‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ

પ્રિય વાચકમિત્રો,

મને એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે ‘રીડગુજરાતી’ તેમજ ‘ગુજરાતી બ્લોગ જગત’ વિશે અગાઉ મેં લખેલો એક વિગતવાર લેખ ‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ, પુના’ દ્વારા ધોરણ-12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના નવા અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે.  ‘રીડગુજરાતી’નો શૈક્ષણિક ઉપયોગ થતો હોય એવા ઘણા સમાચારો મળતા રહે છે પરંતુ ગુજરાતી ભાષાની વેબસાઈટને કોઈ પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું હોય તેવો કદાચ આ પહેલો પ્રસંગ છે અને તેથી જ મારી જવાબદારી ઘણી વધે છે. નવી પેઢીના બાળકો આપણા સાહિત્યના વારસાથી તો માહિતગાર થાય જ પરંતુ તે સાથે સાહિત્યને આધુનિક ઉપકરણોના માધ્યમથી માણી શકે તેવો રીડગુજરાતીનો પ્રયાસ રહ્યો છે. આ માટે દેશ-વિદેશના અસંખ્ય વાચકો નો સાથ સહકાર સતત મળતો રહ્યો છે. તેથી આપ સૌનો આ શુભપ્રસંગે હું આભાર માનું એટલો ઓછો છે.

આ લેખ આપે અગાઉ અહીં વાંચેલો જ છે પરંતુ કદાચ કોઈ નવા વાચક તેનાથી માહિતગાર ન હોય તો એ માટેની લિન્ક અહીં આપું છું અને એ સાથે ગુજરાતી પાઠ્યપુસ્તકના ફોટોગ્રાફ પણ આપ અહીં જોઈ શકો છો. વિશેષમાં, ‘મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ’નો ખૂબ ખૂબ આભાર.

લેખ માટેની લીન્ક : http://archive.readgujarati.in/sahitya2/2010/10/12/gujblog-websites/

Image (738x1024)

Image (2) (726x1024)

Image (3) (700x1024)

Image (4) (717x1024)

Image (5) (708x1024)

Image (6) (714x1024)

Image (7) (704x1024)

Image (8) (725x1024)

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

57 thoughts on “‘રીડગુજરાતી’ હવે પાઠ્યપુસ્તકમાં….! – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.