Archive for November, 2013

અમારી બીજી કોઈ શાખા નથી. . .!! – ડૉ. નલિની ગણાત્રા

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર.] શક્ય હોય ત્યાં સુધી હું વિચારવાની ભાંજગડમાં પડતી જ નથી. કારણ કે, વારંવાર વિચારવાથી વિચારવાયુ થઈ જતો હોય છે અને વાયુ બિચ્ચારો ‘વા.સ્વ.’ એટલે કે વાયડા સ્વરૂપ છે. મતલબ એ ગમ્મે તે દિશામાં ફંટાય. એવું જ વિચારોનું છે. તેથી જ હું મોટે ભાગે બધા કામ વગર વિચાર્યે જ કરે રાખું […]

આજે મોં મચકોડીને ‘સાલ મુબારક’ – કલ્પના દેસાઈ

ગઈ કાલે દિવાળીના સપરમા દિવસે અમે ઘરમાં સૌએ ભેગાં મળીને નવા વર્ષે સૌને ‘સાલ મુબારક’ કઈ રીતે કહેવું તેની લાંબી લાંબી ચર્ચા – મંત્રણા કરી. એકે કહ્યું કે, ‘હવે તો કોઈ આવતું નથી એટલે ‘સાલ મુબારક’ કહેવાની જરૂર જ નથી પડવાની.’ બીજાએ કહ્યું કે, ‘હવે તો ફોન કે મેસેજથી જ કામ પતાવી દેવાનું.’ (સાલ મુબારક’ […]

નવા વર્ષના સાલમુબારક – તંત્રી

પ્રિય વાચકમિત્રો, વિક્રમ સંવત 2070ના આ મંગલ પ્રભાતે આપ સૌને મારા સાલમુબારક. આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને માટે તેમજ આપના સૌ પરિવારજનો માટે શુભદાયી, લાભદાયી અને ફળદાયી નીવડે તેવી પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીના સૌ વાચકમિત્રો, સર્જકો, પ્રકાશકો તેમજ અન્ય સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ. આજના આ શુભદિને રીડગુજરાતીને આર્થિક રીતે મદદરૂપ થનારા સૌ દાતાઓ તેમજ […]

શુભ દિપાવલી – તંત્રી

પ્રિય વાચકમિત્રો, વિક્રમ સંવત 2069ના વર્ષનો આજે છેલ્લો દિવસ એટલે કે દિપાવલીનું શુભ પર્વ. અંધકારમય રાતમાં તેજસ્વી દીપનો પ્રકાશ ફેલાવતા આ પર્વની આપના અને આપના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ વાચકમિત્રો, પ્રકાશકો, લેખકો તેમજ અન્ય સર્વે ને રીડગુજરાતી તરફથી શુભ દિપાવલી. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ. લિ. તંત્રી, મૃગેશ શાહ રીડગુજરાતી.કોમ

વરત વરતો તો પંડિત કઉં. . . – શરીફા વીજળીવાળા

[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.] નાનપણ સૌરાષ્ટ્રના ગામડામાં વીતવાને કારણે રોજિંદી વાતચીતમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ધાણીની જેમ ફૂટે. પણ વડોદરા ભણવા ગઈ, ભણેલી પ્રજા વચ્ચે રહેતી થઈ એ પછી મારી ભાષા એની જાતે જ બદલાતી ગઈ, કારણ કે કહેવત કે રૂઢિપ્રયોગ બોલતાંની સાથે ‘એટલે શું?’ એવો પ્રશ્ન સામેથી અચૂક પુછાય. . . એટલે ધીરે ધીરે મારી રોજિંદી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.