Archive for October, 2013

કેવળ પ્રેમ પૂરતો નથી – બંસીધર શુક્લ

[‘જનકલ્યાણ’ માસિકમાંથી સાભાર.] સહદેવ જોશી હીંચકે બેઠા હતા. સામે આસન ઉપર સોનલ બેઠી હતી. સોનલ તેની દીકરી વિશે ચિંતિત હતી. દીકરી રૂપલ. સુંદર, ભણવામાં તેજસ્વી, કલાપ્રેમી, હસમુખી. . . કશી ઊણપ નહિ. સૌની માનીતી. થોડા દિવસ પહેલાં તેણે વધારે પડતી ઊંઘની ટીકડીઓ લીધી. તેણે આપઘાતનો પ્રયાસ કર્યો. સોનલ કહેતી હતી, ‘સહદેવજી, હું હજુ માની શકતી […]

બહાદુર બાપુની બહાદુરી – મણિભાઈ પટેલ ‘જગતમિત્ર’

[‘બાલરંજન’ સામાયિકમાંથી સાભાર.] વાત છે જૂના જમાનાની. તે વખતે ગામનો વહીવટ ‘મુખી’ કરતા. મુખીનો મોટો છોકરો ‘બહાદુર’ શરીરે ભારે હતો. વળી થોડો તોફાની ને વાયડો પણ હતો. તે પોતાને ‘બહાદુર બાપુ’ તરીકે ઓળખાવતો. આ બહાદુર બાપુ વટ પાડવામાં નંબર વન હતા. કહેવાતા હતા બહાદુર, પણ હતા એવા બહાદુર કે સસલાથી પણ બીતા. હવે એક વખતની […]

દીકરો કે દીકરી – વંદના એન્જિનિયર

[‘નવચેતન’ માસિકમાંથી સાભાર.] નંદલાલ માસ્તર નિશાળ છૂટી કે આજે ઝડપભેર પગથિયાં ઊતરી ગયા. રોજ વિદ્યાર્થીઓ સાથે છૂટ્યા પછી પણ કલાકેક સુધી વાતો કરી તેમને ભણવાનું માર્ગદર્શન આપતા માસ્તર આજ ઘેર પહોંચવા ઉતાવળા થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પત્નીના મુખ પરની સુરખી ને પરિવર્તને બંનેને વિચાર કરતાં કરી મૂક્યાં હતાં, પરંતુ એવું કાંઈ લગ્નજીવનના 15 […]

નિહારિકાનું વ્રત – કિરણ વી. મહેતા

[‘જલારામદીપ’ સામયિકમાંથી સાભાર.] પ્રાથમિક શાળાની નોકરીએથી છૂટીને સાંજે છના ટકોરે ઘરમાં પ્રવેશતાં જ અસંખ્ય કામ નિહારિકાને તરત જ ભૂતાવળની જેમ વળગી પડ્યાં ! બંધ ઘરમાં બપોરથી કામો ભૂખ્યાં-તરસ્યાં જાણે એની રાહ જોઈને જ બેઠાં હતાં- એવું નિહારિકાને પ્રતીત થયું, પણ આ કંઈ આજની પ્રતીતિ હતી એવું નથી. આ તો રોજનું થઈ ગયું છે. બીજા ધોરણમાં […]

ગૂટર-ગું, કા-કા, ચીં-ચીં – હેમંત કારિયા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] એક વખત સાંજના સમયે ભગવાન સ્વર્ગમાં બેઠા બેઠા વિચારતા હતા, ત્યાં દેવી આવ્યાં. બોલ્યાં ‘શું વિચારો છો પ્રભુ ?’ ભગવાને કહ્યું ‘આ આકાશ સામે જુઓ દેવી, કેવું ખાલી ખાલી લાગે છે !’ દેવી કહે’ હા, મને પણ એ વિચાર આવ્યો હતો.’ ભગવાને કહ્યું, સુંદર રમકડાં બનાવીને આકાશમાં છોડી દઇએ તો આકાશ ભરેલું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.