાં જેમ બંનેએ નોકરી કરવી પડે તેમ ઘરકામમાં પણ હાથ કામે લગાડવો પડે. સારંગ તેના કામમાં પાવરધો હતો. તે પણ નોકરી કરીને આવે કે આશાવરીનું બાકી રહેલ કામ, ખરીદીનું કામ પતાવતો. પણ આ ભારત ન હતું. અહીં ઘરકામ કરવાવાળા સરળતાથી ન મળે અને મળે તો ડોલરમાં ચૂકવણી કરવી પડે. બંને નોકરી કરવા જાય ત્યારે તે આવી ઘર વાળીચોળી સાફ કરી નાંખે તેવી વિશ્વાસુ વ્યક્તિ શોધવી પડે. પણ ઇશ્વરકૃપાએ બધું જ ગોઠવાઈ ગયું.

વધુ શ્રમ ન પહોંચે તે માટે આશાવરીએ તેના મમ્મી-પપ્પાને બોલાવી લીધા. હવે તો ઘરમાં ચાર જણા. આશાવરીને ઓફિસેથી આવીને કાંઈ કરવું પડતું ન હતું. છેક સુધી આશાવરીએ નોકરી કરી અને સમય થતાં ‘હસી-ખુશી’નો જન્મ થતાં નાના-નાની તો બંનેને નીચે મુકતા નહીં. જોતજોતામાં હસી-ખુશી પાંચ માસની થતાં નાના-નાની ભારત પાછા આવ્યા. આપણે ત્યાં તો મેટરનિટી લીવ મળે અને નોકરીના સ્થળે પણ જોઈએ તે સગવડ મળે. કાયમી હોય તેને નિયમ મુજબ સગવડ મળે પણ અહીં નોકરીમાં કોઈ છૂટછાટ મેળવી ન શકાય. જિંદગીની ખરી તકલીફ ભોગવવાની શરૂઆત થઈ. નેની મળે પણ નેનીને ભરોસે હસી-ખુશીને મુકીને જવું ગમે નહિ. તોય બાજુમાં જ રહેતી પડોશી બાઈની ઈચ્છા જાણી તેના ભરોસે હસી-ખુશીને મુકવાનું શરૂ કર્યું. એક દિવસ ખ્યાલ આવ્યો કે તે તો નોન-વેજિટેરિયન છે ! આ ન પોષાય. તેને રજા આપી ડે-કેરનો ઉપાય અજમાવ્યો. આપણે ત્યાં આવી વ્યવસ્થા નથી પણ ત્યાં તો નાણાં કમાવવા માટે લોકો જાતજાતના નુસખા કરે. પ્રશ્ન એ છે કે દાદા-દાદી કે નાના-નાનીનો પ્રેમ કે સારસંભાળ જેવી લાગણી ક્યાંથી લાવવી ? આપણે ત્યાં કુટુમ્બ વ્યવસ્થાનું મોટું સારું પાસું એ છે કે બાળક ક્યારે મોટું થઈ જાય તે ખબર જ ન પડે ! અમેરિકામાં ઘરના વડીલોની હાજરી વગર બાળકોને મોટા કરવા તે સરળ કાર્ય ન હતું. બાળક ક્યારે માંદા પડી જાય અને નોકરી-ધંધો છોડીને હોસ્પિટલ દોડવું પડે ત્યારે આપણી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અચૂક યાદ આવી જાય. પોતાના ઉછેરમાં પોતાના દાદા-દાદી અને નાના-નાનીની પ્રેમભરી માવજત ડગલે ને પગલે બંનેને યાદ આવી જતી. વાત આટલેથી નથી અટકતી. બાળક સમજણું થાય કે તેને શીખવવામાં આવે કે જો કોઈ તેને પજવતું હોય તો 911 ડાયલ કરીને ફોન કરવાનો, પછી તેની ફરિયાદ માતા-પિતા વિરુદ્ધ પણ કેમ ન હોય !

એક રાતે ‘હસી-ખુશી’ સૂઈ ગયા હતા. વાતાવરણમાં વર્ષાની ભીનાશ હતી. સારંગે કહ્યું, ‘પેલું લતા મંગેશકરનું ગુજરાતી ગીત તું ગાને ! ઘણા દિવસથી તેં કાંઈ ગાયું નથી.’ આશાવરી ગીતની પંક્તિ ભૂલી જાય તો સારંગ યાદ કરાવતો જતો અને આશાવરી ગાતી જતી . . .

એક રજકણ સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઊડે,
પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઈ રહે એ અકળ મૂંઝવણે . . . એક રજકણ

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળા કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચહાય
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે . . . એક રજકણ – હરીન્દ્ર દવે

સારંગથી આશાવરીને પૂછ્યા વિના ન રહેવાતું, ‘શું રજકણે સૂરજ થવાનું સપનું ન જોવાય ? દીવો મશાલ ના બની શકે ?’ આશાવરીએ જવાબ આપ્યો, ‘રજકણે સૂરજ થવાનું હોય તો એણે ખુલ્લા આકાશમાં ઉગવું પડે. જવાબદારી સાથે ઉગવામાં ક્યાંક આ બાળકોનું ભવિષ્ય ધુંધળું બની જાય તો શું કરીશું ? આજે અમેરિકામાં ગમે તે રીતે વિહરવું હોય તો આપણાં બાળકો વિહરી શકશે, શ્રેષ્ઠતમ પદવી લઈ શકશે પરંતુ શું તેઓ આપણા બનીને રહેશે ખરાં ? આ સંસ્કૃતિ તેમને આપણા રહેવા દેશે ? શાળાએ જતાં ગન ફાયરિંગ નહીં થાય તેને ખાતરી શું ? તેઓ બહાદુર અને જિનિયસ બનશે તો શું ખાતરી છે કે સરકાર તેમની કારકીર્દિને રોળી નહીં નાંખે ? ગમે તે ઓઢી-પહેરી શકવાની સ્વતંત્રતા, ગમે તેને જાહેરમાં કીસ કરી શકવાની સ્વતંત્રતા શું આપણી સંસ્કૃતિને જીવવા દેશે ? કારણ વગર કાલે જેલમાં પુરી નહિ દેવાય તેની શી ખાતરી ? આપણે આપણા બાળકોને કેટલા અને ક્યાં સુધી બાંધી રાખી શકીશું ? તેમનામાં ઘાતકીપણું, સ્વચ્છંદતા અને લાગણીવિહીનતા કે જડતા નહીં ઘુસી જાય તેની કોને ખબર છે ? આ રજકણને તો ઘણી અભિલાષા છે પણ એ ઓરતા અધૂરા રહી જાય તેવી દહેશત પણ પૂરી છે.’

સારંગને પણ આશાવરીની વાતમાં કાંઈક વજૂદ લાગ્યું. તેણે શબ્દદેહે એક પ્રસ્તાવ મૂકીને દિલની વાત અભિવ્યક્ત કરી દીધી. ‘આશાવરી, તેં તો મારા મનની વાત કરી દીધી. ચાલને અમેરિકા છોડી દઈએ ને ભારત પાછા જતા રહીએ ! સૌના બાળકો અહીંયા મોટા તો થાય છે પણ તેનો ઉછેર અને આપણી સંસ્કૃતિમાં ઉછરેલ બાળકોના અભિગમમાં રહેલો તફાવત નરી આંખે જોતાં એમ નથી લાગતું કે અહીંયા ઉછરેલા બાળકોમાં કંઈક ખુટે છે ? વિવેકભાઈ બહુ સરસ રીતે હરીન્દ્રભાઈની આ પંક્તિઓ સમજાવે છે કે આ રજકણ સૂરજ થવાનું સપનું જોતાં જોતાં ઈચ્છે છે કે સૂરજ બનીને ગરમ નજરોથી એ જળમાંથી ઘન એટલે કે વાદળ સર્જે કે રોજ સાંજે સાગરમાં જઈને વસતા સૂરજની જેમ બિંબ બનીને કદીક સાગરમાં જઈને રહે પણ જીવનની વાસ્તવિકતા આ સપનાથી સદૈવ વેગળી જ રહે છે. એક વમળ ક્યાંકથી ઉઠે છે અને એના મનની મનમાં જ રહી જાય છે, એક અકળ મુંઝવણ બનીને ! સૂરજ થવા માટે રજકણ જ્યોત પાસેથી પ્રકાશ અને અગ્નિ પાસેથી ગરમી માંગે છે. ઝંઝાવાત પાસેથી એની ગતિ અને આકાશ પાસેથી એનું રૂપ મેળવીને સૂર્યની સમકક્ષ થવાના સ્વપ્નો જોતી આ રજકણને આખરે ક્યાં પહોંચવું પડે છે ? ધરતી પર, વાસ્તવિકતાની ધરતી પર. રજકણ ઈચ્છે તો પણ સૂરજ ના બની શકે. ચાલને આપણે સૌરભને પૂછી તેનો અભિપ્રાય લઈએ કે અમે અમેરિકા છોડી દઈએ તો કેમ ?

બીજા દિવસે રજાઓ માણવા હસી-ખુશી સાથે સૌરભને ત્યાં બંને પહોંચી ગયા. મનમાં તો એ જ વાત ઘુમતી હતી કે રજકણે સૂરજ બનવાનું છોડી દેવું કે કેમ ? હસી-ખુશીને તો સૌરભને ત્યાં બંને ફીઆ (ફોઈ) મળી જાય એટલે બસ, કોઈની જરૂર નહીં ! જ્યારે જ્યારે સૌરભના ઘરે બધા ભેગા થાય ત્યારે સંગીતની મહેફિલ જામે. આજે ફરી અંતાક્ષરી જામી ને ‘અ’ આવતા આશાવરીથી ‘એક રજકણ સૂરજ થવાને શમણે, ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે’ પંક્તિ ગવાઈ ગઈ. સારંગે મનમાં ઘુમરાતા પ્રશ્નને શબ્દદેહ આપી સૌરભને પૂછી લીધું, ‘સૌરભ, અમે ભારત પાછા જઈએ તો કેમ ?’ પહેલાં તો આ પ્રશ્ન સાંભળીને જ સૌરભ સ્તબ્ધ બની ગયો. મહેફિલમાં હાજર સૌ કોઈને બહુ મોટો શોક લાગ્યો. કારણ સૌરભ સારંગને અઢાર વર્ષથી ઓળખતો હતો. સારંગના પ્રશ્નનું તાત્પર્ય જાણીને સૌરભ તેને કહી ન શક્યો કે તારો વિચાર ખોટો છે. તેણે પણ ભારતીય સંસ્કૃતિને પોતાના ઘરમાં જાગૃત રાખી હતી.

તેણે પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું, ‘સારંગ તારો વિચાર ખોટો નથી. આજે આપણા ભારતીયોનો ઊંચા જીવનનો મોહ એટલો બધો વધી ગયો છે કે સંતોષ એ જ સાચું સુખ એ વાત જુની લાગે અને અસંતોષ, આગળ ને આગળ જવાનો અજંપો તેમને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આ કમાણી, ભૌતિક સુખ-સમૃદ્ધિ સામે પોતાની આગવી સંસ્કૃતિ, સંસ્કાર, જીવનના મૂલ્યો તેઓને મન તૂચ્છ છે. તેઓ માને છે કે જીવનધોરણ ઊંચુ આવ્યું છે. વેસ્ટર્ન કલ્ચરમાં તો આગળની હરોળમાં આવી ગયા છે પરંતુ ઘરની સુખ-શાંતિનું શું ? બાળકો પુખ્ત વયના થતાં માતા-પિતા પોતાના સંતાનોને કાંઈ કહેવા હરફ પણ ઉચ્ચારી ન શકે એ તો કેવી સંસ્કૃતિ ? હા, સોફિસ્ટિકેટેડ વાતો, આર્ટિફિસિયલ શિષ્ટાચાર શીખી જવાય પણ ડગલે ને પગલે સંવેદનાના પાઠો તો આપણા માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની સાથેના ધબકતા ઘરોમાં શીખવા મળે, નિર્જીવ દિવાલોના હાઉસમાં નહીં. તમારા સંતાનોને તમે કેટલો સમય આપી શકો છો ? સવારના સાત વાગ્યે નીકળી સાંજે સાતે આવી કલાક-બે કલાકમાં તો તમે તેમને સુવડાવી દો છો. કારણ કે બીજા દિવસે સાત વાગ્યે તો નિત્યક્રમ મુજબ નીકળી જવાનું છે. દિવસનો મોટો ભાગ તો પારકાને હવાલે આ બાળકો હોય. મોટા થાય ત્યારે તેમની સ્થૂળ હાજરી જ હોય, મન તો ક્યાંક બીજે જ ભમતું હોય. તમારા તરફની લાગણી, પ્રેમ, માયા, મમતાનો સેતુ તાંતણાનો જ બની રહે, નક્કર બ્રીજ ન બને. અડધી જિન્દગી પૈસા પાછળ દોડીને પાછલી જિન્દગી પોતાનાના વિના જીવવું તેના કરતાં વતનનો લુખો સૂકો રોટલો સારો. કરો ફતેહ. તમારા વિચારને લાખ લાખ સલામ.’

સારંગ અને આશાવરીના મનનો ભાર હળવો થઈ ગયો. પોતાના નિર્ણયને સાચા મિત્રની મહોર લાગતાં તેને અમલમાં મૂકવા તરફના પ્રયત્ન શરૂ થયા. આશાવરીને સમગ્ર કંપનીનો દોર હાથમાં આપી દેવાનું પ્રલોભન તેના બોસ આપવા લાગ્યા. સારંગને પણ પ્રમોશનનું પ્રલોભન આપવામાં આવ્યું. અન્ય લોકોને તેમના નિર્ણયમાં મૂર્ખામી લાગી પણ સિટિઝન થયેલા સારંગ – આશાવરી ટસ સે મસ ન થયા. ભવિષ્યમાં મળનારા લાભો તરફ નજર નાંખ્યા વગર, શું ગુમાવવું પડશે તેનો પણ સહેજેય વિચાર કર્યા વગર એક ઝાટકે વર્ષોના પરિશ્રમથી ઉભી કરેલી દુનિયાને અલવિદા કરી દેવા કમર કસી લીધી. એક માસમાં તો બધું જ સમેટીને વતનની ધૂળને મસ્તકે ચડાવી અમદાવાદ જ્યાં પોતાનું બચપણ વિતાવ્યું હતું, કેટલાય લાગણીભર્યાં સ્પંદનો માણ્યા હતાં ત્યાં પાછા આવીને માતા-પિતાની છત્રછાયા હેઠળ તમામ તણાવ, ચિંતા અને સમસ્યાને ત્યજીને ઉલ્લાસીત મામા-મામીના વ્હાલભર્યા સામ્રાજ્યમાં મુક્તપણે કિલ્લોલ કરતા જોઈ બંને એક સાથે ગાઈ ઉઠ્યા :

ચાલને સખી એકદો ફરીથી આમ ઘૂંટીએ
આડે મીંડા બધાંને કોરે મૂકીએ . . .
ચાલને સખી એકદો ફરીથી આમ ઘૂંટીએ

જાણી છે પાનખર, માણી વસંત કદી,
મોસમની બદલાતી પાળી
આયખાની પાટીમાં ઓળખેલી રેખાઓ,
ચાલને તમામ ભૂંસી દઈએ . . .
ચાલને સખી એકદો ફરીથી આમ ઘૂંટીએ.

આવે છે આલબેલ અણજાણી કોરથી,
હૈયે પડઘાતી સૂર વાણી,
અંતર અનંતમાં કેટલાયે દરિયાઓ,
શૂન્યને સુકાન સોંપી વહીએ . . .

ચાલને સખી એકદો ફરીથી આમ ઘૂંટીએ. – ‘શીલ’ કનુ સૂચક


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક સામાન્ય દિવસ – કલ્પના દેસાઈ
સ્ત્રી અને પુરુષ – સોનલ પરીખ Next »   

17 પ્રતિભાવો : એક રજકણ સૂરજ થવાને શમણે – ડૉ. જનક શાહ

 1. Rajesh Dhokiya says:

  ખુબ જ સરસ

  ભૌતિક સુખ-સગવડો મેળવવા માટૅ નેી ઘેલછા મા માણસ પોતાનિ સન્સ્ક્રુતિ, મૌલિકતા,
  વગેરે જેવેી પાયા નેી બાબતો ભુલૅ છે.

 2. dharmendra raviya says:

  ખૂબ જ સરસ, સૌ કોઇના દિલને સ્પર્શી જાય તેવી સત્ય વાર્તા છે.

 3. સુંદર વાસ્તવીક લેખ !! “લાકડાના લાડુ” જ છે !!!!!!

  અત્યારેજ એક ગુજરાતી યુવાન ૩૫-૪૦ લાખ રુપિયા ખર્ચી યુએસએમા ઘુસતા ઝડપાયો. ૬-૭ માસની જેલ બાદ મુક્ત થયો. અનાયાસે એને થોડા મોટલમાલીકો મળી ગયા. એની વિતકકથા સાંભળી એને મહીનાઓ બાદ ટેસ્ટફુલ ભોજન જમાડી ૧-૨ દિવસ આશરો આપી કપડા સાથે થોડી રોકડ રકમ આપી એની ઇચ્છાનુસાર દુરના બિજા રાજ્યમા એના પરિચિતને ત્યાં પહોંચાડ્યો.

 4. Nami Anami says:

  The story feels incomplete, without knowing how did it go once they went back to India. I could tell you from my sister’s experience who went back the same way Ashawari & Sarang went back to India.

  It is greate to talk about ભારતીય સંસ્કૃતિ but we should not forget the flaws of living in India either. Most citizens of north america are good people with some basic principles. For an example, unlike India in USA, media don’t need to make a news from someone finding a wallet or briefcase and returning it to its owner as it is the right thing to do and most people do it. And curruption, I can’t even think where to begin. I have seen 10 years old kid driving scooter in India and when get caught, bribe the police and tell the incident proudly to the parents.

  In USA, if a parent did something wrong, they try to hide from their kids to make sure the children don’t learn it. Where in Inida, a father would easily pay bribe in the child’s presence to get small benifit and provide the example of wrong behavier.

  My sister came back to USA with her family in 2 years after seeing all this. Her thoughts, verbatim “If my kids don’t follow my wishes by following Indian Culture when they grow, I can live with it. But I can not live with it if they are not a good person. It was not possible to raise kids to be a good citizen in the current Indian social circumstances.”.

  I am sure there is other side of this for an argument but lets face it, the current situation in India is not something I would be proud of.

  • Shekhar says:

   @ Nami Anami

   Very true.

   But one thing I can point is everything depends on parents.

   One of my friends is from very wealthy family and although he has learned how to ride a motorcycle in 10/11th grade (elder brother’s help), his father never allowed him to go to school, or anywhere, riding the motorcycle, instead he has to use his bike. Again he has to paddle a bike for the whole day to go to tuitions, swimming pool etc, around 15 to 10 km a day.

  • sakina habib neralwala says:

   Yes I agree with you. My son and daughter are in US and I visited America twice. In India, I see boys staring at girls with wicked eyes though they are fully dressed. In America , n body stares at others though they are one fourth dressed.

 5. Payal says:

  Every coin has two sides. Life is what you make it. It does not matter where you live and raise your kids- all depends upon how. As the poems reads, indeed every speck of dust has a right to meet the sun. Some people live for themselves.. some live for their children.. it can be said that none of it works or all of it works.. Good thought provoking article. I must say one thing though- once you have uprooted your life, be it from India to U.S or elsewhere, grass is always going to be greener on the other side. In my humble opinion home is where you hang your hat, where family greets you when you arrive from work, where you find peace.

 6. V.A.Patel Tampa, Florida says:

  Nami Anami,I agreed past ten years I visit India every year, problems start (all kind) when I land airport,problems disappear when I take off from the airport.

 7. Vijaymanek says:

  Don’t you think we are more Indian in Europe or in America?I gave my children our culture,our religious understanding ,I encouraged them to learn Sanskrit and Bhagwat Gita .they have respect for elderly people.I hardly see these qualities in Indian children now a days.If you want to go back to India you are only doing it for yourself I think you should ask your kids what they think.Or wait until they are old enough to decide for themselves .

 8. Rajni Gohil says:

  સરસ મઝાનો બોધપાઠ આપતો લેખ ગમ્યો. જનકભઇનો આભાર.બીજા પણ આ વાંચીને જનની જન્મભુમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસીની માફક વતનની વાટ પકડશે એ અસ્થાને નહીં ગણાય.

 9. vijay says:

  If my kids don’t follow my wishes by following Indian Culture when they grow, I can live with it. But I can not live with it if they are not a good person.

  >> Agree. Very Nice.

  It was not possible to raise kids to be a good citizen in the current Indian social circumstances.”.

  >> Not agree. It’s possible (if you wish to live in remote place of India).

  -Vijay

 10. Ami Patel says:

  Every line in this story is story of my life. Lets see what happens next.

 11. Ashish Dave (Sunnyvale, California) says:

  The simple solution for the mother was to quit her job till kids grow up. One can easily do well with just husband working and wife taking care of children in USA.

  Many parts in the story does not make sense. For example following:

  પડોશી બાઈની ઈચ્છા જાણી તેના ભરોસે હસી-ખુશીને મુકવાનું શરૂ કર્યું. એક દિવસ ખ્યાલ આવ્યો કે તે તો નોન-વેજિટેરિયન છે ! આ ન પોષાય. તેને રજા આપી ડે-કેરનો ઉપાય અજમાવ્યો

  How do you know day cares are vegetarian places? They are never. You just have to eat your own food.

  તેઓ બહાદુર અને જિનિયસ બનશે તો શું ખાતરી છે કે સરકાર તેમની કારકીર્દિને રોળી નહીં નાંખે ?

  This is never heard of… Government never cares for what we do as far as we do not break any laws.

  કારણ વગર કાલે જેલમાં પુરી નહિ દેવાય તેની શી ખાતરી ?

  USA is not India… no one goes to jail without breaking laws.

  ગમે તેને જાહેરમાં કીસ કરી શકવાની સ્વતંત્રતા શું આપણી સંસ્કૃતિને જીવવા દેશે ?

  What are you thinking… can any one kiss any one in US?

  Please do good research work before claiming anything about US.

  Ashish Dave

 12. meena v says:

  જનક્ભાઈ, લાગે છે કે બીજા અભિપ્રાયો વિચારવા જેવા છે. મ્રારો અનુભવ સારો રહ્યો છે. જો દાદા- દાદી કે નાના-નાની વર્ષે બે વર્ષે આવી થોડો વખત સાથે રહી શકતા હોય તો કદાચ બન્ને દેશની સારી બાજુ મેળવી શકાય.બાકિ ભારતમા પણ હવે વધુ પહેલા જેવુ નથી રહ્યુ.કુટુમ્બના સન્સ્કાર ઉપર આધાર રહે છે.
  -આભાર

 13. Bachubhai says:

  Before and now India is too much diffant,(2015) , now usa is batter than India this my own experience. I goes every year India so I know reality.

 14. Arvind Patel says:

  દુનિયા તો સારી જ છે, આપણને જોતા આવડવું જોઈએ. ઇન્ડિયા હોય કે અમેરિકા, સારું બધે જ છે અને જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય જ. ઇન્ડિયા પણ સારું અને અમેરિકા પણ સારું. દરેક માણસ ના સમય અને સંજોગો અલગ અલગ હોય છે. કોઈને સંસ્કાર નું વધુ મહત્વ હોઈ, કોઈને પૈસાનું વધુ મહત્વ હોય, કોઈ ને સંયુક્ત પરિવારનું મહત્વ હોય, કોઈને આવતી પેઢી ના ભવિષ્યની ચિંતા વધુ હોય, વગેરે વગેરે. વ્યક્તિ ભણી ગણી તૈયાર થાય ત્યારે પૈસા અને કેરિયર નું મહત્વ હોય, જે મેળવ્યા પછી ઇચ્છો બદલાતી રહે. ઇનડિયા રહો તો પણ સારું અને અહીં અમેરિકા રહો તો પણ સારું. કોઈની સાથે સરખામણી કરવી નહિ. જે મનને ગમે અને આપણને સારું લાગે તેમ કરવું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.