ખોજ (એક મિલન કહાની) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી વિષ્ણુભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે  vishnudesai656@yahoo.in અથવા આ નંબર પર +91 9737795467 સંપર્ક કરી શકો છો.]

પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી.

“મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમીલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા. ચાંદલોડિયાના શીવકેદાર ફ્લેટમાં તેમણે મહાન રાખ્યું હતું. તેઓ જયારે અહી રહેવા આવ્યા ત્યારે પહેલી જ ઓળખાણ પડોશી તરીકે અને પોતાની જ જ્ઞાતિના લોકો તરીકે શિખરની મમ્મી સાથે થઇ હતી. મોનિકાની મમ્મીએ શિખરની મમ્મીને મોનિકા માટે નજીકની કોઈ સારી સ્કુલ વિશે પૂછ્યું હતું. શિખરની મમ્મીએ તેમને શિખર જે સ્કુલમાં ભણતો હતો તે દુર્ગેશ પ્રા.શાળાનું નામ જણાવ્યું અને કહ્યું, મારો શિખર પણ તેજ સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. બસ મોનિકાનું પણ એ જ સ્કુલમાં એડમિશન થઇ ગયું. બીજા દિવસથી શિખરને સ્કુલે જવા માટે મોનિકાની કંપની મળી ગઈ. બંને સાથે જ સ્કુલ જતા અને આવતા. બંને મિત્રો બની ગયા. ત્યારથી માંડીને આજ સુધી તેઓ મિત્રો જ રહ્યા. અને આજે બંને જણ એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ.ના છેલ્લા વરસમાં સાથે ભણતા હતા. આજે બંને જણ શિખરની બાઈક પર સાથે જ કોલેજ જાય છે અને આવે છે. ઘણીવાર તેઓ રસ્તામાં આવતા ગજરાજેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા. આમ પણ શિખરનો અહી આવવાનો નિત્યક્રમ હતો. તેમાં મોનિકા પણ સાથે હોતી. કોઈએ સાચુજ કહ્યું છે કે, “બાળપણની મિત્રતા એ યુવાનીના પ્રણયનું પ્રવેશ દ્વાર છે.” બારમું ધોરણ પૂરું કરીને કોલેજના પ્રથમ વરસમાં આવ્યા ત્યારથી જ શિખર મોનિકા તરફ આકર્ષાવા લાગ્યો હતો. પણ તે મોનિકાને કહી શકતો ન હતો. એ ડરતો હતો કે ક્યાંક પ્રેમનો એકરાર કરવા જતા બાળપણની મિત્ર ગુમાવવાનો વારો આવે તો ! તેણે પોતાની લાગણીઓ મનમાં જ દબાવી રાખી. એમ કરતા બે વરસ પસાર થઇ ગયા.

હવે કોલેજનું છેલ્લું વરસ હતું. બંનેને સાથે આવવા જવાની છેલ્લી તક. કોલેજ પૂરી થયા પછી બંને આવી રીતે સાથે હરી ફરી શકવાના ન હતા. શિખરને હમેશાં મોનીકાથી છુટા પડી જવાનો ડર રહેતો. એક દિવસ કોલેજમાં મોનિકાના વિચારોમાં ખોવાયેલા શિખરને તેના મિત્ર રજતે જોઈ લીધો. તેણે આવીને શિખરને ઢંઢોળ્યો, “કોના વિચારોમાં ખોવાયા છો ભાઈ !” રજત શિખરનો વિશ્વાસુ મિત્ર હતો. શિખરને રજત પાસે સલાહ લેવાનું યોગ્ય લાગ્યું. તેણે રજતને પોતાની પાસે બેસાડી પોતાના મનની બધી જ મુંઝવણ કહી નાખી. અને મોનિકાને પોતાની લાગણી કેમ કરી વ્યક્ત કરવી તેનો ઉપાય બતાવવા કહ્યું. રજતે શિખરને પૂછ્યું, “શું તને મોનિકાના મનની ખબર છે, કે તેના મનમાં તારા માટે શું છે ?” “આવો તો મને કોઈ અંદાજ નથી, પણ હા એ મને પસંદ કરતી હોય એવું મને લાગે છે કેમકે તે હમેશા બીજા આગળ મારા સારા વ્યક્તિ તરીકે વખાણ કરતી હોય છે.” શિખરે જવાબ આપ્યો. રજતે શિખરને કહ્યું, “જો શિખર તું અને મોનિકા બાળપણના મિત્રો છો. અને એ તને સારી રીતે ઓળખે છે. તું બસ એકવાર હિમત કરીને તારા મનની વાત એને કહી દે, પછી જો તેને ના ગમે તો મિત્ર તરીકે સોરી કહીને મનાવી લેજે.” શિખરે કહ્યું, “મને ડર છે રજત, ક્યાંક તેનો પ્રેમ મેળવવા જતા તેની મિત્રતા ન ગુમાવી બેસું !” હવે બંને મોનિકાને શિખરના મનની વાત કેમ કરવી તેનો ઉપાય શોધવા લાગ્યા. અચાનક રજતને એક આઈડિયા આવ્યો. તેણે શિખરને કહ્યું, “જો યાર કોઈ પણ છોકરી હોય તેને ગીફ્ટ હમેશા ગમતી હોય છે, તું પણ તેને કોઈ સરસ ગીફ્ટ આપીને તારા મનની વાત કરી નાખ.” શિખરે કહ્યું, “યાર રજત ફેસ તું ફેસ કહેવાની મારી હિંમત નહી ચાલે, તું બીજો કોઈ રસ્તો બતાવ પ્લીઝ.” રજતે કહ્યું, “એનો પણ ઉપાય છે મારી પાસે, થોડા દિવસ પછી વેલેન્ટાઇન ડે આવે છે. આ દિવસે કોઈ છોકરી કોઈ છોકરાને ના નહી ખે તું બસ આ દિવસની તક ઝડપી લે.” બસ પછી બંને જને વેલેન્ટીન દેને લઈને એક પ્લાન બનાવ્યો અને તે દિવસની રાહ જોવા લાગ્યા.

વેલેન્ટીન ડેના દિવસે શિખરે બજારમાંથી એક સરસ મજાની ગીફ્ટ ખરીદી અને તેની સાથે એક ગ્રીટિંગકાર્ડ લીધું જેની અંદરનું લખાણ શિખરના પ્રેમને વાચા આપતું હતું. આ ગીફ્ટની સાથે શિખરે એક લેટર પણ મુક્યો જેમા લખ્યું હતું,
“મોનિકા આઈ લવ યુ, હું જાણું છું કે કદાચ આ મારી પ્રેમ વ્યક્ત કરવાની સાચી રીત નથી. પણ શું કરું મને તારી રૂબરૂ કહેતાની હિંમત નથી. એટલે આ રીતે મારું નામ આપ્યા વગર મારા પ્રેમનો ઈકરાર કરું છું. હું તારા માટે અજાણ્યો નથી. કદાચ આટલી વાતમાં જ તું મને ઓળખી જઇશ. જો તને મારો પ્રસ્તાવ કબુલ હોય તો આજે સાંજે છ વાગે આપણા ગજરાજેશ્વ્રર મહાદેવના મંદિરે હું તારી રાહ જોઇશ. તું આવીશ તો હું માનીશ કે તને મારો પ્રેમ કબુલ છે, અને નહી આવીશ તો હું માનીશ કે તું મારા નસીબમાં નથી.”
લિ. અનામી.

આ મુજબ પ્લાનીંગ કરીને શિખર મોનિકાના ઘરની નજીક તેના મમ્મી-પપ્પાના બહાર જવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઈને મોનિકાનામમ્મી-પપ્પા બહાર જવા માટે નીકળ્યા. આ તક જોઈને શિખરે પોતાની ગીફ્ટ મોનિકાના ફ્લેટના બંધ દરવાજાની બહાર મુકીને ડૂર બેલ વગાડી મોનિકા દરવાજો ખોલે તે પહેલા ત્યાંથી નીચે ઉતરી ગયો. મોનિકા એ દરવાજો ખોલ્યો તો બહાર કોઈ ન હતું, પણ દરવાજા બહાર એક ગીફ્ટ પડી હતી. તેની નવાઈનો પર ના રહ્યો. તેણે ગીફ્ટ હાથમાં લીધી. તેણે ખોલીને તેની અંદરનો લેટર વાંચવા લાગી. એટલામાં જ બહાર જવા નીચે ઉતરેલા મોનિકાના પપ્પા પોતાનો ભૂલાઈ ગયેલો મોબાઈલ લેવા પાછા ઉપર ઘરે આવ્યા. ત્યારે મોનિકાના હાથમાં ગીફ્ટ અને પેલો લેટર જોઈને તેમના ગુસ્સાનો પર ના રહ્યો. તેમણે મોનિકાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. મોનિકાએ તેના પપ્પાને પોતાની નિર્દોષતા સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેઓ મોનોકાની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તે મોનિકાને ઠપકો આપી રહ્યા હતા, “નાલાયક, અમારા પ્રેમ અને વિશ્વાસનો તે આ બદલો આપ્યો. આ બધું કરવા માટે તું કોલેજ જાય છે ! કાલથી તારૂ કોલેજ જવાનું બંધ.” આ બધી તકરાર ચાલુ હતી ત્યાં મોનિકાના પપ્પાને કેમ વાર લાગી તેમ વિચારી નીચેથી તેના મમ્મી પણ ઉપર પાછા આવ્યા. તેમણે મોનિકાને તેના પપ્પા પાસેથી છોડાવી અને મોનિકાના પપ્પાને શાંત કર્યા. પછી તેમણે પેલો લેટર વાંચ્યો. તેમણે મોનિકાને પૂછ્યું, “ આ કોણ છે ?” મોનિકાએ રડતા મુખે જવાબ આપ્યો, “મમ્મી ખરેખર મને કશી જ ખબર નથી.” હું તો કોઈને ઓળખતી પણ નથી. મોનિકાની મમ્મીને મોનિકાનો વિશ્વાસ થયો. તેમણે સાંજે ગજરાજેશ્વારના મંદિર જઈને આ છોકરાને રૂબરૂ જ પકડવાનું નક્કી કર્યું.

આ બધી પરિસ્થિતિ અજાણ શિખરને એ આખો દિવસ ચેન ના પડ્યું. તે તો સાંજે પાંચ વાગે જ ગજરાજેશ્વર મહાદેવના મંદિરે પહોચી મોનિકાના આવવાની રાહ જોવા લાગ્યો. લગભગ સવા છ થવા આવ્યા. શિખરની ધીરજની કસોટી થઇ રહી હતી. શિખરની નજર મંદિરના મુખ્ય દરવાજા પર જ મંડાયેલી હતી. ત્યાંજ મોનિકાએ પ્રવેશ કર્યો. તેને જોઈને શિખરની ખુશીનો પાર ના રહ્યો. પણ તેનો આ આનંદ જાઝો સમય ટક્યો નહી. બીજી જ ક્ષણે તેણે મોનિકાની પાછળ તેના મમ્મી-પપ્પાને આવતા જોયા. ત્રણેયના ચહેરા ગંભીર અને ગુસ્સામાં હતા. શિખર સમજી ગયો કે કંઇક ગડબડ થઇ લાગે છે. નહિતર મોનિકા તેના મમ્મી-પપ્પા સાથે ના આવે. તે ધીમે રહીને મંદિરના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. મોનિકા અને તેના મમ્મી-પપ્પા મંદિરના ઓટલા પર બેઠા. થોડીવાર પછી શિખર જાણે હમણાં જ મંદિરમાં આવતો હોય તેમ મંદિરમાં પ્રવેશ્યો. અને મોનિકાના મમ્મી-પપ્પા જ્યાં બેઠા હતા ત્યાજ તેમની પાસે ગયો. મોનિકાના મમ્મી-પપ્પા તેને નાનપણથી જ ઓળખાતા હતા એટલે તેમને શિખર પર સહેજે વ્હેમ ના ગયો. મોનિકા પણ શિખર પર વહેમાય તેમ ન હતી. શિખરે પાસે જઈને મોનિકાના મમ્મી-પપ્પાને પૂછ્યું, “શું વાત છે, આજે આખો પરિવાર ફરવા નીકળ્યો છે !” મોનિકાના મમ્મીએ આ બાબતમાં મદદ માટે શિખરને આખી હકીકત કહી સંભળાવી અને કહ્યું, “અમારે તે નાલાયક છોકરાને પકડવો છે. શું તને તમારી કોલેજના કોઈ છોકરા પર શંકા છે જે આવું કરી શકે !” શિખરે માત્ર માથું હલાવીને ના કહી. થોડીવાર શિખર પણ ત્યાં એમની પાસે રોકાયો. આખરે એક કલાક પછી બધા વિખેરાઈ ગયા.

શિખરના પસ્તાવાનો પર ના રહ્યો. પોતાની ભૂલના કારણે મોનિકાને ભોગવવાનો વારો આવ્યો. આ બાબતને લઈને મોનિકા અને તેના પપ્પા વચ્ચે થતા ઉગ્ર ઝઘડાને લીધે ફ્લેટમાં પણ બધા લોકો આ વાત જાણી ગયા. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મોનિકાનું કોલેજ જવાનું તો બંધ જ થઇ ગયું. શિખરની વ્યથાનો પાર ના રહ્યો. પણ સત્યનો સામનો કરવાની તેની હિંમત ન હતી. તેને ક્યાય ચેન પડતું ન હતું. તેની ભૂલ તેના માટે માથાનો દુખાવો બની ગઈ. મોનિકાનો સાથ છૂટી ગયો. તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. તેની માઠી અસર તેના શિક્ષણ ઉપર પણ થઇ. શિખરની આ મનોદશા તેની મમ્મીના ધ્યાન પર આવી. એક દિવસ તેની મમ્મીએ તેને પોતાની પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું, “શું વાત છે બેટા,કોઈ ચિંતામાં છે ? આટલો નિરાશ અને ઉદાસ કેમ છે ?” પહેલા તો તેણે કંઈ નહી કહી વાત ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પણ પોતાની મમ્મીના પ્રેમભર્યા આગ્રહ અને પોતાના દિલમાં ભરાઈ રહેલા બોઝથી તે ભાંગી પડ્યો. અને પોતાની મ્મ્મ્મી આગળ દિલ ખોલીને રડી પડ્યો. “મમ્મી મને મોનિકા ખુબ ગમે છે. હું તેને મારી જીવનસંગીની બનાવવા ઈચ્છું છું.” શિખરની વાત સંભાળીને તેના મમ્મી હસી પડ્યા અને કહેવા લાગ્યા, “બસ આટલી વાત તો તેમાં છોકરીની જેમ રડે છે શું !” મને પણ મોનિકા બહુ પસંદ છે. હું પણ તેને આપણા ઘરની વહુ બનાવવા માંગું છું. હું જાતે જ મોનિકાના પરિવાર સમક્ષ તારા અને મોનિકાના સબંધની વાત મુકવાની છું.” આટલું સાંભળીને તો શિખરથી ખુશીથી ઉછળી જ પડ્યો.

બીજા દિવસે શિખરના મમ્મી-પપ્પા આ બાબતે મોનિકાના મમ્મી-પપ્પાને મળવા ગયા. તેમણે મોનિકાના મમ્મી-પપ્પા પાસે શિખર માટે મોનિકાનો હાથ માંગ્યો. બંને પરિવાર આધુનિક વિચારસરણીવાળા હતા. મોનિકાનો પરિવાર વરસોથી શિખરના પરિવારને ઓળખતો હતો અને શિખરને પણ. વળી બનેની જ્ઞાતિ અને સમાજ પણ એક જ હતા તેથી બીજો કોઈ વાંધો પણ ન હતો. તેમ છતાં તેમણે મોનિકાની મરજી જાણીને જવાબ આપવાનું જણાવ્યું. એ દિવસે સાંજે જમતી વખતે મોનિકાની મમ્મીએ મોનિકાને શિખર સાથે તનો સબંધ કરવા બાબતે તેની મરજી પૂછી. મોનિકા બાળપણથી ઓળખતી હતી. તેથી તેને હા પાડવામાં બીજો કોઈ વાંધો પણ ન હતો. શિખર તેની દરેક વાતથી માહિતગાર હતો વળી શિખરમાં બીજો કોઈ દોષ પણ હતો. તેથી તેણે આ સબંધ માટે હા પાડી. જયારે મોનિકાના પરિવારે આ સમાચાર શિખરના પરિવારને કહ્યા ત્યારે તેમના ઘરમાં તો જાણે ખુશીનું વાવાઝોડું જ ફૂંકાઈ રહ્યું. શિખરની તો ખુશીનું ઠેકાણું જ ના રહ્યું. તેણે જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેવી ખુશી થઇ. આખરે સારો દિવસ અને મુહુર્ત જોઈને શિખર અને મોનિકાની સગાઈ કરવામાં આવી. અને સગાઈના દિવસે જ કોલેજ પૂરી થાય એટલે બંનેના લગ્ન કરવાનું પણ નક્કી ગોઠવાઈ ગયું. હવે શિખરના આગ્રહથી મોનિકાનું ફરી કોલેજ આવવાનું શરુ થયું. મોનિકાની ખુશીનો પણ પાર ન રહ્યો. તેને પણ હવે જીંદગી જીવવા જેવી લાગવા લાગી. પણ મોનિકા હજી શિખરની ગીફ્ટવાળી હરકતથી અજાણ હતી. અને શિખરે પણ તેને કશું કહ્યું નહી.

આખરે કોલેજનું છેલ્લું વરસ પૂરું થયું અને શિખર અને મોનિકાના લગ્નની તૈયારીઓ ધૂમ-ધામથી થવા લાગી. શિખર અને મોનિકા તેમના લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઇ ગયા. ખરીદી કરવા પણ બંને સાથે જ જતા. શિખરના પરિવારે લગ્ન નિમિતે મોનિકા માટે એક હર બનાવવાનું નક્કી કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે હારની ડીઝાઈન પણ મોનિકા જાતેજ પસંદ કરે. આ બાબતે શિખર મોનિકાને લઈને જવેલર્સમા ગયો. મોનિકાએ પોતાની મનગમતી ડીઝાઈન પસંદ કરી. બંને બજારથી પાછા ફર્યા. ત્યાં રસ્તામાં પેલું ગજરાજેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. મોનિકાએ આગ્રહ કરતા બંને જણ મંદિરમાં દર્શન કરવા ગયા. એક વખત પોતાના પ્રેમના ઈકરાર માટે શિખરે મોનિકાને આ મંદિરમાં બોલાવી હતી, જયારે આજે એ મોનિકા જાતે જ શિખરને આ મંદિરમાં લઇ આવી હતી. શિખરને મનમાં લાગ્યું કે મારી ભૂલના લીધે મોનિકાને ખુબ સહન કરવું પડ્યું. મારે તેની માફી માગવી જોઈએ. શિખર અને મોનિકા દર્શન કરીને મંદિરના ઓટલા પર બેઠા. ત્યારે શિખરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “મોનિકા, મારે તને એક વાત કરવી છે.” “ હા તો બોલને શું કહેવું છે !” મોનિકા એ કહ્યું. શિખરે કહ્યું, “મોનિકા મારાથી એક ભૂલ થઇ ગઈ છે. મે તારો ગુન્હો કર્યો છે. મારે તારી માફી માંગવાની છે” આ સાંભળી મોનિકા હસી પડી અને બોલી, “ હા તો ચલ હવે કાન પકડ અને ઉઠક બેઠક ચાલુ કર.” શિખરે કહ્યું, “પહેલા મારો અપરાધ તો સાંભળી લે.” મોનિકા બોલી, “મારે કંઈ સંભાળવું નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી.” શિખરે કહ્યું, “ હું જાણું છું તું ખુબ ઉદાર દિલની છે. પણ જ્યાં સુધી હું તને કહીશ નહી ત્યાં સુધી મારા મનને શાંતિ થશે નહી. પ્લીઝ મને કહી દેવા દે.” મોનિકા બોલી, “ઓ કે બોલ, શું કહેવું છે ?” શિખરે મોનિકા સામે નજર મીલાવ્યા વિના જ નીચી નજરે અથી લઈને ઇતિ સુધીની બધી હકીકત મોનિકાને કહી સંભળાવી. મોનિકા ચુપ ચાપ બધું સાંભળી રહી. શિખરે જયારે પોતાની વાત પૂરી કરીને મોનિકા સામે જોયું ત્યારે તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો. શિખર મોનિકાને વધુ કશું કહે તે પહેલા જ મોનિકા ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. શિખરે મોનિકાનો હાથ પકડી તેને રોકવાની કોશિશ કરી. ત્યારે મોનિકાએ શિખરના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. અને ચાલતી થઇ. શિખર તેને હાથ જોડી જોડીને મનાવી રહ્યો. પણ મોનિકાએ તેની એક ના સાંભળી. મોનિકા શિખરને ત્યાંજ રડતો મુકીને પોતે પણ રડતા મુખે પોતાના ઘરે ચાલી ગઈ.

શિખર પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો ત્યાજ રડતો બેસી રહ્યો. આ બાજુ રડતી હાલતમાં ઘરે આવેલી મોનિકાને જોઈને તેના મમ્મી-પપ્પાએ તેને રડવાનું કારણ પુછ્યું, ત્યારે મોનિકા એ બધી જ હકીકત તેમણને કહી સંભળાવી. આ સંભાળીને આર્મીમેન મોનિકાના પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. જેને લીધે સમાજ અને સોસાયટીમાં મોનિકાની બદનામી થઇ હતી,એ જ વ્યક્તિ સાથે તેઓ મોનિકાનું જીવન જોડવા જઈ રહ્યા હતા. ગુસ્સાભર્યા મોનિકાના પપ્પા મંદિરે આવ્યા. શિખર ઉદાસ ચહેરે હજી ત્યાંજ બેઠો હતો. મોનિકાના પપ્પાએ ત્યાં જઈ શિખરને કોલરથી પકડ્યો અને અપશબ્દો બોલીને તેને મારવા લાગ્યા. આ સમાચાર શિખરના પરિવારને મળતા તેનો આખો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર ઝઘડો થઇ ગયો. મારામારી થઇ ગઈ. શિખર અને મોનિકાના લગ્ન તો બાજુમાં રહ્યા સગાઈ પણ તૂટી ગઈ. શિખર કરગરીને પોતાની ભૂલ બદલ માફી માંગતો રહ્યો. પણ મોનિકાનો પારવાર રાજી ના થયો. એ પછી તો અવર નવાર આ બે પડોશી પરિવાર વચ્ચે કોઈના કોઈ બહાને ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી મોનિકાનો પરિવાર ત્યાંથી મકાન બદલીને બીજે ક્યાંક ચાલ્યો ગયો. આજે એ વાતને ચાર વરસ થઇ ગયા. પણ મોનિકાના કોઈ સમાચાર ના મળ્યા. શિખરનું જીવન આજે જળ વગરની માછલી જેવું થઇ ગયું છે. તેના મમ્મી-પપ્પા તેને બીજે લગ્ન કરી લેવા ખુબ સમજાવે છે. પણ તે તૈયાર નથી. છેવટે શિખરનો પરિવાર પણ શિખરને મોનિકાની યાદમાંથી મુક્ત કરાવવા આ સ્થળ છોડીને બીજે ક્યાંક ચાલ્યો ગયો.

*******

કવરમાંની વાર્તા પૂરી થઇ. લેખક “શ્રીપતિ”ને વાર્તામાં રસ પડ્યો.પણ વાર્તા અધૂરી રહી. તેનું રહસ્ય અંકબંધ રહ્યું. તેમણે જોયું કે વાર્તા મોકલનારે વાર્તાના અંતમાં પોતાનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. તેમણે તરત જ તે નંબર પર ફોન લગાવ્યો. સામેછેડે જયારે ફોન ઉપાડ્યો ત્યારે “શ્રીપતિ”એ કહ્યું, “હું ગુજરાત સમાચારમાંથી “શ્રીપતિ” બોલું છું. મને આપના તરફથી એક વાર્તા મળી છે. વાર્તા સરસ છે. પણ તે અધૂરી લાગે છે. તો આપ કૃપયા મને આખી વાર્તા જણાવો, જેથી મને વાર્તાનો અંત લખતા ફાવે.” ફોન ઉપાડનાર વ્યક્તિએ જવાબ આપ્યો, “શ્રીપતિ સાહેબ, વાર્તા આટલી જ છે. અને આ વાર્તા નથી પણ મારા જ જીવનની સત્યઘટના છે. હું જ એ કમનસીબ શિખર છું. આગળ આપને જેમ ઠીક લાગે તેમ આગળની વાર્તા આપ આપની કલ્પનાથી પૂરી કરી દો.” “શ્રીપતિ’ ને નવાઈ સાથે દુખ પણ થયું. તેમણે શિખરને પુછ્યું,”શું ખરેખર મોનિકાનો કોઈ અત્તો-પતો નથી ! તમે મોનિકાને શોધી કેમ નહી ?” શિખર ફોન પર રડી પડ્યો, “મે ખુબ પ્રયત્ન કર્યો પણ એ પછી મોનિકા કે તેના પરિવારની ક્યાય ભાળ ના મળી.” “શ્રીપતિ”એ શિખરને આશ્વાસન આપ્યું અને ફોન મુક્યો. પછી તેઓ આ વાર્તાનો શું અંત હોઈ શકે તેના વિશે વિચારવા લાગ્યા. પણ તેમને એવી કોઈ બંધ-બેસતી કડી મળી નહી જે આ વાર્તાને યોગ્ય અંત આપી શકે. તેમણે એ પછીના બુધવારે આ અધૂરી વાર્તાને સુધાર્યા વગર શિખરના શબ્દોમાં જ એજ નામ ઠામ સાથે પોતાની કોલમમાં છાપી દીધી. તેમણે વિચાર્યું કે આવતા અંક સુધીમાં તેનો કોઈ બંધ બેસતો બીજો ભાગ વિચારી લઇશું.

તે પછીના શુક્રવારે “શ્રીપતિ” તેમને મળેલી અને પોતે અડધી પેપરમાં છાપેલી શીખરવાળી વર્તાનો શેષભાગ લખવા માટે બેઠા. પણ કંઈ સુઝતું ન હતું. ત્યાજ બહાર ટપાલીએ બુમ મારી. બહાર આવીને તેમણે જોયું તો તેમના માટે એક ટપાલ આવેલી હતી. તેમણે કવર ખોલીને જોયું તો કોઈ વાચકે તેમની બુધવારે પેપરમાં છપાયેલી અધૂરી વાર્તાના અનુસંધાનમાં વાર્તા વિશેનો સંભવિત શેષ ભાગ લખીને મોકલ્યો હતો. તેમણે તે વાંચવાનું શરુ કર્યું……..

“ચાંદલોડિયા છોડીને ચાલ્યા ગયેલા મોનિકાના પિતાએ પોતાનું ટ્રાન્સફર બનાસકાંઠાના હાલના સુઇગામ તાલુકાના સરહદી ગામ નડાબેટ ખાતે કરાવી હતી. આ વિસ્તાર ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. અહી આર્મીનો મોટો કેમ્પ છે. આ જ સ્થળે ઇતિહાસમાં પોતાની બહેન જાસલને સિંધના પાપી હમીર ચુમરાના હાથમાંથી છોડાવવા નીકળેલા જુનાગઢના રાજા રા’નવઘણને મદદ કરનાર મા નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર છે. આજુ-બાજુ સેકડો કિલોમીટર ખરાપટથી ઘેરાયેલા આ રણ વિસ્તારમાં માત્ર આ જ એક સ્થળે મીઠું પાણી છે. જે મા નડેશ્વરીનો ચમત્કાર છે. કહેવાય છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે આ માતાજીએ પરચા પુરીને ભરતના સૈનિકોને મદદ કરી હતી. ત્યારથી માંડીને આજ સુધી આ મંદિરમાં માતાજીની સેવા પૂજા આર્મીના જવાન ભાઈઓ જ કરે છે. અહી આવ્યા પછી મોનિકાએ શિખર સાથેના પોતાના જીવનના ભૂતકાળને ભુલવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ તે ભૂલી શકી નહી. ઘણીવાર તે નડેશ્વરીના મંદિરમાં માતાજી આગળ રડી પડતી.
એક વખત તેની આ સ્થિતિ મંદિરના એક વૃદ્ધ પુજારી જોઈ ગયા. તેમણે મોનિકાને શાંત પડી અને આમ રડવાનું કારણ પૂછ્યું. મોનિકાએ તેમને બધી જ હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા બાદ પુજારીબાપાએ તેને આશ્વાસન આપતા કહ્યું, “બેટા ભૂલ તો તારી જ છે. ચપટીના ચોરને તે ફાંસીની સજા આપી દીધી. તને એની લાગણીઓની સહેજ પણ કદર ન થઇ. તે સાચો હતો એટલે તેણે તને બધી હકીકત ભુલ સમજાઈ હતી. પુજારીબાપાએ તેને કહ્યું, “આ માતાજી પર શ્રદ્ધા રાખ બેટા સૌ સારા વન થશે.” શિખર વગર મોનિકાની આ પરિસ્થિતિ જોઈને તેણે મમ્મી-પપ્પાને પણ લાગ્યું કે મોનિકા શિખરને ભૂલી શકી નથી. તેમણે તેને બીજે સગાઈ કરવા ખુબ સમજાવ્યું પણ તે તૈયાર ના થઇ. તે બસ શિખરને જ ઝંખતી રહેતી હતી. તેની આ દશા જોઈને તેના મમ્મી-પપ્પને લાગ્યું કે મોનિકાની ખુશીનો હવે એક જ રસ્તો છે, શિખર સાથે તેનો સબંધ ફરી જોડવો. આ માટે તેઓ માફી માંગવાની તૈયારી સાથે શિખરના પરિવારને મળવા અમદાવાદ ચાંદલોડિયા આવ્યા. પણ અહી આવ્યા પછી તેમને ખબર પડી કે શિખરનો પરિવાર તો ચાંદલોડિયા છોડીને ક્યાંક બીજે ચાલ્યો ગયો છે. અને તેઓ ક્યાં ગયા છે તેની પણ કોઈને ખબર ન હતી. મોનિકાના પપ્પા નિરાશ થઈને અમદાવાદથી પાછા ફર્યા. બસ છેલા ચાર વરસથી શિખરના પ્રેમ માટે ઝૂરતી મોનિકા આમ જ તેની રાહ જોતી જીવન વિતાવી રહી છે. અને દર રવિવારે મંદિર આવીને માતાજીને પ્રાર્થના કરતી રહે છે .”

આ વાર્તા લખી મોકલનારે વાર્તા અંતમાં પોતાનું નામ કે નંબર લખ્યા હતા. પણ વાર્તાનો આ ભાગ શિખરની અધૂરી વાર્તા સાથે બરાબર બંધ બેસતો હતો. “શ્રીપતિ”ને શંકા ગઈ કે આ શેષ ભાગ લખી મોકલનાર કાંતો મોનિકા પોતે હોવી જોઈએ અથવા તેના વિશે જાણનાર તેની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. તેમણે ટપાલના ક્વરને બરાબર ધ્યાનથી જોયું તો કવર પર પોસ્ટનો સિક્કો વાગેલો હતો. તેમને ધ્યાનથી જોયું તો ખબર પડી કે ટપાલ નડાબેટથી જ પોસ્ટ થયેલી હતી. તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે મોનિકા નડાબેટમાં જ છે. તેમણે તરત જ શિખરને ફોન લગાવ્યો અને આખી હકીકત સમજાવતા કહ્યું, “વાર્તાનો શેષ ભાગ લખી મોકલનાર વ્યક્તિ મોનિકા જ હોવી જોઈએ તેવી મને પાકી શ્રદ્ધા છે. તેના કહેવા પ્રમાણે તે દર રવિવારે નડાબેટના નડેશ્વરીમાતા મંદિર આવે છે. પરમ દિવસે રવિવાર છે. તમારે ત્યાં જવું જોઈએ કદાચ તમારી મોનિકા તમને ત્યાં મળી જાય. “શ્રીપતિ”ની વાત પર શિખરને વિશ્વાસ બેઠો. તેણે આખી વાત પોતાના પરિવારને જણાવી. પોતાના દીકરાની ખુશી માટે શિખરનો પરિવાર ભારત પાકિસ્તાનની બોર્ડર પર તો શું છેક પાકિસ્તાન જવા તૈયાર હતો. તેમણે રવિવારના દિવસે નડાબેટ જવાનું નક્કી કર્યું. તેમણે લેખક “શ્રીપતિને પણ આગ્રહ કરીને સાથે લીધા. “ શ્રીપતિ” પણ આ આખી પ્રેમ કહાણીના સાક્ષી બનવા ઉત્સાહી હતા તે પણ શિખરના પરિવાર સાથે નડાબેટ ગયા.

રવિવારે તેઓ સવારે વહેલા અમદાવાદથી ગાડી લઈને નડાબેટ જવા નીકળ્યા. લગભગ ત્રણસો કિલોમીટરનું અંતર હતું. આખે રસ્તે શિખર અને તેનો પરિવાર ભગવાનને કરગરતો રહ્યો કે મોનિકા મળી જાય. લગભગ બપોરે બાર વાગે તેઓ નડાબેટ પહોંચ્યા. રવિવાર હોવાથી યાત્રીઓની ખુબ ભીડ હતી. માતાજીને બપોરનો થાળ ધારાવાઈ રહ્યો હતો. શિખરની નજર આ ભીડમાં મોનિકાને જ શોધી રહી હતી. થાળ પુરો થતા પ્રસાદ વહેચવાનું શરુ થયું. પ્રસાદ વહેચનાર વ્યક્તિ જયારે પ્રસાદ વહેચતી વહેચતી શિખર પાસે આવી ત્યારે એને જોઈને શિખર રીતસર બુમ જ પડી ઉઠ્યો, “મોનિકા…..” અને એ પ્રસાદ વહેચનાર બીજું કોઈ નહી પણ મોનિકા જ હતી. શિખરને જોતા જ મોનિકા પણ ગદગદિત થઇ ગઈ અને શિખરને વળગીને રડી પડી. આ દ્રશ્ય જોઈને મંદિરનું આખું વાતાવરણ ગમગીન બની ગયું. એટલામાં મોનિકાનો પરીવાર પણ ત્યાં આવી પહોચ્યો. મોનિકાના પિતાએ હાથ જોડીને શિખરની અને તેના પરિવારની માફી માગી. શિખરના પરિવારે પણ પોતાની ભૂલ કબુલ કરી. જૂની વાતો ભૂલીને શિખર અને મોનિકાના પપ્પા એકબીજાને ભેટી પડ્યા. હાજર સૌની આંખોમાં આંસુ હતા. મોનિકાની માતાજી પરની શ્રદ્ધા ફળી. બંને પરિવારે લેખક “શ્રીપતિ”નો ખુબ ખુબ અભાર માન્યો તેમના થકી જ આ છૂટી પડેલી સારસ બેલડી ફરી મળી હતી. પછી તો ત્યાજ બંને પરિવારે ભેગા મળીને આવતી પૂનમે નડેશ્વરીના ચરણોમા જ શિખર અને મોનિકાના લગ્ન કરવાનું નક્કી કર્યું. સાંજે શિખરનો પરિવાર “હવે પૂનમના દિવસે જાન જોડીને આવશું” તેમ કહી છુટા પડ્યા અને પાછા આવવા રવાના થયો. સવારે રડતો નીકળેલો શિખરનો પરિવારસાંજે હસતા મુખે પાછો ફર્યો. ઘરે પાછા આવીને “શ્રીપતિ” તરત જ કાગળ અને પેન લઈને શિખર અને મોનિકાની અધૂરી વાર્તા પૂરી કરવા બેસી ગયા. બીજા બુધવારે વાર્તાનો શેષ ભાગ પેપરમાં છપાયો. જેમાં નીચે “શ્રીપતિ”એ લખ્યું હતું…….સત્યઘટના…..!

થોડા દિવસ પછી “શ્રીપતિ’ને ટપાલમાં એક કવર મળ્યું. એ જોઈને તેઓ ગભરાયા, પણ કવર ખોલીને વાંચ્યા પછી હસવા લાગ્યા. તે કવરમાં કોઈ શિખર અને મોનિકાની પ્રેમ કથા ન હતી. પણ કંકોતરી હતી શિખર અને મોનિકાના લગ્નની.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બાળક અને પુસ્તકસૃષ્ટિ – ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
આત્માઓની અદલાબદલી – રતિલાલ બોરીસાગર Next »   

107 પ્રતિભાવો : ખોજ (એક મિલન કહાની) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’

 1. brinda says:

  બહુ અપરિપક્વ રીતે લખાયેલી વાર્તા.

  • વિષ્ણુ દેસાઈ. says:

   શ્રી બ્રિન્દા,
   સૌ પ્રથમ તો આપની કોમેન્ટ માટે આભાર. કેમ કે આપે કોમેન્ટ આપતા પહેલા વાર્તા વાંચી. હવે મને એ જાણવામાં આનંદ થશે કે આપણે મારી આ વાર્તા કયા એન્ગલથી અપરિપક્વ લાગી. જેથી કરીને ભવિષ્યમાં બીજી કોઈ વાર્તા લખવામાં મને તે બાબત માર્ગદર્શકરૂપ બને.
   ચોક્કસ આપનો બહુમૂલ્ય વળતો પ્રત્ભાવ આપશો. તે જ અપેક્ષા સાથે…..
   વિષ્ણુ દેસાઈના જય શ્રી કૃષ્ણ…..

 2. VAGHELA BEENA says:

  ખુબ જ સુન્દર …!!!

  • વિષ્ણુ દેસાઈ. says:

   શ્રી બિના,
   આપના બહુમૂલ્ય પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર.

 3. સીધી,સાદી, સરળ અને સત્યઘટનામા અનેરુ મિલન ખુબ સુંદર વાર્તા !

 4. DEEPAJ DAVE says:

  Sir,

  very very nice Story

 5. Lalabhai vasfoda says:

  Mane tamari varta khub saras lagi.thanks for this story. Hu biji aavi varta ni rah jovu chhu mane nirash karso nahi ! Hu pan ek varta lakhva magu chhu madad karso to abhari thaish .jay jay garavi gujarat!

  • vishnu desai says:

   THANKS, LALABHAI.
   READ GUJRATI PAR VARTAO POST KARAVI E TO SHRI MRUGESHBHAI NO HAK CHHE. E EMNI ANUKULTAE CHOKKAS NAVI NAVI VARTAO TAMAR JEVA MITRO MATE MUKATA RAHESHE. TAMARE MARI VADHARE VARTAO VANCHAVI HOY TO TAMARU EMAIL ID AAPO HU TAMNE VARTAO MOKALI AAPISH
   TAME JE VARTA LAKHVA JAI RAHYA CHHO TE BADAL ABHINANDAN.TAME JE VARTA LAKHVA MANGTA HO TO EMA HU TAMNE KIAN UPYOGI THAI SHAKISH TO MANE JARUR AANAND THASHE.

   • Lala.vasfoda says:

    Mari varta nu nam “saven day saven story” che. Aa ek lovstory che .sat divas ni love story! Mane ae janavso ke varta lakhti vakhte kai kai babto ni kalji rakhvani hai che. Tamara kimati pratibhav mate aabhari thais. Phari thi abhar tamaro. I am Waiting your respone……..

   • Lalabhai vasfoda says:

    Maru email .: lvasfoda@gmail.com
    hu ek uniqe story lakhva magu chu .tamari vartao vachi ne hu .lakhvano try karish mane tame tamari vartao male karaso to anand thashe. Mane ae janavso ke readgujarati.com uper vartao mokal vani su proccess che? Replay na waiting sathe….
    Jay ranchhod

 6. આ સત્યઘટના સાદી સીધી સરળ હોવા ઉપરાંત યુવાપેઢી માટે પ્રેરક પણ છે.
  સત્યઘટનાઓમા કલ્પના(FICTION)ન હોવાથી અન્યકોઇને ખૂટતુ લાગે તો એમા કશુ અજુગતુ નથી.

 7. વિષ્ણુ દેસાઈ. says:

  શ્રી ભક્તા સાહેબ,
  ફરીથી આપના પ્રતિભાવ બદલ આભાર. હુ આપની સાથે સહમત છું. આમ તો અનેક વાર્તાઓ લખી છે. પણ જયારે સત્યઘટના આધારિત વાર્તા લખવાની થાય છે, ત્યારે ખુબ વિચારવું પડે છે. સત્યઘટના આધારિત વાર્તાઓમાં કલ્પનાઓનો અતિરેક થઇ જાય તો આપણે મૂળ વાર્તાને અને તેના પત્રોને અન્યાય કરી બેસીએ છીએ.
  આપને જાણીને આનંદ થશે કે આ વાર્તા ગયા ડીસેમ્બરમાં ગુજરાત સમાચારમાં સ્થાન પામી હતી. અને બીજું કે આ આંશિક સત્યઘટનાનો હુ પોતે પણ સાક્ષી છું.

 8. Rajni Gohil says:

  Love is the law of life ને સાર્ઠક કરતી ફિલ્મી ઢબે લખાયેલી વાર્તા – સત્ય ઘટના ગમી. આભાર.

 9. Ramesh Thakkar says:

  સરસ રજુઆત.શ્રિપતી ને દિલ થી ધન્યવાદ.

  • vishnu desai says:

   SHRI RAMESHBHAI.
   SAU PRATHAM TAMARA MULYAVAN PRATIBHAV BADAL KHUB KHUB AABHAR. AA SANSHIK SATYA GHATNA PAR AADHARIT VARTA CHE. ANE HU POTE PAN AA GHATNA NO SAXI CHHU.
   BAS AAJ RITE READ GUJRATI SATHE JODAI RAHO. TAMNE SHRI MRUGESHBHAI NA MADHYAM THI JARUR SARAS VARTAO VANCHVA MALSHE.
   JAY SHARI KRISHNA…….

 10. Hardik joshi says:

  વિષ્ણુજી,
  આભાર વાર્તા માટે, વાર્તા નો અંત ખુબ જ ગમ્યો, આશા રાખું છું કે આપની વાર્તાઓ નો લાભ ભવિષ્ય માં મળતો રહેશે.

 11. Tinu says:

  સરસ રજુઆત, સરસ વાર્તા.

  • શ્રી ટીનું,
   માફ કરજો તમારા આ હુલામણા નામ પરથી કોઈ અંદાજ ન મળ્યો કે આપને શું સંબોધન કરવું એટલે માત્ર ટીનું એવું જ સંબોધન કરું છું.
   તો ટીનું તમારા આ મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર, રીડ ગુજરાતી પર બન્યા રહો. મૃગ્રેશભાઈ જરૂર સરસ સરસ વાર્તાઓ આપના માટે અહી પોસ્ટ કરતા રહેશે.
   જયશ્રી કૃષ્ણ.

 12. Muza Khan says:

  Vishnu teto maari jindagi ni kahani lakhi didhi,
  Patro na dukh dard vanchi vachako e lahani kari didhi,

  Kaik Aavuj Thai rahyu chhe maari saathe pan,
  Najar aatki chhe aastha ane sukhad end par,

 13. jyoti trivedi says:

  મને વાર્તા/સત્ય ઘટના ખુબ જ ગમી. અન્ત સુધી પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે.
  વળી નાના-મોટા સર્વેને સત્યની આટલી મોટી કિન્મત નહિ માન્ગવાની પ્રેરણા આપે છે.
  લેખક ધન્યવાદને પાત્ર છે.

  • શ્રી જ્યોતિ,
   આપના પર્તીભાવ બદલ ખુબ ખુબ આભાર. આપ રીડ ગુજરાતી સાથે જોડાઈ રહો. જરૂર આવી અનેક વાર્તાઓ આપને વાંચવા મળશે. અથવા વધુ વાર્તા માટે આપ મારા બ્લોગ નિ મુલાકાત પણ લઇ શકો છો. http://www.vishnudesaishreepati.wordpress.com

 14. Dr. Avani says:

  nicely written story…. enjoyed a lot….

 15. pragnya bhatt says:

  સત્ય ઘટ્ના ઉપર વાર્તા લખવેી ખ્રરેખ્ર્રર અઘ્રરુ છે.કારણ્ કે તેમા તમને સાવ છુટૉ

  દોર મળતો નથેી.રસ ક્ષતિ જ્રરા પણ્ થતેી નથેી , વાર્તા મજેદાર બનેી છે.
  અભેનદન્.

  • શ્રી પ્રજ્ઞા ભટ્ટ,
   આપના સચોટ પ્રતિભાવ બદલ આભાર. આપ વાર્તા લેખન સાથે સબંધ ધરાવતા હોવ તેવું આપના પ્રતિભાવ પરથી લાગે છે. રીડ ગુજરાતી પર બન્યા રહો. તમારો પ્રતિભાવ કોઈ નો ઉત્સાહ વધારે છે. ફરીથી આભાર…………..

 16. surbhiraval says:

  shree vishnu bhai
  pehlij vaar aapnu lekhan vaavchyu, khubj sunder laagu kaiek navi story mali. sunder lekhan .
  saari vaachan samagri maate aabhar !

 17. vishnu desai says:

  SHRI SURABHI RAVAL,
  TAMARA PRATIBHAV BADAL ABHAR. TAMARI VAT SACHI CHE. READGUJRATI PAR AA MARO PAHELO J LEKH CHE. KETLAAK VARTAO AA PAHELA GUJRAT MA STHAN PAMI CHE.
  FARITHI AABHAR……………..

 18. dinesh rajput says:

  ખુબજ સુન્દર ..અન્ત પન ખુબજ સુન્દર્

 19. urmila says:

  Mr V Desai – this story is well written and enjoyed it.
  I also read stories from your blog.

  Are they really ‘true stories’ or guess stories?

  I will appreciate your immediate response.

  • vishnu desai says:

   SHRI URMILAA,
   FIRST THANK U SO MUCH FOR YOUR VALUABLE FEEDBACK AND ALSO FOR VISIT MY BLOG. AS PER YOUR REQUEST “THIS A PART TRUE STORY. SOME PARTS OF THIS STORY ARE TRUE AND SOME PARTS ARE GUESS STORY.” AND FOR YOUR INFORMATION I M ALSO A PART OF THIS TRUE STORY.
   THANKS ONCE AGAIN FOR YOUR FEEDBACK STAY WITH readgujrati.

 20. Ashish Jadeja says:

  really heart touching story…

  Keep it up

  best of luck

 21. Neel Chaudhary says:

  Really hrtly story. .awesome

 22. Priyanka Nandola says:

  lovely lovestory..i always love it..n good writting too..

 23. Jaymin Chauhan says:

  Very Emotional & Heart Touching story. Really good one keep it up sir,

 24. Navneet Patel says:

  ખુબા જ સરસ “સત્યઘટના” છે. બહુ જ ગમી….
  વિષ્ણુભાઈને વિનંતી છે કે હજુ આ પ્રકારની સત્યઘટના પર આધારિત ટૂંકી વાર્તાઓ લખતા રહે અને અમને પીરસીને તૃપ્ત કરાવતા રહે….

  ખુબ જ મીઠી લાગી ખોજ (એક મિલન કહાની)

  આભાર….

  • vishnu desai says:

   શ્રી નવનીતભાઈ,
   સૌ પ્રથમ તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
   આવી સરસ વાર્તાઓ માટે જ મૃગેશભાઈ રીડ ગુજરાતી ચલાવે છે. એ જરૂર આવી સરસ વાર્તાઓ મુકતા રહેશે
   મને પણ તેઓ જયારે ફરી તક આપશે ત્યારે જરૂર બીજી નવી વાર્તા મુકતો રહીશ.
   બસ તમે રીડ ગુજરાતી પર બન્યા રહો.

 25. brijesh patel says:

  really its so nice.. thanks to other mr vishnu

  • vishnu desai says:

   સૌ પ્રથમ તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.
   આવી સરસ વાર્તાઓ માટે જ મૃગેશભાઈ રીડ ગુજરાતી ચલાવે છે. એ જરૂર આવી સરસ વાર્તાઓ મુકતા રહેશે
   મને પણ તેઓ જયારે ફરી તક આપશે ત્યારે જરૂર બીજી નવી વાર્તા મુકતો રહીશ.
   બસ તમે રીડ ગુજરાતી પર બન્યા રહો.

 26. Ashok sambood says:

  Bahu j mast
  hu tamari agami varta o ni rah joish..dhanyavad..
  Tamara lakhan mo kharekhar jaddu che ..
  lagani o no dario etle vishnu desai “shreepati”
  i reallly enjoy ..
  thanks

  • vishnu desai says:

   અરે મિત્ર અશોક સાંબોડ,
   તમારા અમુલ્ય પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,
   તમારી રચનાઓ પણ કંઈ કમ નથી. રાહત ફતેહ અલી ખાન સાહેબ, ઈશ્વરદાન ગઢવી અને કૈલાશ ખેર જેવા દિગ્ગજ ગાયકોના આપ આશિક છો. લાગણીઓથી ભરપુર વોલપેપરથી આપનો મોબાઈલ ભરેલો છે. તે મે જોયું છે.
   ફરીથી પ્રતીભાવ બદલ આભાર. રીડ ગુજરાતી પર બન્યા રહો….

   • અશોક સાબોડ says:

    આભારી તો હુ આપનો છું કેમકે તમારા જેવા મિત્રો અમારા નસીબ માં છેઃ
    ખુબ ખુબ આભાર જય ખોડલ

 27. palak dave says:

  A very touchy story..enjoyed a lot.Thank you “shreepati” for such a nice story.

  • vishnu desai says:

   DEAR PALAK,
   THANK U SO MUCH FOR YOUR VALUABLE FEEDBACK. STAY ON READ GUJRATI. WE ALWAYS TRY BEST FOR HEART TOUCHING STORIES FOR ALL READERS LIKE YOU.
   THANK YOU ONCE AGAIN.
   = SHREEPATI

 28. jatin says:

  first of all thanx for very good story.
  i read your story first time. really it’s hart touching story for everyone and specially for those who believe in true love.
  i hope next story is more hart touching than this one.

  shikhar is so luck he get his love back after 4 year.

  • vishnu desai says:

   THANK U JATIN FOR YOUR FEEDBACK.
   WE SURE TRY OUR BEST FOR NEXT A FANTASTIK STORY FOR U.
   STAY ON READ GUJRATI WITH ME AND MRUGESHBHAI.

   = “shreepati”

   • jatin says:

    sir which one is your upcoming story and when will you publish it.
    please tell me something about your upcoming story like title,type of story etc. i am so excited about your next story. please upload it as early as possible.

 29. Narendrasinh Rathod says:

  ખુબ જ ગમેી આ સત્ય કથા ખુબ ખુબ આભાર….

 30. Vaishali Maheshwari says:

  Wonderful…It kept me connected until the end. My hearty congratulations to you Vishnubhai for becoming a medium to unite two souls who were so deeply in love.

  Enjoyed reading every bit of it. I am amazed by your observation and all the research that you did. Very happy for Shikhar and Monika 🙂 May God bless this lovely couple forever.

  I completely agree where the Pandit said to Monika – “ભૂલ તો તારી જ છે. ચપટીના ચોરને તે ફાંસીની સજા આપી દીધી. તને એની લાગણીઓની સહેજ પણ કદર ન થઇ. તે સાચો હતો એટલે તેણે તને બધી હકીકત ભુલ સમજાઈ હતી.”

  Monika and her family “Over-reacted in haste and repented in leisure” but it is rightly said, “All well, that ends well.” 🙂

  Thank you once again for writing and sharing this story with us. Hope we get to read more and more from you.

  • vishnu desai says:

   શ્રી વૈશાલીબેન
   આમ તો આ વાર્તા માટે પ્રતિભાવ આપનાર મિત્રોની યાદી ૩૦ સુધી પહોચવા થઇ છે, પણ આજ સુધી આપણા અમુલ્ય પ્રતિભાવ વિના તે શૂન્ય બરાબર હતી. જેમના થકી મને રીડગુજરાતી નો પરીચય થયો, અને રીડગુજરાતી થકી મને જેમનો પરિચય થયો તેવા વૈશાલીબેનના પ્રતિભાવ વગર મારું ઈનબોક્ષ ખાલી જ હતું. આજે આપના એક પ્રતિભાવથી તે ભરાઈ ગયું.
   વૈશાલીબેન અને હિમાંશુકુમાર જેવા સરસ મિત્ર શોધી આપવા બદલ રીડગુજરાતીનો આભાર, અને રીડગુજરાતી પર મૂલ્યવાન પ્રતિભાવ આપવા બદલ વૈશાલીબેનનો આભાર.આ

 31. Vipulsinh Thakur says:

  mr.desai tamari aa story bahu j saras che…..mane kharekhar mast love story laagi…aasha che k tame tamari story lakhavani journey ma safalta melvso….

  • vishnu desai says:

   શ્રી વિપુલસિંહ,
   આપના બહુમૂલ્ય પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. આપને મારી વાર્તા ગમી તે જાણી આનંદ થયો. ટૂંક સમયમા શ્રી મૃગેશભાઈ મારી બીજી વાર્તાને સ્થાન આપશે. તો એને પણ આપનો બહુમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.
   = વિષ્ણુ દેસાઈ.

 32. નટવરભાઇ પીપટેલ says:

  આ નાની વાતૉ નથી આનો હાર્દ સમજાયતો ઘણા લોકો ની જીંદગી ની શરૂઆત સમય સર થઇ શકે ખુબ આભાર………..

 33. tej says:

  મઝા આવિ ગ્યેી વાંચેી ને.

 34. smita says:

  ખુબજ સુન્દર્.

 35. Bhumi says:

  Very Nice Story..
  also agree with Vaishali Maheshwari ‘s Comment.

 36. Komal says:

  very nice story .

  • vishnu desai says:

   DEAR KOMAL,
   THANK U SO MUCH FOR UR VALUABLE FEEDBACK. STAY ON SYAHEE WITH ME AND MRUGESH SHAH. WE ALWAYS TRY OUR BETTER FOR FANTASTIK STORIES

 37. bhavisha says:

  khoj puri thai ane sharuaat samaysar thai…. khub sundar aalekhan che…

  • vishnu desai says:

   DEAR DEAR FRIEND BHAVISHA
   THANK U SO MUCH FOR UR COMMENTS “khoj puri thai ane sharuaat samaysar thai…. khub sundar aalekhan che…”
   ALWAYS STAY WITH ME IN MY LIFE, U R MY BEST FRIEND AND BEST GUIDE TOO…..

 38. Nikhil says:

  બહુજ સરસ વાર્તા !!!

 39. bhavisha says:

  tamari aavi j sundar kruti fari vachvaa male aenii aaturtapurvak rah jovai rahi che….
  jem chatak aek meghbindu ni ………

  • VISHNU DESAI says:

   DEAR FRIEND BHAVISHA,
   SAU PRATHAM TO TAMAR BAHUMULYA PRATIBHAV BADAL KHUB KHUB AABHAR. PAN CHETAK CHHE TO MEGHBINDU NI KIMMAT CHHE. JO CHETAK RAH NA JUVE TO MEGHBINDU NI KOI KIMMAT NATHI. TEJ RITE TAMARA JEVA VACHAK MITRO VINA AMARI VARTAO NI KOI KIMMAT NATHI.
   FARITHI AAPNA PRATIBHAV BADAL KHUB KHUB AABHAR.

   = VISHNU.

 40. Jagruti says:

  બહુ જ સરસ વાર્તા…

 41. bhavisha patel says:

  mrugesh bhai na samachar thi ghano aaghat lagyo mane.. aemna mate sabdanjali to hu su aapi saku pan tamne aetlu kahis k aemnu adhuru kaam tame chalu rakhjo aej sachi anjli che..
  prabhu aemna aatma ne shanti aape darek vachko na dil ma hamesha jivant j rahese.

  • શ્રી ભાવિશાજી,
   નમસ્કાર.
   શ્રી મૃગેશભાઈ આજે આપની વચ્ચે નથી, એ વાત માનવા આજે પણ મારું મન તૈયાર નથી. એમની અણધારી ચીર વિદાય એ હૃદયમાં એવો ઘવ આપ્યો છે જે ક્યારેય ભરાશે નહિ. એમનું સાહિત્ય સેવાનું કામ તેમના સિવાય બીજી કોઈ વ્યક્તિ એમની જેમ સરી પેઠે વાહન કરી શકવા સક્ષમ નથી. માતૃભાષા પ્રત્યેનો એમનો પ્રેમ રીડ ગુજરાતીને માત્ર ગુજરાતના જ નહી પણ ભારત દેશના સીમાડા પર કરાવી આફ્રિકા, અસ્ત્રેલીયા, અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓના હૃદય સુધી ફાલ્યો હતો.
   ખબર નહિ મૃગેશભાઈની લોકપ્રિયતાની ઈશ્વરને પણ ઈર્ષા આવી ગઈ. તેને પોતાના મોભાનો સ્થાનનો ડર લાગવા લાગ્યો હશે એટલે તેણે એમને આપની પાસેથી છીનવી લીધા.
   હવે કોઈ એક માણસથી એમનું કામ આગળ ધપી શકે તેમ નથી. આપને રીડ ગુજરાતીના સૌ વાચકો એ સાથે મળીને જ એમના આ યજ્ઞ કાર્યને આગળ ધાપાવાનો છે. એ જ એમને આપની સાચી શ્રદ્ધાંજલી બની રહેશે…
   ઈશ્વર એમના દિવ્ય આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના….

 42. Nilesh says:

  જેટલિ વખત વાર્તા વાચુ છુ એટલિ વખત આન્ખમા પાનિ આવ્યુ છે.
  ભાઇ, બહુજ સરસ વાર્તા!!!

  • VISHNU DESAI says:

   મિત્ર નિલેશભાઈ,
   આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. તમે લાગણીશીલ વ્યક્તિ લાગો છો. દરેકનું જીન નોર્મલ નથી હોતું. આવી ચડતી પડતી આવ્યા જ કરે છે. ફરીથી ખુબ ખુબ આભાર. રીડગુજરાતી સાથે જોડાઈ રહો ચોક્કસ આવી સારી વાર્તાઓ વાંચવા મળશે. મને પણ જયારે જયારે તક મળશે નવી વાર્તાઓ આપતો રહીશ,.

 43. Shaikh Fahmida says:

  Good story in simple words. Description of middle and end is better than beginning. Continue your writing. Continue your khoj” of writing more and more.

  • VISHNU DESAI says:

   SHRI SAIKH MEDAM…
   AAPNO KHUB KHUB AABBAR….
   MARI VARTA VANCHI NE AAPNO MULYAVAN PRATIBHAV AAPVA BADAL…
   AAPNA AAVA PRATIBHAV AMNE NAVI VARTAO LAKHVA MATE PRERANA PURI PADE CHHE….
   READ GUJARATI NA DAREK LEKHAK NE AAM J PROTSAHIT KARYA RAHESHO….
   AABHAR…

 44. rinal modi says:

  Ghani saras varta 6e.. samjva layak 6e.. ke jyare koi vykti teni sraday bhull swikarto hoi to tene aapre pan dil thi tene swikarva joiye.. aanathi vachak ne pan prerna malti hoi 6e.. tame haji sars varta o lakhi sako evi prabhu ne abhyrthna…

 45. VISHNU DESAI says:

  SHRI RINALJI,
  NAMSKAR
  SAU PRATHAM AAPE MARI VARTA VANCHI ANE AAPNO MULYAVA PRATIBHAV AAPYO E BADAL KHUB KHUB AABHAR.
  AAPNI JANKARI MATE KAHU TO AA VARTA ANSHAT: SATYA GHATNA CHHE…
  AGAR AAP VISHESH KAI JANVA MANGO TO MANE shreepativishnu@gmail.com par mail kari shako chho.
  farithi aapno aabhar

 46. shaikh fahmida says:

  Amne lakhi ne koi varta, satya ghatna lakhi ne moklvi hoy to kevi rite moklvi e jannavva vinati.

  • vishnu desai says:

   shri fahmida…
   thank u once again for ur reply.
   tame koi varta k lekh ne read gujrati par mukava mangata hov to tene readgujrati par mail kari shako chho. read gujrati na sanchalak tene jiine emni anukulata e ahi post karse…
   jo tame mane koi varta k lekh mokalava mangata hov to mara email id
   vishnudesai656@yahoo.in
   par mail kari shako chho
   athava by post mokalava mate
   97377 95467
   par sampark kari shako chho
   thank u

 47. bhargav says:

  awesome story nd a story schej real story 6e??? bt bv j mst 6e……jordar kai ghate j nai 6ele sudhi halva na dye….

 48. dilip says:

  The story is very heart beating. Vishnubhai it is very good in real life. The end is with happiest moment and you are lucky to be the part of that moment. Dilip

 49. vyoma modi says:

  dear vishnubhai,
  I am vyoma from Australia. It is really appreciated from the all gujjus who are living abroad, your stories made us feel like we are still connected with our roots. Your story was heart touching and enjoyable. I am fan of Gujarati literature, couldn’t live without reading.

  Thank you so much.

  waiting for many more….

  Best Regards,
  Mrs Vyoma Modi

  • vishnu desai shreepati says:

   સ્નેહી શ્રી વ્યોમાજી,
   સૌ પ્રથમ આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. મને ખુશી છે કે આપ ઓસ્ટ્રેલિયામાં રહીને પણ માતૃભાષા ગુજરાતી પ્રત્યે આટલો સ્નેહ ધરાવો છો. રીડગુજરાતીના સ્થાપક સ્વ.મૃગેશભાઇનો આજ પ્રયત્ન હતો કે વિશ્વના કોઈ પણ ખૂણે વસનાર એક ગુજરાતી ત્યાં રહીને પણ ગુજરાતી સાહિત્યના માધ્યમથી પોતાના વતનની ખુશ્બુ અનુભવી શકે. અને એ સાર્થક પણ થયું. આપનો આ મૂલ્યવાન પ્રતિભાવ એ સ્વર્ગીય મૃગેશભાઈને શ્રધ્ધાંજલિરૂપ છે.
   ફરીથી આપનો ખુબ ખીબ આભાર. ફરી મને રીડગુજરાતી તરફથી જયારે જયારે તક મળશે નવી વાર્તાઓ મુકતો રહીશ.

 50. namrata says:

  very nice

  • vishnu desai shreepati says:

   આપના મૂલ્યવાન પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

 51. Deep Chauhan says:

  ખુબજ સુન્દર

 52. komal says:

  ખુબ સરસ વાતાઁ સર . પણ શુ સાચે રીયલ સ્ટોરી છે?? ને આવુ બની શકે તો તો!! હૃદયસ્પશીઁ વાતાઁ….આભાર દેસાઈ સર……

  કોમલ

 53. Naran Patel says:

  Superb!!!

 54. Vishnu desai says:

  Komal
  Thank u for ur valuable feedback
  Tamari jankari mate aa varta bhale 100% sachi nathi
  Pan eno ketlok bhag satya ghatna chhe
  Jeno hu pote saxi chhu
  Hu pote aa varta na ketlak ansh no part chhu

 55. Karan Parmar says:

  Superb story

 56. આ સત્યઘટનાના ફરિ ૧-૨ પેરાઓ વાચતા પહેલા વાચી છે એવુ લાગ્યુ. જેથિ પ્ર્તિભાવો વાચવા પ્રેરાયો. ૨-૩ કોમેન્ટોને બાદ કરતા, નિર્વિવાદ હરકોઇને આ વાર્તા ખુબ જ પસન્દ આવી છે. આ સત્યઘટના સાવ સરળ ભાશામા અને ઘટ્નાઓનો ક્ર્મ પણ સુનદર રિતે જળવાતા વાર્તા ખુબ જ સુનદર બનતા અન્ત્ સુધિ જકડિ રાખે છે. શ્રિ વિસ્ણુભાઇ પાસેથિ બિજિ વાર્તાઓનિ અપેક્ષા સહિત હાર્દિક ખુબ ખુબ ધન્યવાદ્ !!!

 57. Nil Chavda says:

  ખરેખર

  અદભૂત…

 58. Vishnu desai says:

  karasanbhai
  Karan
  Nil kumar
  Aap sarve no Khub Khub aabhar
  Aapna mulyavan pratibhav mate

 59. SHILPA PATEL says:

  NICE ONE SOTRY…. I WOULD LIKE TO READ MORE SOTRY OF THIS TYPE…

  • Vishnu desai says:

   Shilpa
   Thank u so much for ur valuable feedback
   Aap aapnu email id Athva what’s app nomber aapsho to hu Mari biji rachnao aapne chokkas share Kari shakish
   Thanks again

 60. Vijay M. Khunt says:

  દીલને સ્પર્શી જનાર આ પ્રસંગ છે. હું શ્રીપતી જી જેવા મહાન વ્યક્તિનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ પ્રેમી પંખીડાઓને પાછા એક કર્યા.તથા બન્ને પ્રેમી પંખીડાઓનો પ્રેમ ખૂબ જ સાચો અને પવિત્ર હશે કે તેઓ એકબીજા ના થઇ શક્યા.

  વિજય ખૂંટ (લેખક)
  સહ મહાનિર્દેશક – ICBI

 61. Ravi Dangar says:

  સુપેરે રજુ થયેલી સરસ વાર્તા. જાણે કે કોઈ ફિલ્મ જોતા હોઈએ એવી અનુભૂતિ કરાવી. ખૂબ જ સરસ રજૂઆત. સત્યઘટના પણ આ રીતે રજુ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપે સરળ ભાષાશૈલીમાં સરસ રીતે રજૂઆત કરી.

  આવી જ વાર્તાઓ લખતા રહો ”શ્રીપતિ જી”

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.