સુહાસિની – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.]

નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, ‘કેમ નહોતાં આવતાં ? તમે આમ ગાપચી મારો એ ન ચાલે હં ! તમારા વિના સૂનું સૂનું લાગે છે.’ ‘સાચ્ચે જ, આંટી, તમારા હસવાનો રણકાર એટલો મીઠો છે કે, એ સાંભળીને દિવસ સુધરી જાય.’ રેણુએ વ્હાલથી કહ્યું. ‘મારો દીકરો અને વહુ એના નાનકાને લઈને ફરવા ગયા છે એટલે ઘરમાંથી નીકળી નહોતી શકી. આજે રાત સુધીમાં તો એ લોકો આવી જશે એટલે કાલથી પાછી હું નિયમિયપણે આવીશ, બસ ?’ નંદિતા ઘર તરફ જતાં વિચારી રહી, એ હતા ત્યારે એ પણ રેણુની જેમ જ કહેતાને ! ‘તું હસે ત્યારે એવું લાગે છે કે, મંદિરમાં એકસાથે ઘંટડીઓ રણકી ઊઠી. તારા હાસ્યને કદી વિલાવા ન દઈશ. બધા માટે ભલે તું નંદિતા હોય, મારે માટે તું સુહાસિની. દિલ ખુશ કરી દે એવું સુંદર હસનારી મારી સુહાસિની.’

ઘરે જઈને પહેલું કામ એણે મોબાઈલમાં મિસ્ડ કૉલ જોવાનું કર્યું એક્કે ફોન નહોતો. એનું મન ઉદાસ થઈ ગયું. એણે નક્કી કર્યું કે, જો ગૌરવનો ફોન નહીં આવે તો પોતે પણ સામેથી ફોન નહીં કરે. કોણ જાણે કેમ પણ રહી રહીને લાગતું હતું કે, એ હવે પહેલાંનો ગૌરવ નથી રહ્યો. એ ચાર-પાંચ દિવસ પહેલાંની વાત યાદ કરી રહી. સવારે નાસ્તો કરતાં ગૌરવે કહ્યું હતું, ‘મમ્મી, મારે એ તરફ ઑફિસિયલ વિઝિટ પણ છે તો વિચારું છું કે આલોકા અને બિટ્ટુને બે-ત્રણ દિવસ મહાબળેશ્વર ફેરવી આવું.’ ‘હા હા, ચોક્કસ. આનંદથી ફરી આવો બેટા, ને મારી ફિકર જરાય ન કરશો.’ નંદિતાએ ખુશીથી કહ્યું તો હતું પણ મનમાં જરાક ખટકો તો રહ્યો જ કે, ‘ઑફિસિયલ વિઝિટ’ શબ્દ વાપરવાને બદલે ગૌરવ સીધે સીધુ ન કહી શકત કે મારો જન્મદિવસ ઊજવવા જવું છે ? એ શું એમ માનતો હશે કે, 20મી ઑગસ્ટને રવિવારે એનો જન્મદિવસ આવે છે એ એની જન્મદાત્રી મા ભૂલી ગઈ હશે ? એને યાદ આવ્યું કે, ગયે વર્ષે એના જન્મદિવસે ગૌરવ અને આલોકા નવું ટી.વી. લઈ આવેલાં. સરસ મજાનું રૂપકડું ટી.વી. જોઈને બિટ્ટુ ખુશ થઈ ગયેલો. તાળીઓ પાડતો જાય અને બોલતો જાય, ‘દાદીનું નવું ટી.વી., દાદીનું નવું ટી.વી. . . .’ ‘દાદીનું નવું ટી.વી. ? મારે માટે જુદું ટી.વી. લેવાની શી જરૂર હતી ? ઘરમાં એક ટી.વી. તો છે. આપણે બધા સાથે બેસીને જોઈએ જ છીએ ને ?’ ગૌરવ અને આલોકાની નજર એકમેક સાથે ટકરાઈ એનંદિતાના ધ્યાન બહાર ન રહ્યું. આલોકાએ જરા થોથવાતા કહ્યું, ‘એ ટી.વી. તો છે જ, પણ આ તો તમારી બર્થ-ડે ગીફ્ટ.’ ‘ને મમ્મી, તું રૂમમાં બેસીને તને ગમતા પ્રોગ્રામ જોયા કરે તો બીજી કોઈ માથાકૂટ નહીં ને અમને પણ જરા પ્રાયવસી. . .’ આલોકાએ ઈશારો કરીને એને બોલતો અટકાવી દીધેલો.

બધી અણગમતી વાતોને ખંખેરી નાખવી હોય એમ એણે માથું ઝાટકી નાખ્યું. પોતાની પર્સમાંથી 500, 500ની બે નોટ કાઢીને એણે બૂમ પાડી, ‘સવિતા, ઓ સવિતા, આ યાદીમાં લખેલી બધી વસ્તુ લઈ આવ. બે લીટર દૂધ, નાની નાની બટેટી એક કિલો, લીલીછમ જોઈને કોથમીરનો એક ઝૂડો લેજે ને. . . . ‘ સવિતા તો જોતી જ રહી. ‘બા, આજે કેમ આટલા બધાં ખુશ છો ? આટલું બધું હસતા તો મેં તમને કોઈ દિ’ નથી જોયાં !’ ‘ખુશ તો હોઉં જ ને ! આજે તારા નાના શેઠનો જન્મદિવસ છે. આજે બધી એને ભાવતી વાનગીઓ બનાવવી છે. ખીર, પૂરી, બટેટાનું ભરેલું શાક, ખાંડવી. . . . .’ ‘બા આટલું બધું તમે બનાવશો ?’ ‘અરે, તને ખબર નથી ચાલીસ-પચાસ માણસની રસોઈ તો હું હાલતાં-ચાલતાં બનાવી કાઢતી. હવે એવું છે કે, આલોકા રસોડાના કોઈ કામને હાથ લગાડવા નથી દેતી એટલે ટેવ છૂટી ગઈ છે ને થાકી પણ જવાય છે.’ તો યે નંદિતાએ પાંચ વાગ્યા સુધીમાં બધી તૈયારી કરી લીધી. નવી ક્રોકરી, નવા ટેબલ મેટ્સ, નવા નેપકીન અને ટેબલની વચ્ચોવચ મોટી, કલાત્મક મીણબત્તીય ખરી. એને થયું, ગૌઅવ વિચારતો જ હશે કે, ત્રણ દિવસથી મમ્મી એકલી છે તો રાત્રે આઠેક વાગ્યા સુધીમાં પહોંચી જઈએ. ઘડિયાળમાં સાતના ટકોરા થયા એટલે એ નાહી-ધોઈ, નવી સાડી પહેરીને તૈયાર થઈ. બસ, હવે થોડી વારમાં એ લોકો આવવા જ જોઈએ. આ સરપ્રાઈઝ જોઈને ગૌરવ આશ્ચર્યથી ઊછળી પડશે અને કેહેશે, ‘મોમ, યુ આર ગ્રેટ. મને ભાવતી રસોઈ બનાવવા તેં કેટલી મહેનત કરી ?’

નવ, દસ અને અગિયાર થયા ત્યારે નંદિતાને ઝોકાં આવવા લાગ્યાં. લેચ-કીથી દરવાજો ખોલી ગૌરવ ઊંઘતા બિટ્ટુને તેડીને અંદર આવ્યો. ‘આ શું મા ? તને કોણે કહ્યું’તું આ બધું બનાવવાનું ? બહાર નીકળ્યા હોઈએ તો જમીને જ આવીએ ને ?’ ‘બેટા, તને ભાવતી ખીર. . . .’ ‘જે હોય એ બધું ફ્રીજમાં મૂકી દે મમ્મી. બહુ થાકી ગયો છું. કાલે મૂડ હશે તો ખાઈશ.’ બેમાંથી કોઈને નંદિતાને પૂછવાનું ન સૂઝ્યું કે એ જમી છે કે નહીં ? દીકરો પગે લાગશે એમ કરીને નંદિતાએ ગૌરવને આપવા કવર તૈયાર રાખ્યું હતું એ એણે ટેબલ ક્લોથ નીચે દબાવી દીધું. આલોકા નાઈટી પહેરીને ધમધમ કરતી આવીને ટેબલ પરથી બધું ઉપાડતાં બબડતી હતી, નકામી આટલી મહેનત કરીને ! ને બગાડ પણ કેટલો ?’ નંદિતાની આંખો ભરાઈ આવી પણ તરત જ એની નજર દીવાલ પર લટકતા ફોટા તરફ ગઈ. એને યાદ આવ્યું એણે રડવાનું નથી, હસવાનું છે. એણે આલોકાને કહ્યું, ‘આલોકા ચિંતા ન કરીશ. સવિતાને બધું લાવવા મેં જ પૈસા આપ્યા હતા ને આમાંથી કશું બગડશે નહીં. કાલે અનાથાશ્રમમાં બાળકોને ખવડાવી આવીશ.’ રૂમમાં આવીને આંખો લૂંછતા એ લાફીંગ ક્લબમાં હસતી એમ જોરજોરથી હસવા લાગી હા. . .હા. . .હા.

(અનન્યા દાસની અંગ્રેજી વાર્તાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંસ્કૃતસત્ર 13 : ગીતા સુગીતા કર્તવ્યા – આલેખન : કલ્પેશ સોની
બાળક એક ગીત (ભાગ-1) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ” Next »   

19 પ્રતિભાવો : સુહાસિની – આશા વીરેન્દ્ર

 1. kalpana desai says:

  વાહ! સુંદર વાર્તા. રડીને બેસી રહેવાને બદલે પોતાને ગમતા રસ્તે ચાલવું એ જ ઉત્ત મ ઉપાય છે. અભિનંદન.

 2. Disha says:

  Common story che kai navu na lagyu. Kabhar nai aapna writers vahu ne kharab chitarvi kyare bandh krse. Dikra e ma ne t.v aapyu to eni feelings ni ma e kadar n kri ane dikra e maa na surprise ni nondh n lidhi to e kharab thai gayo. Hoi sake e vahem j hoy nandita no. Dikro wife sathe thodo samay pasar krva mange ema adekhai karvani saasu ni adat hoy che.

  • Dev says:

   Yeah Disha, you are right. I will pray and hope that you will never do the same for your son. And make sure that no one will do the same to you… because i believe you will not have any expectation from your Kid. Anyhow best of luck…

  • shailesh says:

   Dear Disha,
   Vaarta ane vastaviktaa vachhe no bhed to tamne tyare samjhase jyare tame khud ek Maa-saasu nu sthaan lesho.

   Saachi laaganiyo no anubhav fakta bolva thi nathi thato…!

 3. Nirav says:

  well, I somehow agree with Dev because when you come a cross a situation like these only that’s when you realize, again I am not even disagree with the fact that once you’re married you need privacy as well but that doesn’t mean you don’t even notice what that person have done for you! If Gaurav would have said ke Mom thanks for making all these but we already have dinner outside but will surely have it tomorrow then I am sure she would have felt much better.

 4. ભલે નવી વાત નથી છતાંયે મરચાં લાગી જાય તેવી સુંદર વાર્તા !! માતાની એના સંતાનો પ્રત્યેની લાગણી,ભાવના,ત્યાગ અને બલીદાનને બીરદાવવા માત્રુહ્ર્દય જોઇએ.
  ગૌરવે ટી.વી, ભેટ આપી ડિપ્લોમસીથી પ્રાયવસી માંગી લીધી. ગૌરવ અને આલોકાએ બર્થડેની ઉજવણીમા માતાને બાકાત રાખ્યા. માતાએ કરેલી તૈયારીમા જાતે જ બાકાત રહ્યા. અંતે નિમ્ન કક્ષાની ટીપ્પણી કરી માતાના દિલને દુભાવવામા કોઇ કમી ના રાખી. છતાં માતાનો ચહેરો ??? આનંદી અને ખુશખુશાલ !!!

 5. p j pandya says:

  મા તે મા બિજા વગદાના વા

 6. dashrath kalariya says:

  Mare ek lekh aapvo hoy to…?

 7. disha says:

  evu pan arth gatan kri skay k dikra same bichari dekhava matej aa dinner plan kryu hoy.jo smjti j hti k b.day ujavava gaya che to su kam dinner bnavyu!ane am pan gni sasu ne dikra par adhikar jatavva mate vahu ne khrab chitarvama mja ave he.ane jo khrekhr prvcy mate t.v apyu hoy to pan ema kai khotu n thi.privcy darek mate jrurim eni mata e etlu jate j samjyv hot to t.v na bana ni jrur n pdt

 8. Asha Virendra says:

  Disha,sha maate aatli badhi kadvash?After all,aa to ek vaarta chhe pan te chhata vaarta ni mukhya vaat koi pan paristhiti maa hasta rahevaani chhe, nahi ke saasu-vahu naa samandh maatrani.Kadach personal life maa koi maatho anubhav koi ni saathe thayo pan hoi to pan aatlo tivra pratibhaav?Take it easy,life ki gaadi to aise hi chhalti hai.For your kind information, Bhoomiputra maa aavti vaartao maari maulik nathi hoti, Guj.sivaai ni bhaashao maathi pasnd kari, sanksep kari ne aa ek page ni vaarta taiyaar thati hoi chhe. Thanks for your feed back.

 9. tushar says:

  such a nice story! @ disha: ramban vagya hoy tenej khyal hoy! suhasini ni vyatha ekdam yogy che, pn ene teni narajagi tena dikra ne k teni vahu ne face to face nathi darshavi.sha mate? to k dikro hurt na thay etla mate!! once again nice story.

 10. pragnya bhatt says:

  આજે ઘેર ઘેર સુહાસિનિ છે.એના હાસ્યંનેી પાછ્ળ છુપાયેલ આસુ દેખાતા નથેી.

  વાર્તામા અત્યારના સમાજનુ પ્રતિબિબ છે.

 11. Vrunda says:

  mane to disha ben ni vat sachi nathi lagti samja ma vahu ne sashu badhi jagay ae sashu kharb nathi hoti ke vahu pan kharab nathi hoti bas aek bija ne samjvani jaru hoy che jayre tv ghar ma aavyu to ma ae aem vicharvanu hatu maro dikro vahu maru dhayn rakhe che aemne atyrna program jova hoy to tu hu mara gamta program joi shaku ae mate mara mate lavya jayre dikro ma ne kai ne gayo hot ke ma kale maro birthday che ame loko bar javana chiye aevo amro program che ame moda aavishu ne bar jami laishu to ma na padat, biji ritevicharye to jayre dikra ae joyu ke ma ae tyari kari che to 2 shabdo sara bolyo hot to aenu shu bagdi jat aaje jo aena papa hot to ae mae aatlu dukh na that ne aeni vahu pan aem boli hot ke ma tame kem aatli taklif kari aapde savare ae j jami lashu garam kari ne to ae ma ne ketlo aanad that shu aekli padegayeli ma no aetlo hak to chena aena dikra ne vahu bane par

 12. dhara says:

  ફ!ઈન્….

 13. dhara says:

  That is the most important story in our life…

 14. B.S.Patel says:

  Real story for new garnetion today

 15. Arvind Patel says:

  સામાન્ય રીતે એવું કહેવાય કે જ્યાં વડીલો બાળકોને પ્રેમ આપે અને બાળકો વડીલોને સન્માન આપે, તે સુખી પરિવાર છે. વડીલોની લાગણીઓ ની ખૂબ જ કાળજી રાખવી તે બાળકોની પ્રાથમિક ફરજ છે. આમ ના થાય તો ના ચાલે. વડીલો દુભાય તો ઈશ્વર રાજી ના રહે. આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.