Archive for October, 2013

ધ્યાનનિષ્ઠ વિનોબા – સંકલિત

[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] મેં અનુભવ્યું છે કે મારો સ્વભાવ ધ્યાનનિષ્ઠ છે. પરંતુ ધ્યાન, કર્મ, જ્ઞાન, ભક્તિ, સેવા – આ બધાં વચ્ચે મારાથી ભેદ નથી કરી શકાતો. વસ્તુ એક જ હોય છે. આ બધાં તો જુદાં જુદાં પાસાંઓ છે. મારું ચાલત તો હું ધ્યાનમાં ડૂબી જાત. સાત-આઠ વરસથી મારી પદયાત્રા ચાલે છે. એક એક પ્રાંતમાં અનેક […]

બાળક એક ગીત (ભાગ-1) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”

[ ‘બાળક એક ગીત’ એટલે ગર્ભસ્થ શિશુ સાથે માતાનો સંવેદનાસભર વાર્તાલાપ. હીરલબેને આ વાર્તાલાપ પત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે રજૂ કર્યો છે. આમ તો આ એક પુસ્તકરૂપે છે પરંતુ તેમાંનો થોડો અંશ આજે એક લેખ રૂપે પ્રગટ કર્યો છે. આપ તેમનો આ સરનામે vasantiful@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.] [1] […]

સુહાસિની – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર.] નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, […]

સંસ્કૃતસત્ર 13 : ગીતા સુગીતા કર્તવ્યા – આલેખન : કલ્પેશ સોની

[ તંત્રી : અગાઉ સંસ્કૃતસત્રના તમામ વક્તવ્યોનું આલેખન કરવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે થોડી ધીમી ગતિએ રીડગુજરાતી ચાલી રહ્યું હોવાથી, વધુ શ્રમ ન થાય અને થોડો આરામ મળી રહે તે હેતુથી અત્રે સારરૂપ વક્તવ્ય આપવાની કોશિશ કરી છે જેથી સારા-શુભ વાંચનનો પ્રચાર-પ્રસાર થઈ શકે. આશા છે કે આપ તેનો એટલો જ આનંદ […]

કાલ – રવીન્દ્ર પારેખ

[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.] આજે વૃંદા કુલકર્ણીએ જવાબ આપવાનો હતો. વૃંદાએ જોયું કે વિનાયક સિને વિઝન પ્રાઈવેટ લિમિટેડના પ્રોડ્યુસર કારમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ડો. નારાયણ આપ્ટેએ બેંઝમાંથી નીચે ઉતરતાં ઉપર નજર કરી. વૃંદાને જોઈને સ્મિત કર્યું. બેંઝને બારણે ઊભેલી જોતાં સૌમિત્ર કુલકર્ણી બહાર આવ્યા. કારથી પોતાની તરફ આવી રહેલા ડો. આપ્ટેને ‘નમસ્કાર’ કહી આવકાર્યા. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.