સંઘરવાની વૃત્તિ કેટલી યોગ્ય – કામિની મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

storeroomહમણાં વેકેશનમાં પિયર ગઈ તો જૂની સખી મીરા યાદ આવી ગઈ. એક દિવસ તેના ઘરે જઈ ચડી. મને જોઈને તે એકદમ હરખાઈ ગઈ.
‘અરે, તું ! આમ સાવ અચાનક, ફોન તો કરવો તો.’
‘અરે યાર ! તારા ઘરે આવવામાં શું ફોન કરવાનો.’ અને હું ઘરમાં પ્રવેશી. જોયું તો આખો હૉલ સામાનથી ભરેલો હતો. જૂની ધજીયો, જૂનું ગીઝર, ગૅસનો ચૂલો, બારીની વધેલી જાળી, જૂના નળ, ટાઈલ્સ.

‘શું મેડો સાફ કરવા કાઢ્યો છે ?’ મેં પૂછ્યું.
‘ના, ના, યાર ! આ ઈલેક્ટ્રિશિયનને થોડો વાયર જોઈતો હતો. મેં રાખ્યો છે મેડા પર, પણ અત્યારે મળતો નથી.’ તે કંટાળીને બોલી. તે ક્યાંથી મળે ? કેટલો કચરો જમા કર્યો છે – મેં મનમાં કહ્યું.
પ્રગટમાં બોલી, ‘કેમ આ જૂનું ગીઝર ને જૂના ચૂલા રાખ્યા છે ?’
‘આ ચૂલો ખરાબ થઈ ગયો એટલે નવો લીધો. જૂનો કંઈ ફેંકી થોડો દેવાય છે ?’
‘કેમ નથી ફેંકી દેવાતો ? જે વસ્તુ તારા ઉપયોગની નથી, તેને રાખીને શો ફાયદો ? ફેંકીએ નહીં તો કમ સે કમ કોઈ જરૂરતમંદને રિપૅર કરાવીને આપી તો શકાય ને ! આટલો સામાન મેડા પર જમા કરો તો કામની વસ્તુ જ્યારે જોઈએ ત્યારે મળે જ નહીંને.’

આપણા બધાનું એવું જ છે. ન જોઈતી વસ્તુઓ એમને એમ સંઘરી રાખીએ અને નવી વસ્તુઓ લીધા કરીએ. એટલે વસ્તુઓનો એવો ભરાવો થઈ જાય કે કોઈ વ્યવસ્થા રહે જ નહીં. આ બાબતમાં મારી એક મિત્રનો વિચાર મને બહુ ગમ્યો. કહે કે, ‘કબાટ સાફ કરું ત્યારે એક વરસ સુધી જે સાડી ન પહેરાઈ હોય તે કોઈને આપી દઉં. ભલે તે સારી જ હોય. નવીનવી સાડીઓ લઈએ પછી જૂની કાઢીએ તો જ કબાટમાં જગ્યા થાય ને.’ તેની આ વાત અમલમાં મૂકવા જેવી ખરી. કોઈ જરૂરિયાતમંદને વસ્તુ આપીએ તો એને પણ મદદ થાય અને આપણા ઘરમાંય મોકળાશ રહે.

આનાથી સાવ વિપરીત અમારા એક સંબંધી ભાખરી વધી હોય તો કોઈને આપે નહીં, કહે, ‘આટલા મોણવાળી ભાખરી કોઈને કેમ અપાય ?’ બે દિવસ સુધી બહાર, પછી નવ દિવસ ફ્રિજમાં…. ભાખરી રખડતી રહે. અંતે કચરામાં જાય. ઘરના કોઈ સભ્યો તો વાસી ખાવાના નથી તો બીજે દિવસે કામવાળીને આપી દેતા હોય તો ! પણ તેમનો જીવ જ ચાલે નહીં ને તેમના ફ્રિજમાં મહિના સુધી પડેલો શીરો મેં જોયો છે ! સંગ્રહખોરી એ મનુષ્યનો પુરાતન સ્વભાવ છે એટલે જ શાસ્ત્રોમાં અપરિગ્રહનો મહિમા ગવાયો છે. અમે નાના હતા ત્યારે મારાં દાદી જૂની બાટલીઓ, દોરીઓ ભેગી કરતાં. અરે અગાશીમાં એક આખો ઓરડો જ તેમની આ નકામી સંઘરેલી વસ્તુઓથી ભરેલો રહેતો અમે તેને ‘શીશીયુવાળી રૂમ’ કહેતા. દેશમાં તો જગ્યાની છૂટ હોય એટલે ચાલે, પણ મુંબઈ જેવાં શહેરોમાં એક તો જગ્યા નાની, એમાં નકામી વસ્તુઓ ભેગી કરીએ તો ઘરમાં રહેનારાને તો બહાર રહેવાનો વખત જ આવે. વાસ્તુની દ્રષ્ટિએ નકામી જૂની વસ્તુઓ રાખવાથી ઘરમાં નેગેટિવ વાઈબ્રેશન ફેલાય છે. મોકળું, ખુલ્લું ઘર એ આનંદનું પહેલું પગથિયું છે. નકામી વસ્તુઓને સાચવવાની પળોજણમાંથી બચીશું તો કંઈક ક્રિયેટિવ કરવાનો સમય મળી રહેશે.

આવું જ મનના વિચારોનું છે. મનમાં જેટલા નકામા, આડાઅવળા રાગ-દ્વેષયુક્ત વિચારો ભરી રાખીશું, મન એટલી જ તામસિક અને રાજસિક પ્રવૃત્તિઓમાં અટવાયેલું રહેશે. મનને સત્વપ્રધાન બનાવવા માટે પહેલાં જૂના વિચારો ડીલિટ કરવા પડશે, પછી જ મન સાત્વિક વિચારોને ગ્રહણ કરતું થશે. નકામી વસ્તુ હોય કે નકામા વિચાર, તેમના પ્રત્યે અનાસક્તિ રાખવી જ યોગ્ય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બાળક એક ગીત (ભાગ-૪) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”
આજનાં યંગસ્ટર્સની સમસ્યાઓ વિશે થોડીક સીધી વાત – રોહિત શાહ Next »   

9 પ્રતિભાવો : સંઘરવાની વૃત્તિ કેટલી યોગ્ય – કામિની મહેતા

 1. Vijay says:

  મોકળું, ખુલ્લું ઘર એ આનંદનું પહેલું પગથિયું છે.

  આવું જ મનના વિચારોનું છે.

  >> Very appropriate. Hope this reading will enlighten someone’s vision of life.

  Vijay

 2. Thought provoking article
  Should be put into practice at possible earliest.

 3. i.k.patel says:

  જરુરત કરતાં વધુ સંગ્રહ કરવાથી થી તે ક્યારેય કાંમ નથી આવતું.

 4. Nilesh Shah says:

  Very Appropriate. Every one should think and follow.

 5. Rajni Gohil says:

  Very true. Change is the law of nature. Only God is eternal. When we possess and not using stuff, nature’s law is ignored. It has negative vibrations and effect in life. History shows that no one has become poor by giving.

  Thanks for this thought provoking article.

 6. Tamari vat sachi che privartan ar sansar no niyam che,ane parivartan to jindagi ma jaru ri che.jo apade ju na vicharo ne sachavi rakhiye to te kohavi jay athi nava vivharo jarori che kamini ben.

 7. Arvind Patel says:

  તદ્દન સાચી વાત છે. આપણે કચરો ભેગો કરી રાખીએ છીએ. અને સારી વસ્તુ માટે જગ્યા નથી. આવુજ આપણા માં નું પણ છે. નફરત, ધ્વેશ, ગુસ્સો વગેરે નકામી વસ્તુ મગજ માં રાખ્યે અને પ્રેમ, સારી લાગણી, કોઈ ને માટે સન્માન વગેરે સારી વસ્તુ માટે જગ્યા ન હોઈ
  આપણને સાચી રીતે જીવતા નથી આવડતું.

 8. Arvind Patel says:

  ઘણા લોકોંના ઘર ફર્નીચર ની દુકાન જેવા હોય છે. સંગ્રહ કાર્ય કરવું. સ્વચ્છ, સુગડ અને સરળ વાતાવરણ હોય તે જરૂરી છે. સાથે સાથે સાત્વિકતા પણ એટલી જ જરૂરી છે. આમ હોવાથી ઘર સુંદર રહેશે.

 9. સુબોધભાઇ says:

  સંગ્રહ કેવી વસ્તુ નો કરાય તેની અગત્યતા દરેક માટે જુદી હોઇ શકે. પણ એક વાત એટલી જ જરૂરી છે કે પૈસા ખર્ચ કરવા છતા પણ સૂલભ ના થાય તે સિવાય કચરો કે ભંગાર જ માનવો. આજે મોટા શહેરો મા એક વાર જગ્યા નો ભાવ અંદાજે 60,000 થી 1 લાખ નો થઇ ગયો હોય ત્યારે બસો/પાંચસો ની પસ્તી ભેગી કરનારા ની સંખ્યા અગણિત છે જ ને.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.