જિંદગી ! તું અને હું ! – મયંક યાદવ
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ નવોદિત સર્જક શ્રી મયંકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે mayankyadav123@rediffmail.com સંપર્ક કરી શકો છો.]
અરે ઓ જિંદગી ! મારી દોસ્ત ! મારી જાન ! તું ચીજ શું છે ? મને જણાવ . મારી સાથે વાત કર. બધાની સાથે તું છે અને બધા જ તારી સાથે છે . તોયે તું બધા થી આટલી નારાજ કેમ છે ? તારી મન ની વાત કેમ નથી કહેતી ? તારું રહસ્ય કેમ નથી ખોલતી ?
બધા જ તને મેળવવા માટે દોડે છે . સવાર પડતા જ તને શોધવા નીકળી પડે છે . ઓ જિંદગી ! તું ખરેખર ચીજ શું છે? તું પરીકથા ની fantacy તો નથી ને ? જ્યાં કશું જ સાચું નથી , કશું જ real નથી અને તોયે બધા ને ગમે છે . જ્યાં બસ કોઈ સર્જનહાર પરીકથા જેવી રંગબેરંગી પતંગીયા અને મેઘધનુષવાળી સૃષ્ટી સર્જે છે અને આપણને રમવા માટે છોડી દે છે અને પોતે રમતનો આનંદ માણે છે .
ઓ જિંદગી ! તું કેમ અમારી સાથે સંતાકુકડી રમે છે? અમે જ દાવ આપીએ છીએ અને અમારો જ થપ્પો થઇ જાય છે। આવું કેમ ? ઓ જિંદગી ! શું તું એક આંધળી દોટ છે? કોઈ ને જ ખબર નથી દોડવાનું કઈ બાજુ છે પણ એટલી ખબર છે કે બસ દોડવાનું છે કોઈ પણ બાજુ . રોકાવાનું નથી .આવી રીતે દોડી દોડી ને અમે થાકી ગયા છીએ . અમારી આંખો ની પટ્ટીઓ હટાવ . please હવે તો કહી દે ઓ જિંદગી ! તું ચીજ શું છે?
કે પછી હે જિંદગી ! તું એક પ્રેમિકા જેવી છે? જેને અમે ગમ્મે તેટલી પામવાની કોશિશ કરીએ તોયે પુરેપુરી તો મળે જ નહિ . કશીક અધુરપ તો લાગે જ . તરસ છીપાય જ નહિ . સંતોષ થાય જ નહિ . ઓ જિંદગી ! તું બહુ લુચ્ચી છે. તને ઘણી વખત બચ્ચીઓ ભરવા નું મન થાય અને ઘણી વખત ઝઘડવાનું અને એના લીધે તડપવાનું .
ઓ જિંદગી ! કશુંક પામવા ની , કશુંક કરી બતાવવાની કે કોઈક ને બતાવી દેવાની ભાવના એ જ તું નથી ને ? અમારામાંથી ઘણા ને તું આવી જ લાગે છે . અરે ! તું success તો નથી ને ? શું success એ જ જિંદગી છે? અમે બધા જ એની પાછળ પણ દોડીએ છીએ . તું please અમને તારી સાચી ઓળખ આપ .
શું તું અમારી જવાબદારી ઓ ના બોજા નીચે કચડાઈ ગઈ છે ? શું તું જડ માનસિકતારૂપી દિવાલો વાળા બંધ ઓરડા માં ગૂંગળાઈ રહી છે? શું તારા પર લોકો લોભ , ક્રોધ, મોહ, ઈર્ષા જેવા હથિયારો વડે પ્રહાર કરે છે? શું તું આ બધા ને લીધે અમારા થી ડરે છે? એટલે જ તું અમારા થી દુર છે કે શું ? એટલે તું અમારી નજીક નથી આવતી? ખરેખર તો અમે જ તારા થી ડરીએ છીએ કે ક્યાંક તું અમને બદલાવી તો નહિ નાખે ને ! અમને બદલાવા નો બહુ ડર લાગે છે . કારણ કે અમે પથ્થર જેવા જડ છીએ .
એટલે જ કહું છુ ઓ જિંદગી ! તને બધા ડરાવશે , પણ તું ડરીશ નહિ . તું અમારી નજીક આવ , અમને પીગળાવ , અમને વ્હાલ કર, અમને બદલાવ . જેથી અમે પણ તારી સાથે પતંગિયાની જેમ ઉડી શકીએ , તારી સાથે માછલીની જેમ તરી શકીએ, તારામાં લુપ્ત થઇ શકીએ .
ઓ જિંદગી ! શું તું નાના બાળક ની પા પા પગલીમાં છે ? તું સંગીત ના સુરો માં છે ? તું વરસાદ માં પ્રેમીની રાહમાં નાચતી પ્રેમિકા ના નૃત્ય માં છે ? તું ઉત્સવો માં છે ? તું શૂરવીરો ના શરીર પર ના જખ્મો માં છે ? તું ચલણી નોટોની સુગંધ માં છે ? તું વિજ્ઞાન ની નવી નવી શોધો માં છે ? તું કોયલ ના ટહુકા માં છે? કે પછી જંગલના રાત ના સન્નાટા માં છે ? તું પ્રેમીઓના મધમીઠાં ચુંબન માં છે કે પછી તૂટેલા દૃદય માં છે ? શું તું નાના બાળક ના કપાયેલા પતંગમાં છે ? તું પાણી પૂરી ની ચટપટ માં છે કે પછી જલેબી ની મીઠાશ માં છે ? કે પછી બેફિકરીથી જીવી લેવાના ચસ્કામાં છું? તને ક્યાં ક્યાં શોધું હું ? એક વાત કહું ? તું ખરેખર અદભૂત છે .
હે જિંદગી ! તારું રહસ્ય બહુ પ્યારું લાગે છે . અને ડર પણ લાગે છે કે જો તારું રહસ્ય ખુલી જશે તો તારો બધો charm જતો રહેશે ! શું ખરેખર તને જાણી લેવાથી તારો charm જતો રહેશે ? કે પછી તારો charm વધશે ? તારું આ રહસ્ય જ અમને જીવંત રાખે છે અને જાગૃત રાખે છે .
ઓ જિંદગી ! તને મેળવાય કેવી રીતે? બધું જ મેળવી ને તને મેળવી શકાય કે પછી બધું જ ગુમાવીને ? તને મેળવવા માટે પૂરેપૂરું જીવવું પડે કે પછી મરવું પડે? ઓ જિંદગી ! મારી વ્હાલી ! અમને પ્રેમથી ગળે લગાડ , અમને બચ્ચીઓ કર , અમારા માથા પર હાથ ફેરવ અને ધીરેથી અમારા સવાલોના જવાબ આપ .
ઓ જિંદગી ! અમે બહુ ભાવ થી, બહુ લાગણીથી તને બોલાવીએ છીએ . અમારી આ પોકાર સાંભળીને કદાચ તને અમને મળવા આવવાનું મન થાય , અમને ગળે લગાડવાનું મન થાય , અમને બચ્ચીઓ ભરવાનું મન થાય તો જરાય પણ વાર નહિ લગાડતી . ઘડીભર પણ વિચાર ના કરતી. અમારાથી જરાય પણ ના ડરતી . અમે અમારા હથિયારો મૂકી દઈ ને તને આંખો માં ઝળઝળિયાં સાથે તને ગળે લગાવીશું. તને વ્હાલ કરીશું. તારામાં ખોવાઈ જઈશું. તને ધ્યાનથી સાંભળીશું .
મેળવવાનું કશું જ બાકી ના રહે જો હું તારામાં, તું મારામાં, અને એવી જ રીતે આપને બન્ને એકબીજામાં આપણું સર્વસ્વ ગુમાવી દઇએ અને તું મને મળી જાય .
Love you ‘મારી જિંદગી’ ! My Love ! My Friend !



જીદગી એક નાટક છે તેને જે રીતે ભજવવું હોય તે રીતે ભજવી શકાય.
Wah.. Ummar, situation ane location pramane alag alag role.. 🙂
Wah.. Ummar, situation ane location pramane alag alag role.. 🙂
Life is the indispenble part of being human…! It is the
other side of our COIN-LIFE so celebrate it with full
soul poured it with nector pf life as Vedas say…Aho
Amrutasya Putra…!!
Wah… 🙂
કૈઈક નવુ જાનવા મલિયુ……………….
ા
Jindagina darek rup khubsurat 6,darek ummare nava svrup…navi jindagi…