નવા વર્ષના સાલમુબારક – તંત્રી

happy new year (640x510)

પ્રિય વાચકમિત્રો,

વિક્રમ સંવત 2070ના આ મંગલ પ્રભાતે આપ સૌને મારા સાલમુબારક. આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને માટે તેમજ આપના સૌ પરિવારજનો માટે શુભદાયી, લાભદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના સૌ વાચકમિત્રો, સર્જકો, પ્રકાશકો તેમજ અન્ય સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ. આજના આ શુભદિને રીડગુજરાતીને આર્થિક રીતે મદદરૂપ થનારા સૌ દાતાઓ તેમજ અન્ય તમામ રીતે મદદરૂપ થનારા સૌ કોઈનો હું આભાર માનું છું અને તેઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું.

અનેક પ્રકારની વિવિધ સમસ્યાઓને કારણે ગત વર્ષ દરમિયાન ઘણો સમય રીડગુજરાતી પર વિરામ રાખવો પડ્યો. વળી કેટલાક સમયથી એક જ લેખ પ્રકાશિત થઈ રહ્યો છે. ઈશ્વરકૃપાએ ધીમે ધીમે ફરીથી બે લેખ પ્રકાશિત થવાના શરૂ કરી શકાય અને આ નવા વર્ષમાં રીડગુજરાતી દ્વારા આપને પુન: શુભ વાંચનનું ભાથું સતત મળતું રહે તેવી મનોકામના વ્યક્ત કરું છું. આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.

દિપોત્સવી પર્વના ભાગરૂપે આજ થી રીડગુજરાતી પર રજા રહેશે તેથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં. લાભપાંચમના શુભ દિને એટલે કે તા.7 નવેમ્બરના રોજ નવા લેખો સાથે ફરી મળીશું.

આપ સૌને ફરી એકવાર સાલમુબારક.

લિ.
તંત્રી,
મૃગેશ શાહ
રીડગુજરાતી.કોમ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “નવા વર્ષના સાલમુબારક – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.