An Endless Topic….. અને હું…. – જિગર જોષી ‘પ્રેમ’
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આ ગઝલસંગ્રહ રીડગુજરાતીને ભેટ મોકલવા બદલ શ્રી જિગરભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigarmsw@gmail.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9925157475.]
[1]
કાશ, એવી કોઈ સવાર મળે,
નાભિમાંથી જ ૐકાર મળે.
સુખ મળે રોજ ને અપાર મળે,
સૌને બેહદ જીવનમાં પ્યાર મળે.
કાઠિયાવાડ આવો, કહેજો પછી,
કેવો મીઠેરો આવકાર મળે.
જ્યારે આવે છે તારું સ્વપ્ન મને,
મ્હેકથી તરબતર સવાર મળે.
વિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા ‘જિગર’
શખ્સ એકાદ ચાહનાર મળે.
[2]
નથી એ સાંજ, સમય પણ નથી ને ઘાવ નથી,
હવે એ જણનો કશો મારા પર પ્રભાવ નથી.
કે જ્યારે થાય તને મન તું પથ્થરો ફેંકે,
આ જિંદગી છે ભલા જિંદગી, તળાવ નથી.
એ મોઢામોઢ કહી દેશે વાત કોઈ પણ
છુપાવે સત્ય, અરીસાનો એ સ્વભાવ નથી.
પહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઈ,
સફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી.
ખલેલ જે -જે હતી જિંદગીમાં, સર્વ ગઈ,
હવે તો શ્વાસની પણ કોઈ આવજાવ નથી.
[કુલ પાન : 86. કિંમત : રૂ. 140 પ્રાપ્તિસ્થાન : જિગર જોષી. શબ્દચિત્ર કલાભવન, 59/ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ-360005.]



પહાડ પરથી સતત વ્હેતા વ્હેતા આવ્યા છઈ,
સફર પસંદ કરી એકે જ્યાં પડાવ નથી.
સુંદર શેર
બન્ને ગઝલ સરસ છે
verry good gajal 6
વાહ ઉતમ…..
કાશ, એવી કોઈ સવાર મળે,
નાભિમાંથી જ ૐકાર મળે.
સુખ મળે રોજ ને અપાર મળે,
સૌને બેહદ જીવનમાં પ્યાર મળે.
કાઠિયાવાડ આવો, કહેજો પછી,
કેવો મીઠેરો આવકાર મળે.
જ્યારે આવે છે તારું સ્વપ્ન મને,
મ્હેકથી તરબતર સવાર મળે.
વિશ્વ આખાની ક્યાં છે ઈચ્છા ‘જિગર’
શખ્સ એકાદ ચાહનાર મળે.
શ્બ્દો જાણે હદય માઁથેી નિકળેલ છે બસ એજ કહેી શકુઁ એમ છુ……..
very nice…i loved it…
સરસ ગઝલ આપિ આનન્દ કરાવ્યો ધન્ય્વાદ્
Awesome gazal…. Heartly written..
જિગરભાઈ,
મસ્ત મસ્ત ગઝલો આપી. આવી ગઝલો ગાનારને તો આખું વિશ્વ ચાહે … એકાદ નહિ!
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
સૌને બેહદ જીવનમાં પ્યાર મળે. na badale
સૌને જીવનમાં બેહદ પ્યાર મળે.e vadhu yogya nathi lagatu?…
I mean pyar behad hoy…pan jivan behad hoy?