કેટલાક અછાંદસ કાવ્યો – ગોવિંદ શાહ

[ રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈનો (વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bahati177@yahoo.com અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

[1]
તમારા આંગણેથી પાછો આવી ગયો છું,
કહો તો ફરી પગલાં પાડી શકું છું,
હું કંઈ વીતેલો સમય નથી,
કે પાછો ન આવી શકું.
હું તો સાગરની લહેર છું,
કિનારે પાછો આવી શકું છું,
હું તો પલકાતી પાંપણ છું,
કહું ત્યારે ઉઘાડબંધ કરી શકું છું.

[2]
મને ખબર છે તું આવવાની જ છું,
પરંતુ ન આવતી વસંતની વિદાયે
પેલા ચંદ્ર જેવી ન કરીશ દશા મારી
કળીને ખીલવાની જોતો રાહ
ચંદ્ર રાતભર જાગતો રહ્યો
અફસોસ કે
પ્રભાતે ખીલી કળી, ચંદ્ર નંદવાઈ ગયો.

[3] હૂંફ

મારી હથેળીમાં
ના મૂકશો આ બરફને
પળવારમાં તે પીગળી જશે
ઠંડક થોડી પ્રસારીને….
મૂકજો તમારા કોમળ હાથ જેથી
આ વેરાન જિંદગીમાં
થોડી ખુશ્બુ પણ મહેંકી જાય
થોડી હૂંફ પણ આવી જાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “કેટલાક અછાંદસ કાવ્યો – ગોવિંદ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.