[ હળવો રમૂજી લેખ : ‘ગુજરાત’ સામાયિક ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.]
પતિ અને પત્ની….. શબ્દ કેવી રીતે બન્યા હશે ? પતિ શબ્દ બોલવામાં અને સમજવામાં સરળ છે જ્યારે પત્ની શબ્દ બોલવામાં અઘરો અને સમજવામાં તેથી પણ અઘરો છે. જે પતી જાય એ ‘પતિ’ અને પતાવી નાંખે તે પત્ની, એવું કહેવાય ? પતિ શબ્દમાંના ‘ત’ને અધમૂઓ કરી ‘ની’ લગાવો એટલે પત્ની શબ્દ બને…! કાનોમાત્ર વગરના ‘નર’ શબ્દને મચેડો, વાળો અને એના પર ભાર મૂકો એટલે નારી બને…. પણ સ્ત્રી શબ્દ તો બોલવા, સમજવા અને લખવામાં પણ એથી પણ અઘરો છે. ગામડાંના લોકો ‘અસ્ત્રી’ બોલે છે…. અંગ્રેજીમાં ‘વુમન’ કહે છે. મેન આગળ ‘વુ’નો શણગાર મુકો એટલે ‘વુમન’ થાય. એટલે કે શબ્દને પણ શણગારો, એને વજન આપો, થોડો અઘરો બનાવો ત્યારે આ શબ્દ બને.
આ સ્ત્રીને કેવી રીતે સમજવી ? એ ભલભલા મહારથીઓ માટે મોટો વણઉકેલ્યો કોયડો છે. જે વૈજ્ઞાનિકો મોટી શોધખોળો કરે છે, અહીં બેઠા બેઠા અવકાશ, તારાઓ, નિહારિકાઓ વગેરેને સમજી શકે છે, તેઓ સ્ત્રી પાસે હોવા છતાં એને સમજી શકતાં નથી. એની ના માં હા હોય અને હા માં ના હોય. ગ્રહો અને ગ્રહોની ગતિવિધિ જાણનાર જ્યોતિષ પણ એને સમજી શકતાં નથી. વરસાદ અને સ્ત્રીના વર્તન વિશે સાચી આગાહી થઈ શકે નહીં. વ્યવહારીક રીતે, પુસ્તકો વાંચવાથી, અનુભવી વડીલોને પૂછવાથી અમને ખબર ન પડી એટલે થયું ચાલો સીધા ભગવાનને જ પૂછીએ…. સૌથી વધુ અનુભવી એવા કૃષ્ણ ભગવાન પાસે અમે ગયા….
અમે : હે પ્રભુ….! અમ ભક્તોને મદદ કરો. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં આ સ્ત્રીઓ અમને સમજાતી જ નથી. ક્યારે ખુશ થાય અને ક્યારે અમારું ઠુંશ કરી નાખે એ કાંઈ કહેવાય જ નહીં. જેમ વરસાદના મૂડની આગાહી ના થઈ શકે, ક્યારે વાદળો ગરજશે અને ક્યારે વરસાદ વરસશે, એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય….! કારણ વગર જ ગરજશે અને પછી વરસશે. ઋતુઓ ભલેને હોય ! ઋતુઓમાં તાપમાન માપવા માટે થર્મોમીટર હોય છે, પણ આ સ્ત્રીઓને સમજવાના મીટર હજુ બન્યા નથી પ્રભુ…! આ સ્ત્રીને સમજવા અમ પામર પુરુષોએ શું કરવું ?
શ્રી કૃષ્ણ ઉવાચ : વત્સ….! આ સ્ત્રીને સમજવા જ મારા પર આવતી દરેક એપ્લિકેશન હું સ્વીકારતો એટલે જ ૧૬૧૦૮ રાણીઓ હતી ને ! હા રાધાને હું સમજતો હતો એવું બધા કહે છે તોય હું બરાબર સમજી શક્યો નથી, પણ હે વત્સ, તું ‘ફળની આશા વગર કર્મ કરે જા.’ મને સ્ત્રીઓને સમજવા કરતાં વાંસળી વગાડવાનું વધુ ગમશે !
….એટલે આ બાબત સમજવા માટે અમે વિષ્ણુ ભગવાન પાસે ગયા.
વિષ્ણુ ભગવાન : ‘જુઓ પ્રિય વત્સ, ‘આ વિષય બહુ ગહન છે. હું પણ હજુ સુધી સમજી શક્યો નથી. હા, એટલી મને ખબર છે કે લોકો મારા કરતા લક્ષ્મીજીને વધુ યાદ કરે છે અને પૂજા-અર્ચના એમની જ વધુ કરે છે. એમને જ સાચવે છે. એમના થકી જ બધાને મૂલવે છે. આ કલયુગમાં એમનું માનપાન બહુ છે.’ …. અમે રહ્યાં સરસ્વતીના આરાધક એટલે લક્ષ્મીજી અમને ભાવ ન આપે એમ વિચાર્યું. હા સરસ્વતીના આરાધક તરીકે અનેક પુસ્તકો વાંચી સ્ત્રી વિશે સમજવા અમે પ્રયત્ન જરૂર કર્યો, પણ એમાં વાસ્તવિકતા ઓછી અને કલ્પ…નાઓ વધુ હતી…!
હવે થયું કે ચાલો આપણા પ્રિય એવાં શંકરદાદાને પૂછીએ.
શંકર ભગવાન : ‘હે ભોળાનાથ, આપ બતાઓ… આ સ્ત્રીઓને સમજવી કેવી રીતે….?’
શંકરદાદા : ‘હે ભક્ત, જો મને જ આની ખબર હોત તો હું હિમાલય જઈને શા માટે બેઠો હોત…? મને તો એ બધી બબાલમાં પડવાને બદલે હિમાલયમાં બેસીને તપ કરવું બહુ ગમશે….! એમાં જ મને અત્યંત શાંતિ મળે છે. તારે પણ એ બધી મગજમારીમાં ના પડવું હોય તો મારી પાસે અહીં હિમાલય આવતો રહે.’
ઓહો… હવે ક્યાં જવું ? હા બ્રહ્માજીને ખબર હશે…. એમણે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે, ‘હે પ્રભુ, તમે જ સ્ત્રી, પુરુષ અને સમગ્ર જગતનું નિર્માણ કર્યું છે. આ સ્ત્રીને સમજવાનો ઉપાય બતાવો.’
બ્રહ્માજી : ‘હે વત્સ ! મારું કામ સર્જન કરવાનું… એને સમજવાનું નહીં. મારા સર્જનને તો તમારે જાતે જ સમજવું પડે….! હું એમાં મદદરૂપ ન થઈ શકું. અમે બહુ નિરાશ થઈ ગયા… હવે કોની પાસે જઈશું ? અમને કાંઈ જ સમજણ ના પડે એટલે અમે કવિતા લખીએ છીએ. કદાચ કવિ બનવાથી સ્ત્રી વિશે સમજી શકાય. કારણ કે કવિઓ અને લેખકોએ સ્ત્રી વિશે ઘણું લખ્યું છે. એટલે અમે ઘણા બધા કવિ અને લેખકને મળ્યા અને પૂછ્યું, ‘કે તમે આટલું બધું સ્ત્રી પાત્ર વિશે લખો છો તો તમે સ્ત્રીને જરૂર સમજતાં હશો….!’
એટલે એમણે બધાએ કહ્યું કે ભાઈ, ‘અમે તો માત્ર કલ્પનાઓ કરી ને લખીએ છીએ અને પાનાંઓ ભરીએ છીએ. બાકી વાસ્તવિક રીતે સ્ત્રીને સમજવાનું અમારું ગજું નહીં. એટલે અમે આ કવિતા લખી. કદાચ એનાથી આ સૃષ્ટિના પુરુષોને સ્ત્રીને સમજવામાં મદદ મળે….!
સ્ત્રી એટલે કે….. (હાસ્ય કવિતા)
ગણિતની પહેલી હોય તો આમ ચપટીમાં ઉકેલીએ,
સ્ત્રી નામની પહેલી ને તો વળી કેમ કરીને ઉકેલીએ ??
એની આંખોમાં રમે ક્યારેક પ્રેમ, તો ક્યારેક ગુસ્સો,
સમજવો કેમ કરીને આ ઘાયલ કરે એવો ઠસ્સો…!
ક્યારે રિસાય અને ક્યારેક વળી તે માની જાય,
એનો જગતની કોઈ ડિક્ષનેરીમાં ન મળે કદી પત્તો !
ભેજાના ભજિયા કરીએ કે મગજનો કરીએ મોહનથાળ,
તોય ખબર ના પડે એના નાના મગજનો કારોબાર…!
દિલ દિલ કરીને સદા બિલોના ફાડીએ અનેક ચેક,
તોય એના દિલમાં કદી કરવા ન મળે કોઈ ખેપ….!! (નિપુણ ચોકસી)
અચાનક અમને ગુગલ મહારાજ યાદ આવી ગયા. બધા સવાલો ના જવાબ ગુગલમાં સર્ચ કરવાથી મળે છે. આ ગુગલ પાસે આખી દુનિયાની લગભગ બધી જ માહિતી હોય છે અને સ્ત્રી વિશે ઈન્ટરનેટ પર જે ખજાનો, જે માહિતી હોય છે એવી બીજી ક્યાંય માહિતી ન હોય….! એટલે અમે ગુગલમાં ‘woman’ શબ્દ ટાઈપ કરી સર્ચ બટન દાબ્યું… એટલે ગુગલ મહારાજે ઈન્ટરનેટની ૮૦ ટકા સાઈટ ઓપન કરી દીધી, જેમાં સ્ત્રીને લગતાં ફોટા, વીડિયો, બુક્સ, ગેમ્સ અને ભળતી-સળતી અનેક વેબસાઈટ હતી…. પણ અમારે જે જોઈતું હતું તે આ નહોતું. અમારે તો એમ પૂછવું હતું કે, સ્ત્રીને સમજવી કેવી રીતે ?… એટલે મેં ટાઈપ કર્યું, ‘how to understand woman ?’ એટલે શરૂઆતમાં તો ત્રણ વાર કમ્પ્યુટર hang થઈ ગયું… CPU એકદમ ગરમ થઈ ગયું, Monitorના સ્ક્રીન પર લીટીઓ અને ચકરડા આવવા લાગ્યા… એમાંથી જાત જાતના અવાજ આવવા લાગ્યા. સર્વર ડાઉન થઈ ગયું અને થોડા સમય પછી મેસેજ આવ્યો…. ‘Virus found. Your computer may be at risk….’ તોય અમે ગભરાયા વગર ફરી ‘સ્ત્રી’ ટાઈપ કર્યું એટલે મેસેજ આવ્યો, ‘So many complications, no result found…’ પણ અમે એમ કંઈ હિંમત હારીએ ? એટલે ફરી ટાઈપ કર્યું ‘સ્ત્રીને સમજવી છે..’
…. આખરે ગુગલ મહારાજનો જવાબ આવ્યો…’આપણી જોડે બહુ માથાકૂટ નહીં કરવાની…’
એટલે અમે હવે નક્કી કર્યું કે, જેની સાથે કોઈ જ માથાકૂટ ના કરતું હોય એની સાથે આપણે માથાકૂટ શું કામ કરવી ? એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે…! અને મિત્રો જો તમે સ્ત્રીને સમજી શક્યા હોય તો અમને જાણ કરી ઉપકૃત કરશોજી….!
17 thoughts on “સ્ત્રીને સમજવી છે ! – નિપુણ ચોકસી”
“જેની સાથે કોઈ જ માથાકૂટ ના કરતું હોય એની સાથે આપણે માથાકૂટ શું કામ કરવી ? એ ભલે ને આપણી સાથે ભેજામારી કરે…!”
This is really good.
સ્ત્રિ ને સમજવા તેના પિયર નો સમ્પર્ક ક્રરો.
ખુબ સુન્દર રજુઅાત. How to understand a woman? I am a woman myself and I think us women are very simple if you know how to read our minds. Now our minds are crazy because we ourselves don’t know what we want. Watch the hollywood movie ‘What Women Want?’ if you haven’t already. Thank you for a beautiful article.
No one has yet understood…..good article.
i like it
જય
very good
સ્ત્રિ ને સમજવિ બહુ અઘરિ ચ્હે માતે બહુ મહેનત ન કરવિ
બહુ સરસ લેખ
દુનિયાનુ સૌથી મોટુ રહસ્ય સ્ત્રિ જછે…..
ખુબ સરસ ……….
વાચવા મા ખુબ માજા આવેી ……
One can understand women provided that he should have a mind.
very good.no one can understand womens mind
Nice thoughts
શંકરાચાર્યે આત્મા પરમાત્મા અને વિશ્વને સમજવાની કોશિસ કરી. વિશ્વને માટે તેમણે અનિર્વચનીય શબ્દ વાપર્યો.
શંકરાચાર્યે લગ્ન કર્યા ન હતા. એટલે સ્ત્રી વિષે તેમણે કશું કહ્યું નહીં. જો શંકરાચાર્યે લગ્ન કર્યા હોત તો તેમણે સ્ત્રી માટે પણ આ “અનિર્વચનીય” શબ્દ વાપર્યો હોત અને કારણમાં જણાવ્યું હોત કે જેને પોતાને ખબર હોય કે પોતે જુદા જુદા અને એક/અથવા સમાન સંજોગોમાં કેવી રીતે વર્તશે તેને વિષે આગાહીઓ કરી શકાય. પણ જેને પોતાને જ ખબર ન હોય કે તે કેવી રીતે વર્તશે, તેના વર્તન વિષે સંશોધનો કરવા માટે સમય બગાડવાની જરુર નથી.
જો સ્ત્રી કાળી હોય તો તમે તેને કાળી પણ ન કહી શકો અને ધોળી પણ ન કહી શકો અને મધ્યમ પણ ન કહી શકો. અને જો કોઈ સ્ત્રી ધોળી હોય તો તે વિષે તમારે એવું જ સમજવું. ધારો કે તમે ભૂલભૂલમાં કોઈ સ્ત્રીને ધોળી કહી દીધું તો તમે સમજી લો કે તમે આફતના અનેક દ્વાર ખોલ્યા છે. કારણ કે વિશ્વમાં અનેક સ્ત્રીઓ છે અને પુરુષો પણ છે. તમારા ઉચ્ચારણોમાંથી અનેક અર્થ કાઢી શકાય છે. જેમકે તમે બાકીની અનેક સ્ત્રીઓને કાળી કહી દીધી છે. પુરુષો સ્ત્રીઓને મદદ કરશે. તમને કોઈ મદદ નહીં કરે. અત્યારે સમાચાર માધ્યમો જે કંઈ કરી રહ્યા છે તેમાંથી તમે તમારી જાત માટે બોધ લો. તમે પુરુષ તરીકે ડાહ્યા રહો તે જ પુરતું છે. આત્મરક્ષાના કારણસર પુરુષોએ દોઢ ડાહ્યા થવામાંથી દૂર રહેવું.
મજાક માં એવું કહેવાય છે કે દુનિયા માં બે પ્રકારના લોકો છે. પરણેલા અને સુખી. જો તમારે પરણેલા અને સાથે સુખી પણ થવું હોય તો તેના રસ્તા તમારે જાતે જ શોધવા પડશે. કોઈ ગુગલ કે કોઈ પુસ્તક નહિ આપે. બને ત્યાં સુધી સાંભળવાનું વધારે રાખવું અને ઝાઝા વિવાદો કરવા નહિ. એક ૮૦ વર્ષના વૃદ્ધ તેમની ૫૫ મી લગ્નની તિથી ઉજવતા હતા. કોઈકે પૂછ્યું તમારા આટલા લાંબા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું !! તો તે કાકા બોલ્યા, યસ ડિયર. પત્ની ની કોઈ પણ વાત નો ફક્ત અને ફક્ત એક જ જવાબ આપવો. યસ ડિયર. આને કારણે અમારું લગ્ન જીવન સફળ છે. પત્ની સાથે વિવાદ ટાળો.
સ્ત્રી ને સમજવા માત્ર તેના હૃદય સુધી પોહચી જાઓ,તેને સન્માન આપો,તેના વિચારો જાણવાનો પ્રયત્ન કરો,તેની સાથે મિત્ર તરીકે વર્તો પછી એ માતા હોય,પત્ની હોય,બેન હોય કે પુત્રી…પછી તેને સમજવાનો પ્રયત્ન નહીં કરવો પડે!!